લખાણ પર જાઓ

વિજયસ્તંભ, ચિત્તોડગઢ

વિકિપીડિયામાંથી
વિજયસ્તંભ
વિજયસ્તંભ
વિજયસ્તંભ, ચિત્તોડગઢ is located in India
વિજયસ્તંભ, ચિત્તોડગઢ
Indiaમાં સ્થાન
વિજયસ્તંભ, ચિત્તોડગઢ is located in રાજસ્થાન
વિજયસ્તંભ, ચિત્તોડગઢ
વિજયસ્તંભ, ચિત્તોડગઢ (રાજસ્થાન)
સામાન્ય માહિતી
પ્રકારસ્તંભ
સ્થાનચિત્તોડગઢ, રાજસ્થાન, ભારત
અક્ષાંશ-રેખાંશ24°53′16″N 74°38′43″E / 24.887870°N 74.645157°E / 24.887870; 74.645157
પૂર્ણ૧૪૪૮[]
ઉંચાઇ37.19 m (122 ft)[]
તકનિકી માહિતી
માળની સંખ્યા[]
રચના અને બાંધકામ
સ્થપતિસુત્રધાર જૈતા[]

વિજયસ્તંભ ભારત દેશના રાજસ્થાન રાજ્યના ચિત્તોડગઢ આવેલ એક સ્તંભ છે. આ સ્તંભ મેવાડના રાજા રાણા કુંભાએ મહેમૂદ ખિલજીના નેતૃત્વ હેઠળની માળવા અને ગુજરાતની સંયુક્ત સેનાઓ પર મેળવેલા વિજયના સ્મારકના રુપે ઇ.સ. ૧૪૪૨ અને ઇ.સ. ૧૪૪૯ વચ્ચેના સમયગાળામાં બનાવડાવ્યો હતો.

સ્થાપત્ય

[ફેરફાર કરો]

૧૨૨ ફૂટ ઊંચાઇ તેમ જ ૯ મજલા ધરાવતો વિજયસ્તંભ ભારતીય સ્થાપત્ય કલાની ઝીણવટભરી તેમ જ સુંદર કારીગરીનો અદભૂત નમૂનો, જે નીચેના ભાગમાં પહોળો, મધ્ય ભાગમાં સાંકડો તેમ જ ઉપરના ભાગમાં ફરી પહોળો ડમરુ જેવા આકારમાં દેખાય છે. સ્તંભના દરેક મજલા પર રવેશ તેમ જ બારીઓ મૂકવામાં આવેલ છે. આ સ્તંભમાં ઉપર જવા માટે અંદરના ભાગમાં ૧૫૭ પગથિયાંવાળી સીડી બનાવવામાં આવેલ છે, જેના દ્વારા ઉપરની અગાસીમાં પંહોચી શકાય છે. અહીંથી ચિત્તોડગઢનું આકાશીય અવલોકન કરી શકાય છે. જો કે હાલ મુલાકાતીઓ માટે ઉપર અગાસીમાં જવાનો રસ્તો બંધ કરવામાં આવેલ છે. સ્તંભના અંદરની દિવાલમાં તેમ જ બહારની દિવાલમાં હિંદુ દેવી-દેવતાઓની મૂર્તિઓ મૂકવામાં આવી છે, જેમાં અર્ધનારીશ્વર, ઉમા-મહેશ્વર, લક્ષ્મીનારાયણ, બ્રહ્મા, સાવિત્રી, હરિહર, પિતામહ વિષ્ણુના વિભિન્ન અવતારો તેમ જ રામાયણ અને મહાભારતના પાત્રોની સેંકડો મૂર્તિઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ઉપરના મજલાઓની છતમાં ચિત્તોડગઢના શાસકોનાં ચિત્રો પણ મુકાયેલ છે. આ સ્તંભના નિર્માણકાર્યના સ્થપતિ જૈતા અને એના પુત્રો નાપા, પુજા તેમ જ પોમાનાં ચહેરાઓ પાંચમા મજલા પર કોતરવામાં આવેલ છે. વિજયસ્તંભના નિમાર્ણમાં લાલ પથ્થર તેમ જ શ્વેત આરસપહાણનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ "Chittaurgarh Fort, Distt. Chittaurgarh". Archaeological Survey of India. મૂળ માંથી 2007-10-21 પર સંગ્રહિત. મેળવેલ 15 April 2015.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]