વિશ્વ મધુપ્રમેહ દિવસ
વિશ્વ મધુપ્રમેહ દિવસ એ મધુપ્રમેહ પર ધ્યાન કેન્દ્રિત કરતી પ્રાથમિક વૈશ્વિક જાગૃતિ ઝુંબેશ છે અને દર વર્ષે ૧૪ નવેમ્બરે યોજાય છે.[૧]
આંતરરાષ્ટ્રીય મધુપ્રમેહ મહાસંઘ (ઇન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશન-આઇડીએફ)ની આગેવાની હેઠળ, દરેક વિશ્વ મધુપ્રમેહ દિવસ એ મધુપ્રમેહ સાથે સંબંધિત થીમ પર ધ્યાન કેન્દ્રિત કરે છે; ટાઇપ–૨ મધુપ્રમેહ (ડાયાબિટીસ) મોટા ભાગે અટકાવી શકાય તેવો અને સારવાર કરી શકાય તેવો બિન-ચેપી રોગ છે જે વિશ્વભરમાં ઝડપથી સંખ્યામાં વધી રહ્યો છે. ટાઇપ–૧ મધુપ્રમેહ (ડાયાબિટીસ) અટકાવી શકાય તેમ નથી પરંતુ ઇન્સ્યુલિન ઇન્જેક્શનથી સંચાલિત કરી શકાય છે.[૨] આ ઉજવણીના ભાગરૂપે આવરી લેવામાં આવેલા વિષયોમાં મધુપ્રમેહ અને માનવ અધિકારો, મધુપ્રમેહ અને જીવનશૈલી, મધુપ્રમેહ અને સ્થૂળતા, વંચિત અને નબળા લોકોમાં મધુપ્રમેહ તેમજ બાળકો અને કિશોરોમાં મધુપ્રમેહનો સમાવેશ થાય છે.[૩]
ઇતિહાસ
[ફેરફાર કરો]વિશ્વભરમાં મધુપ્રમેહના ઝડપી ફેલાવાના જવાબમાં આંતરરાષ્ટ્રીય મધુપ્રમેહ મહાસંઘ અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન–ડબલ્યુએચઓ) દ્વારા ૧૯૯૧માં વિશ્વ મધુપ્રમેહ દિવસ શરૂ કરવામાં આવ્યો હતો.[૨][૪]
૨૦૧૬થી, ૧૬૦થી વધુ દેશો અને પ્રદેશોમાં આંતરરાષ્ટ્રીય મધુપ્રમેહ મહાસંઘ(આઇડીએફ)ના ૨૩૦થી વધુ સભ્ય સંગઠનો તેમજ અન્ય સંસ્થાઓ, કંપનીઓ, સ્વાસ્થ્ય વ્યાવસાયિકો, રાજકારણીઓ, હસ્તીઓ અને મધુપ્રમેહ સાથે જીવતા લોકો અને તેમના પરિવારો દ્વારા વિશ્વ મધુપ્રમેહ દિવસની ઉજવણી કરવામાં આવી રહી હતી.[૫] ઉજવણીના ભાગરૂપે ડાયાબિટીસ સ્ક્રિનિંગ પ્રોગ્રામ્સ, રેડિયો અને ટેલિવિઝન ઝુંબેશ, રમતગમતની ઇવેન્ટ્સ અને અન્ય પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવે છે.
ઉજવણીના વિષયો
[ફેરફાર કરો]અગાઉના વિશ્વ મધુપ્રમેહ દિવસ અભિયાનોના વિષયો મધુપ્રમેહના જોખમ અને તેની જટિલતાઓને પ્રભાવિત કરનારા વિવિધ પરિબળો પર કેન્દ્રિત રહ્યા છે.[૬]
- ૨૦૧૩: ભવિષ્યનું રક્ષણ કરો: મધુપ્રમેહ શિક્ષણ અને નિવારણ.
- ૨૦૧૪: ગો બ્લ્યુ ફોર બ્રેકફાસ્ટ[upper-alpha ૧]
- ૨૦૧૫: તંદુરસ્ત આહાર.
- ૨૦૧૬: મધુપ્રમેહ પર નજર.
- ૨૦૧૭: મહિલાઓ અને મધુપ્રમેહ – તંદુરસ્ત ભવિષ્યનો અમારો અધિકાર.
- ૨૦૧૮–૧૯: પરિવાર અને મધુપ્રમેહ – મધુપ્રમેહ દરેક પરિવારથી સંબંધિત છે.[૭]
- ૨૦૨૦: પરિચારિકા અને મધુપ્રમેહ. [upper-alpha ૨]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ International DiabetesFederation. "World Diabetes Day | Diabetes: protect your family".
- ↑ ૨.૦ ૨.૧ "Previous campaigns". World Diabetes Day. International Diabetes Federation. મૂળ માંથી 23 જુલાઈ 2010 પર સંગ્રહિત. મેળવેલ 4 November 2010. Check date values in:
|archive-date=
(મદદ) - ↑ "The history of the discovery of insulin". Portsmouth Daily Times. 7 November 2017. મૂળ માંથી 8 નવેમ્બર 2017 પર સંગ્રહિત. મેળવેલ 14 November 2017.
- ↑ World Health Organization. Promoting health through the life-course: World Diabetes Day 2016. Geneva, accessed 7 November 2016.
- ↑ Diabetes.co.uk.Diabetes Week.
- ↑ "World Diabetes day: Themes and Activities". badhaai.com. 25 September 2017.
- ↑ "International Diabetes Federation – World Diabetes Day 2018–19". www.idf.org. મૂળ માંથી 2018-11-14 પર સંગ્રહિત. મેળવેલ 2021-11-14.
નોંધ
[ફેરફાર કરો]- ↑ મધુપ્રમેહ માટેનું આંતરરાષ્ટ્રીય પ્રતિક (લોગો) વાદળી વર્તુળ છે, તેથી આ નવેમ્બરમાં, આ અભિયાન દરેકને વાદળી વસ્ત્રો પહેરી તંદુરસ્ત નાસ્તો કરવા માટે જૂથોમાં મળીને 'ગો બ્લ્યુ ફોર બ્રેકફાસ્ટ' માટે પ્રોત્સાહિત કરી રહ્યું હતું.
- ↑ પરિચારિકાઓ જે મધુપ્રમેહથી પીડાતા દર્દીઓની સંભાળ રાખે છે તેમના સન્માનમાં આ ઉજવણી સમર્પિત કરવામાં આવી હતી.