વિકિપીડિયા:નારીવાદ અને લોકસંસ્કૃતિ ૨૦૨૪
નારીવાદ અને લોકસંસ્કૃતિ ૨૦૨૪
નારીવાદ અને લોકસંસ્કૃતિ એ વિશ્વના વિવિધ પ્રદેશોમાં લોકસંસ્કૃતિઓ અને લોકસાહિત્યમાં મહિલાઓનું દસ્તાવેજીકરણ કરવા માટે દર વર્ષે ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં વિકિપીડિયા પર યોજાતી આંતરરાષ્ટ્રીય લેખન સ્પર્ધા છે. આ પરિયોજના વિશ્વભરની લોકસાહિત્યની પરંપરાઓના દસ્તાવેજીકરણ માટે વિકિમીડિયા કૉમન્સ પર આયોજિત ફોટોગ્રાફી અભિયાન વિકિ લવ્સ ફોકલોર (WLF)ની વિકિપીડિયા આવૃત્તિ છે. આ સ્પર્ધાનો મૂળ હેતુ વિશ્વવ્યાપી મુક્ત જ્ઞાનકોશ વિકિપીડિયા અને વિકિમીડિયા ફાઉન્ડેશનના અન્ય પ્રોજેક્ટ્સમાં માનવ સાંસ્કૃતિક વૈવિધ્ય પર લેખો એકત્ર કરવાનો છે. આ વર્ષે અમે વિશ્વભરમાં લોક સંસ્કૃતિ પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ, જેમાં લિંગભેદના અંતરને ઘટાડવા પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. પૃષ્ઠભૂમિ[ફેરફાર કરો]સહયોગી જ્ઞાનના સર્જનની નૈતિકતાના મૂળમાં રહેલી, નારીવાદ અને લોકસંસ્કૃતિ લેખન સ્પર્ધા સ્થાનિક સંસ્કૃતિઓ, પરંપરાઓ અને તેમાં મહિલાઓ જે વિવિધ ભૂમિકાઓ ભજવે છે તેને વ્યાપકરૂપે આવરી લેવાની જરૂરિયાતના પ્રતિભાવ તરીકે ઊભરી આવે છે. લોકવાયકા એ વાર્તાઓ, ધાર્મિક વિધિઓ અને રિવાજોનો ભંડાર છે, જે વિશ્વભરના સમુદાયોના હૃદયમાં એક અનન્ય સ્થાન પ્રદાન કરે છે. આ સ્પર્ધાનો હેતુ વિકિમીડિયા પ્રોજેક્ટ્સના ગુંથણમાં આ સાંસ્કૃતિક તંતુઓને વણવાનો છે, જેમાં નવા લેખોના સર્જનને પ્રોત્સાહન આપવામાં આવે છે અથવા નારીવાદ અને લોકવાયકાને વણી લેતા વર્તમાન લેખોનું વિસ્તરણ કરવામાં આવે છે. સ્થાનિક પ્રસંગોના જીવંત ચાકળાનું દસ્તાવેજીકરણ કરવાની વાત હોય, લોકવાયકાઓને આકાર આપનારી મહિલાઓની વણથંભી વાર્તાઓ હોય કે પછી વર્ષો જૂની પરંપરાઓ પર પ્રકાશ પાડવાની વાત હોય, આ સ્પર્ધા ફાળો આપનારાઓને વાર્તાકાર બનવાની અને સાંસ્કૃતિક જાળવણીની હિમાયત કરવાની સત્તા આપે છે. વિકિપીડિયાના માધ્યમ દ્વારા, અમે ઓછા પ્રતિનિધિત્વ ધરાવતા સમુદાયોના અવાજોને વિસ્તૃત કરવા માંગીએ છીએ, જેથી તેમની વાર્તાઓ, ઐતિહાસિક અને સમકાલીન બંને, વૈશ્વિક કથામાં સ્થાન મેળવે તે સુનિશ્ચિત કરીએ છીએ. અમૂર્ત સાંસ્કૃતિક વારસો નારીવાદ અને લોકવાયકા વચ્ચે એક શક્તિશાળી સેતુનું કામ કરે છે, જે વિકિપીડિયા પર પરંપરાગત જ્ઞાનના ક્ષેત્રમાં લિંગ અંતરને દૂર કરવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. આ વારસામાં ધાર્મિક વિધિઓ, મૌખિક પરંપરાઓ અને પ્રદર્શન કલાઓ સહિત પેઢીઓથી પસાર થતી જીવંત અભિવ્યક્તિઓનો સમાવેશ થાય છે. સ્ત્રીઓ અને લોકવાયકાઓ વચ્ચેના અંતર્નિહિત જોડાણને માન્યતા આપીને, અમૂર્ત સાંસ્કૃતિક વારસાનું દસ્તાવેજીકરણ પરિવર્તનકારી કૃત્ય બની જાય છે. વાર્તાઓ, પ્રથાઓ અને કલાત્મક અભિવ્યક્તિઓ કે જેનું મૂળ ઘણીવાર સ્ત્રીઓના અનુભવોમાં રહેલું હોય છે તેને મંચ પ્રદાન કરીને આપણે માત્ર લિંગ અંતરને જ દૂર નથી કરતા, પરંતુ સાંસ્કૃતિક વર્ણનોમાં તેમના યોગદાનની દૃશ્યતાને પણ ઉન્નત કરીએ છીએ. વિકિપીડિયાના લેખોમાં આ અમૂર્ત તંતુઓને વણવામાં, અમે લોકસંસ્કૃતિઓના વધુ સમાવેશી પ્રતિનિધિત્વને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરીએ છીએ, મહિલાઓને સાંસ્કૃતિક વારસાના વાહક અને સર્જકો તરીકે સશક્ત બનાવીએ છીએ, અને જ્ઞાનના વૈશ્વિક ભાતીગળ ચાકળાને સમૃદ્ધ કરીએ છીએ. સ્પર્ધાની વિગતો[ફેરફાર કરો]૨૦૧૯થી આયોજીત આ બહુભાષી વિકિપીડિયા સ્પર્ધાનું ગુજરાતી પ્રકલ્પ પર તૃતીય આયોજન છે. પ્રતિયોગિતા વિશેની વધુ માહિતી મેટા પ્રોજેક્ટ ઉપર જોઈ શકાશે. આ પરિયોજના નારીવાદ તથા મહિલા કેન્દ્રિત વિષયો પર આધારિત છે, જેમાં લોકકથાઓ, લોકસંસ્કૃતિ (લોક કલાકાર, લોક ગાયક, લોક સંગીતકાર, નર્તકી) મહિલા રમતવીર, લોકકથાઓમાં મહિલા યોદ્ધાઓ, પૌરાણિક મહિલાપાત્રો, પરીકથાઓમાં મહિલાઓ ઉપરાંત તહેવારો, નૃત્યો, રાંધણકળા, કપડાં અથવા દૈનિક જીવનની દિનચર્યા જે તે વિસ્તારની લોક સંસ્કૃતિ જેવા મુખ્ય વિષય સાથે સંબંધિત હોય અને લિંગભેદના અંતરને ઘટાડવા પર ધ્યાન કેન્દ્રિત કરતા હોય તેવા વિષયોનોસમાવેશ કરવામાં આવ્યો છે. આ વર્ષે, નારીવાદ અને લોકસંસ્કૃતિ લેખન પ્રતિયોગિતા એક કેન્દ્રિત અભિગમ અપનાવે છે, જેમાં વિકિ લવ્સ ફોકલોરના વ્યાપક વિષયમાં નારીવાદ, મહિલા જીવનચરિત્રો અને લિંગ-કેન્દ્રિત વિષયો પર ભાર મૂકવામાં આવ્યો છે. આ પ્રકલ્પનો હેતુ લોક સંસ્કૃતિના ગતિશીલ આંતરછેદ અને વિવિધ લિંગ પરિપ્રેક્ષ્યોની શોધ કરીને વિકિપીડિયા પર લિંગ અંતરને દૂર કરવાનો છે.
પ્રકાર[ફેરફાર કરો]
સમયગાળો[ફેરફાર કરો]
નિયમ[ફેરફાર કરો]
ઇનામ[ફેરફાર કરો]
સ્પર્ધા અંતર્ગત તૈયાર કરવામાં આવેલા લેખોમાંથી તેના આગવા વિષય અને સ્પર્ધાના વિષયને સંલગ્નતાને આધારે નિર્ણાયક એક લેખ પસંદ કરશે જે અન્ય લેખો કરતા અલગ તરી આવતો હોય. આ લેખ બનાવનાર સભ્યને નિર્ણાયકે નિર્ધારીત કરેલ શ્રેષ્ઠ લેખનું ઇનામ એનાયત કરવામાં આવશે. વિવિધ વિકિપીડીયા પર પસંદગી પામેલા આવા લેખો વિકિમિડીયાના સોશિયલ મિડિયા પરથી પ્રકાશિત પણ કરવામાં આવશે. જોડાઓ[ફેરફાર કરો]જોડાવા માટે અહીં ક્લિક કરો:
સ્પર્ધકો[ફેરફાર કરો]
લેખ રજૂ કરો[ફેરફાર કરો]
નિર્ણાયક[ફેરફાર કરો]પરિણામ અને અહેવાલ[ફેરફાર કરો]આ સ્પર્ધાના બધાજ ઈનામો જાહેર કરવામાં આવ્યા છે, જે નીચે મુજબ છે. વધુ વિગતો જોવા માટે અહેવાલ વાંચો.
આ પણ જુઓ[ફેરફાર કરો]
|