વોલ્ગા નદી

વિકિપીડિયામાંથી
વોલ્ગા નદી (Волга)
રશિયાના ઉલ્યાનોવસ્ક ખાતે વોલ્ગા નદી
દેશ રશિયા
ઉપનદીઓ
 - ડાબે કામા નદી
 - જમણે ઓકા નદી
શહેરો અસ્ટ્રાખન, વોલ્ગોગ્રાડ, સારાતોવ, સમારા (રશિયા), ઉલ્યાનોવસ્ક, કઝાન, નિઝની નોવગોરોડ, યારોસ્લાવ્લ, ત્વેર
સ્ત્રોત
 - સ્થાન વલ્ડાઈ પહાડી, ત્વેર ઓબ્લાસ્ટ
 - ઉંચાઇ ૨૨૮[૧] m (સમીકરણ ક્ષતિ: અજ્ઞાત વિરામચિહ્ન "" નો ઉપયોગ. ft)
 - અક્ષાંસ-રેખાંશ
મુખ કાસ્પિયન સમુદ્ર
 - ઉંચાઇ −૨૮[૧] m (સમીકરણ ક્ષતિ: અજ્ઞાત વિરામચિહ્ન "" નો ઉપયોગ. ft)
 - અક્ષાંસ-રેખાંશ
લંબાઈ ૩,૫૩૦[૧] km (સમીકરણ ક્ષતિ: અજ્ઞાત વિરામચિહ્ન "" નો ઉપયોગ. mi)
Basin ૧૩,૮૦,૦૦૦ km2 (૫,૩૨,૮૨૧ sq mi)
Discharge for અસ્ટ્રાખન
 - સરેરાશ ૮,૦૬૦ m3/s (૨,૮૪,૬૩૬ cu ft/s)
[[Image:| 256px|alt=|]]

વોલ્ગા નદી (અંગ્રેજી: Volga) યુરોપમાં વહેતી એક નદી છે. તે કેસ્પિયન સમુદ્રમાં મળી જાય છે.

વોલ્ગા નદી યુરોપ અને યુરોપિયન રશિયા ખાતેની સૌથી લાંબી નદી[૧] અને રશિયાનો મહત્વપૂર્ણ જળમાર્ગ છે. વલ્ડાઇ પહાડી પર ૬૬૫ ફૂટ ઊંચાઈ પર આવેલ સ્ત્રોતથી બહાર નીકળે છે અને આ નદી ૧૩૦૦ માઇલ લાંબા વળાંકમય માર્ગ પરથી પસાર થઈ કેસ્પિયન સમુદ્રમાં મળી જાય છે અને તેનો મુખ-પ્રદેશ (ડેલ્ટા) લગભગ ૭૦ માઇલ પહોળો છે અને તેમાં આશરે ૨૦૦ જેટલા નિકાસ માર્ગ છે અને ડેલ્ટા સમુદ્ર સપાટીથી ૮૬ ફૂટ નિચાઈ પર આવેલ છે. વલ્ડાઇ પહાડી પરથી ઉતરાણ પછી નદી નાના નાના તળાવોની શૃંખલાઓને પોતાનામાં મેળવે છે. અકા (Oka), કામા (Kama) અને ઉંઝા મુખ્ય ઉપનદીઓ છે, વધારામાં તેની અનેક નાની ઉપનદીઓ છે. વોલ્ગા અને તેની ઉપનદીઓ દ્વારા ૫૬૩૦૦૦ ચોરસ માઇલ જેટલો સ્ત્રાવ-વિસ્તારનો જળનિકાસ થાય છે અને તેની કુલ લંબાઈ ૨૦૦૦૦ માઇલ જેટલી થાય છે. વોલ્ગાની મોટા ભાગની લંબાઈ વર્ષના ત્રણ મહિના માટે ઠડીમાં જામી જવાને લીધે સ્થિર થઈ જાય છે, જેના પર આ દિવસોમાં સ્લેજ દ્વારા માલવહન કરવામાં આવે છે. નદી નહેર દ્વારા બાલ્ટિક સમુદ્ર, આર્કટિક મહાસાગર અને મોસ્કો સાથે જોડાયેલ છે. નદીનો ખીણપ્રદેશ ઘઉં ઉત્પાદન અને ઈમારતી લાકડાના ઉદ્યોગનો મહત્વપૂર્ણ વિસ્તાર છે. આ નદીના કિનારા પર સ્થિત મહત્વપૂર્ણ શહેરો છે : સ્ટાલિનગ્રેડ, ગોર્કી, સરાટફ અને એસ્ટ્રાકૈન. વોલ્ગા નદીના ડેલ્ટા અને તેની નજીકના કેસ્પિયન સમુદ્રનું જળ વિશ્વ વિખ્યાત માછીમારી વિસ્તારો પૈકીનો એક છે. વસંત ઋતુમાં વોલ્ગા નદીમાં એટલું ભીષણ પૂર આવે છે કે કેસ્પિયન સમુદ્રનું જળ સ્તર વધી જાય છે. ઋતુ અને સ્થાન અનુસાર આ નદીની ઊંડાઈમાં પરિવર્તન થતું રહે છે.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ Scheffel, Richard L.; Wernet, Susan J., સંપાદકો (૧૯૮૦). Natural Wonders of the World. United States of America: Reader's Digest Association, Inc. પૃષ્ઠ 406. ISBN 0-89577-087-3.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]