લેબેનાનનો રાષ્ટ્રધ્વજ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
લેબેનાન
Flag of Lebanon.svg
પ્રમાણમાપ૨:૩
અપનાવ્યોડિસેમ્બર ૭, ૧૯૪૩
રચનાલાલ રંગના બે આડા પટ્ટા વચ્ચે સફેદ પટ્ટો અને કેન્દ્રમા લીલા રંગનું લેબેનાન દેવદાર

લેબેનાનનો રાષ્ટ્રધ્વજમાં સફેદ અને લાલ એમ આડા પટ્ટા ધરાવે છે અને કેન્દ્રમાં લીલા રંગનું લેબેનાન દેવદાર છે. તેની ઉંચાઈ ધ્વજની કુલ પહોળાઈની ૧/૩ હોય છે.[૧]

પ્રતિનિધિત્વ[ફેરફાર કરો]

લેબેનાન દેવદાર ધ્વજમાં દેવદારના પર્વતોથી પ્રેરિત થઈ અને ઉમેરવામાં આવ્યું છે. તે પવિત્રતા, અનંતકાળ અને શાંતિનું પ્રતિક છે.

લેબેનાનના દેવદારનો બાઇબલમાં ૭૭ વખત ઉલ્લેખ છે.[૨]

લેબેનાનના લોકો માટે દેવદાર આશા, આઝાદી અને યાદોનું પ્રતિક છે. ધ્વજ પરનો સફેદ રંગ બરફનું પ્રતિક છે અને તે નિર્મળતા અને શાંતિ સૂચવે છે.[૩]

બે લાલ પટ્ટા વિદેશી હુમલાખોરો સામે દેશના રક્ષણ માટે પ્રજાએ વહાવેલા લોહીનું સૂચક છે.

લેબેનાનના રાષ્ટ્રધ્વજ માટે રેખાકૃતિ

નોંધ અને સંદર્ભ[ફેરફાર કરો]

  1. The description of the flag is cited in the Lebanese Constitution, Chapter 1, Article 5.[મૃત કડી]
  2. "The Bible". Retrieved ૨૭ ઓક્ટોબર ૨૦૧૪. Check date values in: |accessdate= (મદદ)
  3. "L'Orient-Le Jour". Retrieved ૨૭ ઓક્ટોબર ૨૦૧૪. Check date values in: |accessdate= (મદદ)

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

  • Lebanese Flag Accurate, high quality, & high resolution flags of Lebanon.