શંખેશ્વરધામ કામણ તીર્થ
શંખેશ્વરધામ કામણ તીર્થ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા મહારાષ્ટ્ર રાજ્યના મુંબઈ નજીક આવેલું એક જૈનોનું ધાર્મિક સ્થળ છે. આ સ્થળ બોરીવલીથી ભીંવડી જતા માર્ગ પર વસઈ નજીક કામણ ગામ ખાતે આવેલું છે. નાના ડુંગર ઉપર આવેલા આ સ્થળની આજુબાજુ ડુંગરાળ વિસ્તાર હોવાને કારણે પ્રાકૃતિક સૌંદર્ય પણ માણવા મળે છે.
આ સ્થળ જૈન આચાર્ય દેવ શ્રીમદ યશોવિર્યસુરીશ્વરજી મહારાજની પ્રેરણાથી વિકાસ પામ્યું છે, જેમાં મુનિ સુવ્રતસ્વામી તથા શંખેશ્વર પ્રાર્શ્વનાથજી ભગવાન બિરાજમાન છે. અહીં ૨૨૦૦ વર્ષ જૂની શંખેશ્વર ભગવાનની મૂર્તિ ગુજરાત રાજયના પાટણ ખાતેથી લાવી અહીં પ્રતિષ્ઠા કરવામાં આવેલી છે. પ્રાથમિક તબકકે આ તીર્થધામ તરીકે વિકસાવવાનું નકકી થયેલું, પરંતુ યાત્રાળુઓ મોતી સંખ્યામાં અહીં દર્શન કરવા આવતા હોય તીર્થસ્થાન તરીકે વિકસાવવામાં આવેલ છે. આ તીર્થ પૂણ્યધામ તરીકે પણ ઓળખાય છે. અહિં ભોજન, રાત્રીમુકામ, નહાવા-ધોવાની વ્યવસ્થા ઉપલબ્ધ છે. પૂજા માટે પર્યાપ્ત સગવડ મળી રહે છે[૧].
આ તીર્થની નજીકમાં ગિરનાર ધામ, મહાવીર ધામ, પીયૂષ વાણી, આદેશ્વર ધામ તેમ જ અગાશી તીર્થ પણ આવેલ છે, આથી યાત્રાળુઓ પંચતીર્થના દર્શન કરી શકે છે.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ http://www.vishvagujarativikas.com/shankheshwar-tirtha/[હંમેશ માટે મૃત કડી] દાદા મુનિસુવ્રત સ્વામીનું તીર્થ એટલે કામણતીર્થ
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |