સંસ્કૃતિ (સામયિક): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Rescuing 1 sources and tagging 0 as dead.) #IABot (v2.0.9.2 |
Pankti2024 (ચર્ચા | યોગદાન) નાનું →બાહ્ય કડી ટેગ્સ: Reverted વિઝ્યુલ સંપાદન Edit Check (references) activated Edit Check (references) declined (other) |
||
લીટી ૧: | લીટી ૧: | ||
'''સંસ્કૃતિ''' સામયિક ગુજરાતી ભાષાના જાણીતા સાહિત્યકાર [[ઉમાશંકર જોશી]] દ્વારા માસિક સ્વરુપે |
'''સંસ્કૃતિ''' સામયિક ગુજરાતી ભાષાના જાણીતા સાહિત્યકાર [[ઉમાશંકર જોશી]] દ્વારા જાન્યુઆરી ૧૯૪૭ થી ૧૯૭૯ સુધી માસિક સ્વરુપે પ્રગટ થતું હતું અને ૧૯૮૦ થી ડિસેમ્બર ૧૯૮૪ સુધી એ ત્રેમાસિક રૂપે પ્રકાશિત થયું. સામયિકના તમામ અંકો http://umashankarjoshi.in/ પર ઉપલબ્ધ છે. સામયિકનું નિકટવર્તિ વાંચન આપણી સામે ઉમાશંકર જોશીના સંસ્કૃતિ અંગેના ખ્યાલો સ્પષ્ટ કરી આપશે કે જે મહદઅંશે ગાંધીજી ના રંગે રંગાયેલા હતા. |
||
આ સામયિક મુખ્યત્વે સાહિત્ય, કળા, કેળવણી, ધર્મ, સાંપ્રત રાજકારણ અને અર્થકારણ જેવા વિષયોને આવરી લેતા લેખો પ્રકાશીત કરતુ હતું. મોટાભાગનાં અંકોની શરુઆત સંપાદક અને તંત્રી ઉમાશંકર જોશીના અગ્રલેખથી થતી હતી. સામયિકના મુખ્ય વિભાગોમાં 'સ્વાધ્યાય અને સમિક્ષા', 'પત્રમ્ પુષ્પમ્' અને 'અર્ધ્ય' જેવા વિભાગો રહેતા હતાં. આ માસિકમાંથી પ્રસિદ્ધ થયેલ લેખોનું સંકલન કરીને 'ઉઘાડી બારી' (૧૯૫૯) અને 'શિવસંકલ્પ' (૧૯૭૮) જેવા ગ્રથો પ્રકાશીત થયા હતાં. સંસ્કૃતિમાં ઉમાશંકર જોષી દ્વારા વિવિધ વિચાર આંદોલનો, સંમેલનો, પરિષદો, સમારોહો અને મહોત્સવોને લગતા લેખોનો પણ સમાવેશ થતો હતો. આ ઉપરાંત વિવિધ ક્ષેત્રોનાં જાણીતાં વ્યક્તિઓ વિષેની અવસાન નોંધો, અભિવાદન નોંધો અને ચરિત્રનોંધોનું પણ આલેખન થતુ હતું. ‘સંસ્કૃતિ’માં ‘જિપ્સીની આંખે’ ([[કિશનસિંહ ચાવડા]] – ‘જિપ્સી’), ‘ધર્માનુભવની સ્મરણયાત્રા’ ([[કાકાસાહેબ કાલેલકર|કાકાસાહેબ]]), ‘ચોપાટીને બાંકડેથી’ ([[ચુનીલાલ મડિયા]]), ‘ગુજરાતી સમાજનાં વહેણો’ (ડૉ. સુમન્ત મહેતા) અને [[સ્વામી આનંદ]]ના પ્રથમ વાર જ પ્રકાશિત થતાં ચરિત્રાત્મક લખાણો જેવી અનેક મહત્ત્વની લેખમાળાઓ રજૂ થતી હતી.<ref>{{Cite web|title=સંસ્કૃતિ (સામયિક) – Gujarati Vishwakosh – ગુજરાતી વિશ્વકોશ|url=https://gujarativishwakosh.org/સંસ્કૃતિ-સામયિક/|access-date=2021-11-20|language=gu}}</ref> |
|||
== સંદર્ભ == |
== સંદર્ભ == |
૧૫:૪૧, ૨ ડિસેમ્બર ૨૦૨૪ સુધીનાં પુનરાવર્તન
સંસ્કૃતિ સામયિક ગુજરાતી ભાષાના જાણીતા સાહિત્યકાર ઉમાશંકર જોશી દ્વારા જાન્યુઆરી ૧૯૪૭ થી ૧૯૭૯ સુધી માસિક સ્વરુપે પ્રગટ થતું હતું અને ૧૯૮૦ થી ડિસેમ્બર ૧૯૮૪ સુધી એ ત્રેમાસિક રૂપે પ્રકાશિત થયું. સામયિકના તમામ અંકો http://umashankarjoshi.in/ પર ઉપલબ્ધ છે. સામયિકનું નિકટવર્તિ વાંચન આપણી સામે ઉમાશંકર જોશીના સંસ્કૃતિ અંગેના ખ્યાલો સ્પષ્ટ કરી આપશે કે જે મહદઅંશે ગાંધીજી ના રંગે રંગાયેલા હતા.
આ સામયિક મુખ્યત્વે સાહિત્ય, કળા, કેળવણી, ધર્મ, સાંપ્રત રાજકારણ અને અર્થકારણ જેવા વિષયોને આવરી લેતા લેખો પ્રકાશીત કરતુ હતું. મોટાભાગનાં અંકોની શરુઆત સંપાદક અને તંત્રી ઉમાશંકર જોશીના અગ્રલેખથી થતી હતી. સામયિકના મુખ્ય વિભાગોમાં 'સ્વાધ્યાય અને સમિક્ષા', 'પત્રમ્ પુષ્પમ્' અને 'અર્ધ્ય' જેવા વિભાગો રહેતા હતાં. આ માસિકમાંથી પ્રસિદ્ધ થયેલ લેખોનું સંકલન કરીને 'ઉઘાડી બારી' (૧૯૫૯) અને 'શિવસંકલ્પ' (૧૯૭૮) જેવા ગ્રથો પ્રકાશીત થયા હતાં. સંસ્કૃતિમાં ઉમાશંકર જોષી દ્વારા વિવિધ વિચાર આંદોલનો, સંમેલનો, પરિષદો, સમારોહો અને મહોત્સવોને લગતા લેખોનો પણ સમાવેશ થતો હતો. આ ઉપરાંત વિવિધ ક્ષેત્રોનાં જાણીતાં વ્યક્તિઓ વિષેની અવસાન નોંધો, અભિવાદન નોંધો અને ચરિત્રનોંધોનું પણ આલેખન થતુ હતું. ‘સંસ્કૃતિ’માં ‘જિપ્સીની આંખે’ (કિશનસિંહ ચાવડા – ‘જિપ્સી’), ‘ધર્માનુભવની સ્મરણયાત્રા’ (કાકાસાહેબ), ‘ચોપાટીને બાંકડેથી’ (ચુનીલાલ મડિયા), ‘ગુજરાતી સમાજનાં વહેણો’ (ડૉ. સુમન્ત મહેતા) અને સ્વામી આનંદના પ્રથમ વાર જ પ્રકાશિત થતાં ચરિત્રાત્મક લખાણો જેવી અનેક મહત્ત્વની લેખમાળાઓ રજૂ થતી હતી.[૧]
સંદર્ભ
- ↑ "સંસ્કૃતિ (સામયિક) – Gujarati Vishwakosh – ગુજરાતી વિશ્વકોશ". મેળવેલ 2021-11-20.
બાહ્ય કડી
- સંસ્કૃતિ સામયિકના જુના અંકો સંગ્રહિત ૨૦૨૧-૦૭-૨૩ ના રોજ વેબેક મશિન
- ગુજરાતી વિશ્વકોશમાં સંસ્કૃતિ (સામયિક).