વિશ્વની સાત મોટી ભૂલો

વિકિપીડિયામાંથી

વિશ્વની સાત મોટી ભૂલોમહાત્મા ગાંધીએ તેમનાં પૌત્ર અરૂણ ગાંધીને, પોતાનાં જીવનનાં અંતિમ દિવસોમાં, એક કાગળની ચબરખી પર લખીને આપેલી યાદી છે,[૧] જે નીચે દર્શાવ્યા પ્રમાણે છે:

  • શ્રમ વિનાની સંપત્તિ (Wealth without work)
  • આત્મચેતના વિનાનો આનંદ (Pleasure without conscience)
  • ચારિત્ર્ય વિનાનું જ્ઞાન (Knowledge without character)
  • નૈતિક્તા વિનાનો વ્યાપાર (Commerce without morality)
  • માનવતા વિનાનું વિજ્ઞાન (Science without humanity)
  • બલિદાન વિનાની પ્રાર્થના (Worship without sacrifice)
  • સિદ્ધાંત વિનાનું રાજકારણ (Politics without principle)

આ યાદી ગાંધીજીએ હિંસાના મૂળ કારણને શોધવાનાં પ્રયત્નો દરમિયાન બનાવી હતી. આ કૃત્યોને તેઓ નિષ્ક્રિય હિંસા કહેતા. પોતાની જાતને અને સમાજને હિંસકવૃત્તિથી બચાવવાનો ઉત્તમ માર્ગ, આ ભુલોથી બચવું તે છે.

આ યાદીમાં, અરૂણ ગાંધીએ આઠમી ભુલ, "જવાબદારીઓ વિનાના હક્કો" (rights without responsibilities), ઉમેરી છે.[૨]

ટિપ્પણીઓ[ફેરફાર કરો]

અરૂણ ગાંધી[૨] અને સ્ટિફન કોવ (Stephen Covey)[૩] એ આના પર ટિપ્પણીઓ આપેલ છે. સ્ટિફન કોવનાં કહેવા મુજબ, આ તમામ ભુલો સામાજીક અને રાજકીય પરિસ્થિતિઓ સાથે સંકળાયેલ છે, અને આ તમામ "કાતિલ પાપો" નો ઇલાજ સ્પષ્ટ બાહરી માનક, કે કુદરતી સિદ્ધાંતો કે કાયદાઓમાં છે, સામાજીક મુલ્યોમાં નહીં. તેમણે ચોથી ભૂલને, 'આદમ સ્મિથે' પોતાના પુસ્તક 'નૈતિક ભાવનાઓનો સિદ્ધાંત' (The Theory of Moral Sentiments)માં આપેલ વિચાર સાથે સરખાવ્યો, જે વર્ણવે છે કે,આપણી સિસ્ટમની સફળતાનો પાયો નૈતિક આધાર પર છે. તે દાવો કરે છે કે, "અત્યાધિક પ્રભાવશાળી લોકોની સાત આદતો" આ સાત ભુલોથી બચવામાં મદદ કરે છે.

અરૂણ ગાંધીનાં કહેવા મુજબ, પ્રથમ ભુલનોં વિચાર જમીનદારી પ્રથામાંથી ઉદ્ભવેલ છે. ઉપરાંત પ્રથમ અને દ્વિતિય ભુલો એક બિજા સાથે સંકળાયેલ છે.

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ""વિશ્વની સાત મોટી ભૂલો"ની યાદી-ગાંધીજી." મૂળ માંથી 2006-09-15 પર સંગ્રહિત. મેળવેલ 2009-02-18.
  2. ૨.૦ ૨.૧ "અરૂણ ગાંધીનો લેખ". મૂળ માંથી 2005-03-08 પર સંગ્રહિત. મેળવેલ 2009-02-18.
  3. સ્ટિફન આર. કોવ , સિદ્ધાંત કેન્દ્રિત નેતૃત્વ, પાના. ૮૭-૯૩, Simon & Schuster Ltd., London

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]