વૅલેન્શિયન

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

વૅલેન્શિયનવૅલેન્શિયા ના પ્રદેશના લોકો દ્વારા ત્યાં બોલાતી એક ભાષાને અપાયેલું નામ છે. આ ભાષાને યુરોપના અન્ય ભાગોમાં કૅટલન કહે છે. બીજી બાજુ વૅલેન્શિયન શબ્દનો ઉપયોગ ભાષાશાસ્ત્રીઓ એવો કરે છે કે તે કૅટલન ભાષાની એક બોલી છે જે મધ્ય અને દક્ષિણ વૅલેન્શિયામાં બોલાય છે.

વૅલિન્શિયન વૅલેન્શિયાની સત્તાવાર ભાષા છે. જનરાલિટાટ વૅલેન્શિયાએ જૂન ૨૦૦૫માં છેલ્લે કરેલ ગણતરી પ્રમાણે વૅલેન્શિયાની વસ્તીમાં ૯૪% લોકો વૅલેન્શિયન સમજી શકે છે, લગભગ ૭૮% લોકો બોલી અને વાંચી શકે છે, જ્યારે ૫૦% લોકો લખી શકે છે.