વિકિપીડિયા:નારીવાદ અને લોકસંસ્કૃતિ ૨૦૨૩

વિકિપીડિયામાંથી


નારીવાદ અને લોકસંસ્કૃતિ ૨૦૨૩

નારીવાદ અને લોકસંસ્કૃતિ વિકિપીડિયા પર વિશ્વના વિવિધ પ્રદેશોમાં લોકસંસ્કૃતિઓ અને લોકસાહિત્યમાં મહિલાઓનું દસ્તાવેજીકરણ કરવા માટે દર વર્ષે ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં વિકિપીડિયા ખાતે યોજાતી આંતરરાષ્ટ્રીય લેખન સ્પર્ધા છે. આ પરિયોજના વિશ્વભરની લોકસાહિત્યની પરંપરાઓના દસ્તાવેજીકરણ માટે વિકિમીડિયા કૉમન્સ પર આયોજિત ફોટોગ્રાફી અભિયાન વિકિ લવ્સ ફોકલોર (WLF)ની વિકિપીડિયા આવૃત્તિ છે.

આ સ્પર્ધાનો મૂળ હેતુ વિશ્વવ્યાપી મુક્ત જ્ઞાનકોશ વિકિપીડિયા અને વિકિમીડિયા ફાઉન્ડેશનના અન્ય પ્રોજેક્ટ્સમાં માનવ સાંસ્કૃતિક વૈવિધ્ય પર લેખો એકત્ર કરવાનો છે. આ વર્ષે અમે વિશ્વભરમાં લોક સંસ્કૃતિ પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ, જેમાં લિંગભેદના અંતરને ઘટાડવા પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે.


પ્રકાર[ફેરફાર કરો]

  • માત્ર ઑનલાઇન સ્પર્ધા

વિષયવસ્તુ[ફેરફાર કરો]

૨૦૧૯થી આયોજીત આ બહુભાષી વિકિપીડિયા સ્પર્ધાનું ગુજરાતી પ્રકલ્પ પર દ્વિતીય આયોજન છે. પ્રતિયોગિતા વિશેની વધુ માહિતી મેટા પ્રોજેક્ટ ઉપર જોઈ શકાશે. આ પરિયોજના નારીવાદ તથા મહિલા કેન્દ્રિત વિષયો પર આધારિત છે, જેમાં લોકકથાઓ, લોકસંસ્કૃતિ (લોક કલાકાર, લોક ગાયક, લોક સંગીતકાર, નર્તકી) મહિલા રમતવીર, લોકકથાઓમાં મહિલા યોદ્ધાઓ, પૌરાણિક મહિલાપાત્રો, પરીકથાઓમાં મહિલાઓ ઉપરાંત તહેવારો, નૃત્યો, રાંધણકળા, કપડાં અથવા દૈનિક જીવનની દિનચર્યા જે તે વિસ્તારની લોક સંસ્કૃતિ જેવા મુખ્ય વિષય સાથે સંબંધિત હોય અને લિંગભેદના અંતરને ઘટાડવા પર ધ્યાન કેન્દ્રિત કરતા હોય તેવા વિષયોનોસમાવેશ કરવામાં આવ્યો છે.

સમયગાળો[ફેરફાર કરો]

  • ૧ ફેબ્રુઆરી ૨૦૨૩, (૦૦.૦૧ રાત્રે) – ૧૫ એપ્રિલ ૨૦૨૩ (૧૧.૫૯ રાત્રે)
  • નવા બનાવેલાં અથવા વિસ્તાર કરેલા લેખનું યોગદાન ઓછામાં ઓછું ૩૦૦ શબ્દો અને ૩૦૦૦ બાઇટ્સ હોવું જ જોઇએ.
  • લેખ સંપૂર્ણ રીતે મશીન ભાષાંતર ન હોવો જોઇએ.
  • બધા જ લેખો ૧ ફેબ્રુઆરી ૨૦૨૩, (૦૦.૦૧ રાત્રે) અને ૩૧ માર્ચ ૨૦૨૩, ૨૩:૫૯ (IST) વચ્ચે નવા બનાવેલા અથવા સુધારેલા હોવા જોઇએ
  • લેખ વિષયવસ્તુને અનુરૂપ મહિલાકેન્દ્રી, લોકસંસ્કૃતિઓ અને લોકસાહિત્યમાં મહિલાઓ સંબંધિત હોવા જોઈએ.
  • લેખ સાથે કોઇ મોટો મુદ્દો જેવો કે કોપીરાઇટનો ભંગ વગેરે સંકળાયેલ ન હોવો જોઇએ.
  • લેખમાં યોગ્ય સંદર્ભ હોવો જોઇએ.
  • આયોજકો દ્વારા રજૂ કરાયેલો લેખ અન્ય આયોજકો દ્વારા ચકાસાયેલો હોવો જોઇએ.
  • લેખ સ્વીકૃતિ/અસ્વીકૃતિનો અંતિમ અધિકાર નિર્ણાયક ઉપર નિર્ભર રહેશે.
  • આંતરરાષ્ટ્રીય સ્તરે ટોચના ત્રણ યોગદાનકર્તાઓને તેમના કુલ યોગદાનને આધારે ઇનામ આપવામાં આવશે.
  • ગુજરાતી પરિયોજના અંતર્ગત સૌથી વધુ લેખ બનાવનારને યોગદાનને આધારે ઇનામ આપવામાં આવશે.

જોડાવા માટે અહીં ક્લિક કરો:

સ્પર્ધકો[ફેરફાર કરો]

  1. સ્નેહરશ્મિ (ચર્ચા) ૨૦:૩૬, ૭ જાન્યુઆરી ૨૦૨૩ (IST)[ઉત્તર]
  2. Meghdhanu (ચર્ચા) ૦૮:૫૭, ૩૧ જાન્યુઆરી ૨૦૨૩ (IST)[ઉત્તર]
  3. Rajan shah (ચર્ચા) ૦૭:૩૫, ૫ ફેબ્રુઆરી ૨૦૨૩ (IST)[ઉત્તર]
  4. Nizil Shah (ચર્ચા) ૧૯:૫૦, ૫ ફેબ્રુઆરી ૨૦૨૩ (IST)[ઉત્તર]
  5. --Gazal world (ચર્ચા) ૧૪:૩૪, ૫ એપ્રિલ ૨૦૨૩ (IST)[ઉત્તર]

લેખ રજૂ કરો[ફેરફાર કરો]

નિર્ણાયક[ફેરફાર કરો]

  1. Dsvyas

પરિણામ અને અહેવાલ[ફેરફાર કરો]

આ પણ જુઓ[ફેરફાર કરો]