દશેરા
Appearance
(વિજયા દશમી થી અહીં વાળેલું)
દશેરા | |
---|---|
દશેરા દુર્ગા અથવા રામના વિજયનું પ્રતીક છે.[૧] | |
બીજું નામ | વિજ્યા દશમી, દસરા |
પ્રકાર | ધાર્મિક, સાંસ્કૃતિક |
મહત્વ | અધર્મ પર ધર્મના વિજયનો ઉત્સવ |
ઉજવણીઓ | રામલીલા અથવા દુર્ગા પૂજાનો અંત |
ધાર્મિક ઉજવણીઓ | પંડાલો, નાટકો, લોકમેળા, રાવણના પૂતળાંનું દહન, દુર્ગા મૂર્તિનું વિસર્જન |
તારીખ | આસો (સપ્ટેમ્બર અથવા ઓક્ટોબર) |
દશેરા ભારતમાં ઉજવાતો એક હિંદુ તહેવાર છે, જે નવરાત્રી પુરી થયા બાદ આવે છે. ગુજરાતી પંચાંગ મુજબ આસો માસની સુદ દસમને દિવસે આવે છે. લંકાનાં રાજા રાવણ ઉપર ભગવાન રામચંદ્ર એ મેળવેલાં વિજયનાં માનમાં આ તહેવાર ઉજવવામાં આવે છે, માટે તેનું બીજું નામ વિજયા દશમી પણ છે.
દશેરાના તહેવારના દિવસે ભારતના વિવિધ ભાગોમાં જુદી-જુદી ઉજવણી થાય છે. ભારતના દક્ષિણ, પૂર્વીય અને ઉત્તરપૂર્વીય રાજ્યોમાં વિજ્યાદશમી દુર્ગા પૂજાનો અંત દર્શાવે છે, જે રાક્ષસ મહિષાસુર પર દેવી દુર્ગાના વિજયનો ઉત્સવ છે. ઉત્તરીય અને પશ્ચિમી રાજ્યોમાં, આ તહેવારને દશેરા કહેવામાં આવે છે. આ પ્રદેશોમાં, તે "રામલીલા" ના અંતને દર્શાવે છે અને રાવણ પર ભગવાન રામની જીતને યાદ કરે છે.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ Christopher John Fuller (2004). The Camphor Flame: Popular Hinduism and Society in India. Princeton University Press. પૃષ્ઠ 108–109. ISBN 978-0-69112-04-85.
- ↑ 2017 Holidays National Informatics Centre (NIC), MeitY, Government of India
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |