વિકિપીડિયા:નારીવાદ અને લોકસંસ્કૃતિ ૨૦૨૪/અહેવાલ

વિકિપીડિયામાંથી

ગુજરાતી વિકિપીડિયા પર ૧ ફેબ્રુઆરી ૨૦૨૪, (૦૦.૦૧ રાત્રે) – ૩૧ માર્ચ ૨૦૨૪ (૧૧.૫૯ રાત્રે) સુધી નારીવાદ અને લોકસંસ્કૃતિ ૨૦૨૪નું આયોજન થયું હતું.

સ્પર્ધા માટે લેખો રજૂ કરવા કેમ્પવીઝ ટૂલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.[૧]

આ સ્પર્ધામાં કુલ ૬ સભ્યોએ નામ નોંધાવ્યા હતા તે પૈકી કુલ ૫ સ્પર્ધકોએ કુલ ૪૯ લેખો સ્પર્ધા માટે બનાવ્યા હતા. આ પૈકી નિર્ણાયકે ૪૭ લેખોને સ્પર્ધા માટે મંજૂર કર્યા અને તેને ગુણ આપ્યા (જેમાં વિસ્તૃત કરેલા ૭ લેખનો પણ સમાવેશ થતો હતો).

પરિણામ[ફેરફાર કરો]

સ્નેહરશ્મિએ સૌથી વધુ ગુણ (૨૨) મેળવ્યા છે, તેથી તેમને વિજેતા જાહેર કરવામાં આવે છે. દ્વિતીય ક્રમે ૧૨ ગુણાંક સાથે મેઘધનુ અને ૮ ગુણાંક સાથે કાર્તિક તૃતીય ક્રમે વિજેતા રહ્યા છે. ભાગ લેનાર સૌ સભ્યોને અભિનંદન અને આભાર!

ભાગ લેનારા સભ્યો અને તેમનું યોગદાન
સભ્ય વિજેતા ક્રમ લેખો (નવા બનાવેલ + વિસ્તૃત) પ્રાપ્ત ગુણ
સ્નેહરશ્મિ ૨૨ (૧૯+૩) ૨૨
મેઘધનુ ૧૨ (૧૨+૦) ૧૨
કાર્તિક ૮ (૪+૪)
બૃહસ્પતિ ૪ (૪+૦)
નિઝિલ શાહ ૩ (૩+૦)

સ્પર્ધા અંતર્ગત લેખોની સંખ્યા એટલે કે ગુણાંક આધારે ઈનામની સાથેસાથે એક શ્રેષ્ઠ લેખને પણ ઈનામ આપવાનું પ્રયોજન હતું. આ માટે સભ્ય નિઝિલ શાહે બનાવેલો લેખ કરિયાવર પસંદ કરવામાં આવ્યો છે. કરિયાવર લેખ આ સ્પર્ધાની વિષયવસ્તુ નારીવાદ અને લોકસંસ્કૃતિને સૌથી વધુ બંધબેસતો લેખ છે, કારણ કે તે એક લોકકથા આધારિત ગુજરાતી નવલકથા પરથી બનેલા ચિત્રપટ વિષે છે અને કથાના કેન્દ્રમાં એક નારી રાજુ રહેલી છે. આમ તે લેખ નારીવાદ અને ગુજરાતની લોકસંસ્કૃતિ એમ બન્ને વિષયોને પૂરતો ન્યાય આપે છે.

વિહંગાવલોકન[ફેરફાર કરો]

વિહંગાવલોકન સંખ્યા
નામ નોંધાવનાર સભ્યો
લેખ રજૂ કરનાર સભ્યો
રજૂ થયેલા કુલ લેખો ૪૯
નવા બનેલા કુલ લેખો ૪૨
વિસ્તૃત કરેલા કુલ લેખો
કુલ મંજૂર લેખો ૪૭

ટીપ્પણી[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "CampWiz". tools.wikilovesfolklore.org.