લખાણ પર જાઓ

વાઇમેક્સ (WiMAX)

વિકિપીડિયામાંથી
વાઇમેક્સનું બેઇઝ સ્ટેશન ઉપકરણ, જેના ઊપર એક સેક્ટર એન્ટિના અને તાર વગરનું મૉડેમ સ્થાપિત કરવામાં આવેલું છે.
એક વાઇમેક્સ-પૂર્વ સી.પી.ઈ 26 km (16 mi)જોડાણ જમીનથી ઉપર 13 metres (43 ft) લિથુઆનિયા ખાતે સ્થાપિત

વાઇમેક્સ (Y-Max, WiMax) એક દૂરસંચાર ની પધ્ધતિ છે. આ અદ્યતન ટેકનીકના માધ્યમ વડે એક કોમ્પ્યુટર, અન્ય બીજા કોમ્પ્યુટર સાથે તારના જોડાણ ન હોવા છતાં વાઇમેક્સની સહાયતા વડે સંપર્ક સ્થાપિત કરી શકશે. તે મુળભૂત રીતે માહિતી ને હવામા જુદી-જુદી રીતે પ્રસારણ કરે છે. આ પધ્ધતિ દ્વારા હાલ મા ૪૦ મેગાબીટ/સે સુધી ની મહતમ ઝડપ કોઇ પણ જાતના વાયર કનેકશન વગર શકય છે. આ પધ્ધતિ એ મુળભૂત રીતે [] પર આધાર રાખે છે. વર્તમાન સમયમાં ઘણા બધા દેશો આ અદ્યતન ટેકનીકનો ઉપયોગ કરી રહ્યા છે.

WiMAX, એટલે Worldwide Interoperability for Microwave Access, - એક દૂર સંચાર ની પધ્ધતિ.

અત્યારે ઉપલબ્ધ 2જી અને 3જી ફોનની સહાયતાથી આપ આ સુવિધાનો લાભ ઉઠાવી શકશો નહી. આમ કરવા માટે, જો વાઈમેક્સ સાથે સંગત હોય તેવા ફોનની જરૂર રહેશે. વાઈમેક્સની રેંજ દસ કિ.મી. સુધી સમાન રહે છે જે વાઈ-ફાઈની સાપેક્ષમા વધારે છે. લેપટોપ માટે આ સીમા ૫ થી ૧૫ કિમી રહેશે, જ્યારે ફિક્સડ કમ્પ્યુટર સ્ટેશનો માટે ૫૦ કિ.મી. રહેશે.

વાઇમેક્સ પર ૧૯૯૦ દરમિયાન કેટલીક કંપનિયોં જેવી કે એટીએંડટી, નોકિયા અને વેરીઝોન ના ઇજનેરોએ કામ કરવાનુ શરૂ કર્યુ હતુ. બધી કપંનીઓ આવી તકનીક બનાવા માગતી હતી. ઇન્ટેલ કૉર્પોરેશને આ વિચારને લઈને આગળ વધી અને વાઈ-ફાઈથી સારી આ તકનીક ૨૦૦૨ મા અસ્તિત્વ મા આવી. વાઈ-ફાઈની રેંજ જ્યા કેટલાક મીટર સુધી જ હોય છે, ત્યા વાઇમેક્સ લાબી દૂરી સુધીની ક્ષમતા વાળી પ્રણાલી છે. આની સહાયતાથી મોટા વિસ્તારોને ઓછા ટાવરોની મદદથી આવરી શકાય છે. દસ કિ.મી.ની દૂરી સુધી વાઇમેક્સની સ્પીડ સમાન રહે છે. આની ડાઉનલોડ ક્ષમતા ૨૦ એમબીપીએસ છે. આ વાયરલેસ કવરેજની ક્ષમતા દસથી ત્રીસ ગણી વધારી દે છે. આ સેવા માટે સ્પેક્ટ્રમ આવૃત્તિ બેન્ડવીથની સરકારે નિલામી કરી છે. [] આ સેવા ભારત સંચાર નિગમ લિમિટેડ એ ભારતમા સર્વપ્રથમ જયપુર થી આરંભ કરી હતી. [] આ વાઇમેક્સ તકનીકની મદદથી ટેલીફોન ની જગ્યાએ નાના એન્ટિના લગાવામા આવશે, જે ટાવરના સંપર્કમા રહેશે, જેનાથી 25 કિમીના દાયરામા ઇંટરનેટ ચાલી શકશે. આ પછી મુંબઈમા આ સેવા આરંભ કરવા માટે ઘણી ભારતીય દૂરસંચાર કંપનિઓ પ્રયાસરત્ છે. જેમા ટાટા કમ્યુનિકેશન્સ અગ્રણી છે. []

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. http://en.wikipedia.org/wiki/IEEE_802.16
  2. "3જી સ્પેક્ટ્રમ-વાઈ મૈક્સ કી નીલામી હોગી". મૂળ માંથી 2011-08-16 પર સંગ્રહિત. મેળવેલ 2010-05-28. સંગ્રહિત ૨૦૧૧-૦૮-૧૬ ના રોજ વેબેક મશિન
  3. "વાઈ-મૈક્સ સે અપડેટ હોગા "નેટ"". મૂળ માંથી 2011-09-29 પર સંગ્રહિત. મેળવેલ 2010-05-28.
  4. ટાટા ફૈલાએગી વાઈ મૈક્સ કા જાલ

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]