લખાણ પર જાઓ

વરંધા ઘાટ

વિકિપીડિયામાંથી
વરંધા ઘાટ
વરંધા ઘાટ ખાતે મહત્તમ ઊંચાઈ પરથી દૃશ્ય
સ્થાનમહારાષ્ટ્ર, ભારત
પર્વતમાળાસહ્યાદ્રી

વરંધા ઘાટ (અંગ્રેજી: Varandha Ghat) (वरंधा घाट) ભારત દેશના મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલ એક પર્વતીય ઘાટ માર્ગ છે, જે હાલના રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૪૮ (જૂના રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૪) તેમ જ કોંકણ વચ્ચે વાહનોની હેરફેર માટે બનાવવામાં આવેલ છે. પશ્ચિમી ઘાટ પર્વતમાળાઓના મુગટ પર આવેલ આ વરંધા ઘાટ તેની આસપાસના રમણીય ધોધ, જળાશયો અને ગાઢ જંગલો માટે જાણીતો છે.[૧]

ભૂગોળ[ફેરફાર કરો]

વરંધા ઘાટ સહ્યાદ્રી પર્વતમાળા પરથી પસાર થતો તેમ જ ભોર સાથે મહાડને જોડતો એક માર્ગ છે, જે પુના શહેરને કોંકણ પ્રદેશ સાથે જોડતા કેટલાક માર્ગો પૈકીનો એક માર્ગ છે. આ માર્ગ પુના શહેર થી 108 kilometres (67 mi) જેટલા અંતરે આવેલ છે. આ ઘાટ રસ્તાનું અંતર લગભગ 10 kilometres (6.2 mi) જેટલું છે. નીરા દેવઘર બંધ પરથી શરુ થતો આ માર્ગ બંધના જળાશયના કિનારા પરથી ઘણા વાંકા-ચૂકા તેમ જ તીવ્ર વળાંકોમય ચઢાણ ચડી, સહ્યાદ્રી પર્વતમાળા પસાર કરી કોંકણ પ્રદેશના વરંધા ગામ પાસે નીચે ઉતરે છે.

એક પ્રખ્યાત પ્રવાસી  તેમ જ ધાર્મિક સ્થળ શિવથરગલ આ માર્ગ પર આવતા પારામાચી ગામથી લગભગ ૧૫ કિલોમીટરના અંતરે આવેલ છે.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "વરંધા ઘાટ". મૂળ માંથી 2019-08-12 પર સંગ્રહિત. મેળવેલ 2018-08-07.