લખાણ પર જાઓ

કરિયાવર

વિકિપીડિયામાંથી
કરિયાવર
દિગ્દર્શકચતુર્ભુજ દોશી
લેખકશયદા, ચતુર્ભુજ દોશી
આધારીતશયદા કૃત વણઝારી વાવ
નિર્માતાચીમનલાલ દેસાઈ
કલાકારો
છબીકલાઆદી ઈરાની, જયંત દાદાવાલા
સંગીતઅજિત મર્ચન્ટ
નિર્માણ
નિર્માણ સંસ્થા
સાગર મુવીટોન
રજૂઆત તારીખ
૧૯૪૮
અવધિ
૧૩૮ મિનિટ
દેશભારત
ભાષાગુજરાતી

કરિયાવર એ ૧૯૪૮ની ભારતીય ગુજરાતી ફિલ્મ છે જે ચતુર્ભુજ દોશી દ્વારા લખાયેલી અને દિગ્દર્શિત છે. સાગર મુવીટોનના બેનર હેઠળ ચીમનલાલ દેસાઈ દ્વારા તેનું નિર્માણ કરવામાં આવ્યું હતું. તે શયદાની વાર્તા પર આધારિત હતી જે પોતે એક વાવની લોકકથા પર આધારિત હતી. સંગીત અજિત મર્ચન્ટે આપ્યું હતું.

એક ગામમાં નવા બનેલા મંદિરમાં મૂર્તિની સ્થાપવા માટે એવી શરત રાખવામાં આવેલી કે જે ઝેરી નાગને ઘડામાંથી બહાર કાઢે એને તેનો હક મળશે. ગામડાની છોકરી રાજુ આ પડકાર સ્વીકારે છે અને સફળ બને છે. નાગદેવતા રાજુથી પ્રસન્ન થાય છે અને તેને વચન આપે છે કે જ્યારે પણ તેને જરૂર પડે ત્યારે વાંસળી વગાડતા તે આવીને તેનું રક્ષણ કરશે. બાલમ વણઝારાનો પુત્ર માધવ રાજુના પ્રેમમાં પડે છે જ્યારે તેની પાલ્ય પુત્રી ચંપા વીરાના પ્રેમમાં પડે છે, જે માધવ માટે ઈર્ષ્યા રાખે છે અને રાજુનો પાડોશી છે. માધવ રાજુને ગરબા કરતી જોવા ગયો ત્યારે તેને નાગે ડંખ માર્યો. રાજુ અગાઉ આપેલા વચનનો ઉપયોગ કરે છે તેથી નાગ તેનું ઝેર પાછું ખેંચી લે છે પણ એવી શરત મૂકે છે કે ગામમાં એક વાવ ખોદવી. દરમિયાન રાજુ અને માધવ લગ્ન કરી લે છે. બદલો લેવા માટે વીરાએ વાવ ખોદવાની ખોટી જગ્યા બતાવી જેથી વાવમાં પાણી ફૂટ્યા જ નહિ. દુષ્કાળગ્રસ્ત ગામને વીરાએ જણાવ્યું કે નવપરણિત યુગલના બલિદાનની વાવમાં પાણી આવશે અને રાજુ-માધવને ફસાવવા પ્રયત્ન કર્યો. ચંપા વીરા સાથે લગ્ન કરવાનું નક્કી કરે છે અને બલિદાન આપવા સંમત થાય છે. છેવટે ચંપા અને વીરાના બલિદાનથી વાવના પાણીમાં પાણી ફૂટે છે અને ગામની દુકાળની સમસ્યાનું સમાધાન થાય છે.[][]

કલાકારો

[ફેરફાર કરો]
  • રાજુ તરીકે દીના સંઘવી[][]
  • ધુલિયા []
  • શોભા []
  • મુલચંદ ખીચડી []
  • મનહર દેસાઈ []
  • છનાલાલ []
  • ઉર્મિલા []
  • કુસુમ ઠાકુર
  • કમલકાંત
  • શ્યામાબાઈ
  • નરેન્દ્ર દેસાઈ

નિર્માણ

[ફેરફાર કરો]

ફિલ્મની વાર્તા શયદાની નવલકથા વણઝારી વાવ પર આધારિત હતી જે લોકકથા પર આધારિત હતી.[][] આ શ્વેત-શ્યામ ફિલ્મનું નિર્માણ સાગર મૂવીટોનના બેનર હેઠળ ચીમનલાલ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું જ્યારે પટકથા, સંવાદો અને દિગ્દર્શન ચતુર્ભુજ દોશી દ્વારા કરવામાં આવ્યું હતું.[][] તેમાં ગ્રામીણ, લોકકથા આધારિત, પૌરાણિક વાર્તા છે. ફિલ્મમાં પ્રેમ કથા જટિલ છે અને તેમાં સ્પષ્ટ જાતીય પ્રતીકાત્મક સંકેતો છે.[]

આ દીના સંઘવી ઉર્ફે દીના પાઠકની પ્રથમ ફિલ્મ તરીકે જાણીતી છે.[]

સંગીત અજિત મર્ચન્ટે આપ્યું હતું જ્યારે ગીતો ચૈતન્ય અને નંદકુમાર પાઠકે લખ્યા હતા.[] ગાયકોમાં ગીતા દત્ત, મુકેશ, મીના કપૂર અને સુમન બાનવલકરનો સમાવેશ થાય છે.

કરિયાવર
સંગીત દ્વારા
રજૂઆત૧૯૪૮
શૈલીફિલ્મ સંગીત
ભાષાગુજરાતી
નિર્માતાસાગર મૂવીટોન
બાહ્ય ધ્વનિ
audio icon સ્પોટીફાય
ટ્રૅક સૂચિ
ના. શીર્ષક ગાયકો લંબાઈ
૧. "મને માર્યા નૈનના બાણ" ગીતા દત્ત ૩:૧૦
૨. "ગોરી ઝાઝા ના રહીયે ગુમાનમાં" ગીતા દત્ત, મુકેશ ૩:૨૩
૩. "આવે ને જાય" મીના કપૂર ૩:૨૦
૪. "ભોળીને ભરમાવી" ગીતા દત્ત ૩:૦૧
૫. "ગોકુળિયું ગામ નાનું" ગીતા દત્ત, સુમન બાનવલકર ૩:૧૩
૬. "હે માન ભૂલેલી" મીના કપૂર ૩:૧૨
૭. "કેસુડાની કળીએ" અજિત મર્ચન્ટ, મીના કપૂર ૩:૦૨
૮. "મારે સપનાને માંડવડે" ગીતા દત્ત ૩:૧૦
૯. "વણઝારારે" અજિત મર્ચન્ટ, મીના કપૂર ૩:૧૫

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ ૧.૫ ૧.૬ ૧.૭ ૧.૮ Rajadhyaksha, Ashish; Willemen, Paul (1999). Encyclopedia of Indian Cinema (Revised આવૃત્તિ). Routledge. પૃષ્ઠ 311. ISBN 978-1-135-94325-7.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ ૨.૫ ૨.૬ ૨.૭ રઘુવંશી, હરીશ. "કરિયાવર". ગુજરાતી વિશ્વકોશ.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]