વિકિપીડિયા ચર્ચા:નારીવાદ અને લોકસંસ્કૃતિ ૨૦૨૪

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

નિર્ણાયક[ફેરફાર કરો]

માન્યવર @Dsvyas, અહીં નિર્ણાયક તરીકે મારું નામ જોડવા બદલ આભાર. જોકે, મારા તરફથી કેટલીક બાબતો સ્પષ્ટ કરવા ઇચ્છું છું. હું આ પ્રતિયોગિતામાં પ્રતિભાગી તરીકે યોગદાન આપવાનો હોઈ conflict of interests (હિતોનો ટકરાવ) ન થાય એ હેતુથી મને નિર્ણાયકની ભૂમિકામાં ગણવો નહિ. (જોકે, સ્પર્ધામાં નિર્ણાયક ભાગ લઈ શકે અને ન લઈ શકે એ બંન્ને વિકલ્પ ઉપલબ્ધ છે) કેમ્પેઇન્ ટૂલમાં નિર્ણાયક તરીકે મારું પણ નામ હોવા બાબત એટલો જ ખુલાસો કરવાનો કે ટૂલ ક્રિએટ કરતી વખતે મારું નામ ત્યાં નિર્ણાયક તરીકે ડિફોલ્ટ આવી ગયું હતું. હું ત્યાંથી મારું નામ હટાવી શક્યો હોત અલબત્ત, નામ ન હટાવવા પાછળ મારા બે તર્ક હતા. એક તો, ટૂલ ક્રિએશનમાં ક્યાંય ખામી સર્જાય તો હું તે મઠારી શકું અને બીજું એ કે પ્રતિભાગીની સાથોસાથ નિર્ણાયક તરીકે આ આખું ટૂલ કેવી રીતે કામ આપે છે તે જોવાની મારી જિજ્ઞાસા. સ્નેહરશ્મિ (ચર્ચા) ૨૧:૨૨, ૧ ફેબ્રુઆરી ૨૦૨૪ (IST)[ઉત્તર]

કોઈ વાંધો નહીં, હું સમજી શકું છું. તમે સ્પર્ધક બની રહો, અહીંથી હું તમારું નામ નિર્ણાયક તરીકે દૂર કરું છું. ધવલચર્ચા/યોગદાન ૨૧:૨૬, ૧ ફેબ્રુઆરી ૨૦૨૪ (IST)[ઉત્તર]

Sorry to type in English. The Gujarati logo for FNF 2024 is available on commons. Please change the same on your site notice and project page. Thank you and all the best for organising

FNF24 GU

Tiven2240 (ચર્ચા) ૦૭:૩૨, ૮ ફેબ્રુઆરી ૨૦૨૪ (IST)[ઉત્તર]

 કામ થઈ ગયું
આભાર. સ્નેહરશ્મિ (ચર્ચા) ૦૮:૨૬, ૯ ફેબ્રુઆરી ૨૦૨૪ (IST)[ઉત્તર]