વન અનુસંધાન સંસ્થાન (દહેરાદુન)

વિકિપીડિયામાંથી
વન અનુસંધાન સંસ્થાન, દહેરાદુન, દૂરથી
વન અનસંધાન સંસ્થાન, મુખ્ય દ્વાર
વન અનુસંધાન સંસ્થાન (એફ઼ આર આઈ), ૧૯૧૭

ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા પહાડી રાજ્ય ઉત્તરાખંડના મુખ્ય શહેર એવા દહેરાદુન શહેરમાં આવેલા ઘંટાઘરથી ૭ કિ.મી. દૂર દેહરાદૂન-ચકરાતા મોટર-યોગ્ય માર્ગ પર સ્થિત ભારતીય વન અનુસંધાન સંસ્થા' ભારત દેશનું સૌથી મોટું વન આધારિત પ્રશિક્ષણ સંસ્થાન છે. ભારત દેશના અધિકાંશ વન અધિકારીઓ આ જ સંસ્થાનમાં પ્રશિક્ષણ લઇ ચુક્યા છે. વન અનુસંધાન સંસ્થાનનું ભવન ખુબ જ શાનદાર છે તથા અહીં એક સંગ્રહાલય પણ આવેલું છે.

આ સંસથાનની સ્થાપના ઇ. સ. ૧૯૦૬ના વર્ષમાં ઇંમ્પીરિયલ ફોરેસ્ટ ઇંસ્ટીટ્યૂટ તરીકે કરવામાં આવી હતી. આ સંસ્થાન ઇંડિયન કાઉંસિલ ઑફ ફોરેસ્ટ રિસર્ચ એન્ડ એજ્યુકેશન અંતર્ગત કાર્ય કરતું એક મુખ્ય સંસ્થાન છે. અહીંના મુખ્ય મકાનના બાંધકામની શૈલી ગ્રીક-રોમન વાસ્તુકલા મુજબની છે અને તેના મુખ્ય ભવનને રાષ્ટ્રીય વિરાસત તરીકે ઘોષિત કરવામાં આવેલું છે. આ સંસ્થાનનું ઉદ્ઘઘાટન ઇ. સ. ૧૯૨૧ના વર્ષમાં કરવામાં આવ્યું હતું. આ સંસ્થાન વન એટલે કે જંગલો સંબંધિત દરેક પ્રકારના અનુસંધાનના કર્ય માટે ખુબ જ પ્રસિદ્ધ છે.

એશિયા ખંડમાં આવેલા આ પ્રકારના એકમાત્ર સંસ્થાન તરીકે આ સંસ્થાન દુનિયા ભરમાં પ્રખ્યાત છે. આશરે ૨૦૦૦ એકર જેટલા વિસ્તારમાં ફેલાયેલા એફઆરઆઈ (ફોરેસ્ટ રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટની ડિઝાઇન કરવાનું કાર્ય વિલિયમ લુટયંસ દ્વારા કરવામાં આવ્યું હતું. આ સંસ્થાન ખાતે ૭ સંગ્રહાલય આવેલાં છે અને તિબેટથી માંડીને સિંગાપુર સુધીનાં દરેક જાતનાં વૃક્ષો તેમ જ છોડ અહીં વિકસાવવામાં આવેલાં છે. એટલે જ આ સંસ્થાન દેહરાદૂન નગરની ઓળખ તથા ગૌરવ કહેવાય છે.


આ પણ જુઓ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]