લખાણ પર જાઓ

વિશિષ્ટ સેવા ચંદ્રક

વિકિપીડિયામાંથી
વિશિષ્ટ સેવા ચંદ્રક

Awarded by ભારતના રાષ્ટ્રપતિ
Countryભારત
Typeલશ્કરી સન્માન
Awarded forસશસ્ત્ર દળોની તમામ રેન્ક માટે વિશિષ્ટ સેવા બદલ
Statistics
Established૨૬ જાન્યુઆરી ૧૯૬૦
Precedence
Next (higher)સેના ચંદ્રક (ભૂમિસેના)
નૌસેના ચંદ્રક (જળસેના)
વાયુસેના પદક (હવાઈદળ)
Equivalentયુદ્ધ સેવા ચંદ્રક
Next (lower)ઉત્તમ જીવન રક્ષા ચંદ્રક[]

વિશિષ્ટ સેવા ચંદ્રક (વીએસએમ) એ ભારતીય સશસ્ત્ર દળોનું એક લશ્કરી સન્માન છે. તેને ભારતીય સશસ્ત્ર દળોના તમામ રેન્કને "ઉચ્ચ ક્રમની વિશિષ્ટ સેવા" આપવા માટે એનાયત કરવામાં આવે છે.

આ ચંદ્રકની સ્થાપના મૂળરૂપે "વિશિષ્ટ સેવા મેડલ, વર્ગ-૩" તરીકે કરવામાં આવી હતી.[] ૨૭ જાન્યુઆરી ૧૯૬૭ના રોજ તેનું નામ બદલીને તેના વર્તમાન નામ કરવામાં આવ્યું હતું. ચંદ્રકની ડિઝાઇન યથાવત રહી હતી અને આ ફેરફાર ફક્ત દસ્તાવેજમાં જ પ્રતિબિંબિત થાય છે.

યુદ્ધકાલીન સમયમાં વિશિષ્ટ સેવાને માન્યતા આપવા માટે ૧૯૮૦થી યુદ્ધ સેવા ચંદ્રકની શરૂઆત કરવામાં આવી હતી.[] ત્યારથી વિશિષ્ટ સેવા ચંદ્રક (VSM) યુદ્ધકાલીન સેવા સિવાયની સેવાઓ માટે મર્યાદિત કરવામાં આવ્યો છે.

ચંદ્રક

[ફેરફાર કરો]

આ ચંદ્રક ૩૫ મીમીનો એક વર્તુળાકાર ચંદ્રક છે, જેની મધ્યમાં એક તારો અંકિત છે. બીજી બાજુએ હિન્દીમાં "વિશિષ્ટ સેવા મેડલ" સાથે રાષ્ટ્રમુદ્રા અંકિત કરવામાં આવી છે. રિબન પીળા રંગમાં ૩૨ મીમી લાંબી હોય છે, જેમાં ત્રણ ૨ મીમીના ઘેરા વાદળી પટ્ટાઓ તેને ચાર સમાન ભાગમાં વિભાજિત કરે છે.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Precedence Of Medals". indianarmy.nic.in/. Indian Army. મેળવેલ 9 September 2014. {{cite web}}: Check date values in: |access-date= (મદદ)
  2. ૨.૦ ૨.૧ Ed Haynes. "Vishisht Seva Medal". મૂળ માંથી 2007-07-27 પર સંગ્રહિત. મેળવેલ 2022-02-17. {{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (મદદ)