વજ્જિકા બોલી

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

વજ્જિકા બોલી મુખ્યત્વે બિહાર રાજ્યના શિવહર, સીતામઢી,મુજફ્ફરપુર તેમ જ વૈશાલી જિલ્લાઓમાં વહેવારમાં બોલવામાં વપરાતી ભાષા છે. નેપાળમાં સરલાહી જિલ્લામાં તેમ જ તેની આસપાસના ક્ષેત્રોના લોકો પણ વજ્જિકા બોલી બોલે છે.

જગતના પ્રથમ લોકતંત્ર વજ્જિસંઘની લોકભાષા વજ્જિકા એક અતિ પ્રાચીન બોલી/ભાષા છે.[સંદર્ભ આપો]

પ્રાચીન મિથિલાના કેન્દ્ર જનકપુર(નેપાળ), કે જે વજ્જિકા ભાષી ક્ષેત્ર અંતર્ગત આવતું હતું, ત્યાં આજે પણ વજ્જિકા બોલી બોલાય છે. આ હકીકતના આધારે એમ કહી શકાય કે વજ્જિકા વાસ્તવમાં પ્રાચીન મૈથિલી ભાષા છે. જેના પાયા પર મધ્યકાળના રાજ્યાશ્રયી વિદ્વાન કવિઓએ આધુનિક સમયની મૈથિલી ભાષાનું નિર્માણ કર્યું. વિદ્વાનોના અસહયોગ તેમ જ લેખિત સાહિત્ય સંગ્રહના અભાવે વજ્જિકા બોલીની ઓળખ અધુરી રહી ગઇ. વજ્જિકા આજે પણ પોતાના પ્રાચીન સ્વરુપે લોકભાષા તરીકે વિદ્યમાન છે. સકારાત્મક વાત એમ છે કે આજકાલ વજ્જિકા ભાષામાં પણ સાહિત્ય સર્જનની શરુઆત થઇ ચુકી છે, જેથી સંભવ છે કે પ્રાચીન વજ્જિસંઘની લોકભાષા વજ્જિકા ભવિષ્યમાં વિપુલ સાહિત્યવૈભવથી પરિપૂર્ણ થઇને, એક ભાષાના રુપમાં, પોતાની ઓળખ પ્રસ્થાપિત કરી શકે છે.