શબ્દશરણ ભાઈલાલભાઈ તડવી
શબ્દશરણ તડવી વિજય રૂપાણીના પહેલા મંત્રીમંડળમાં (વર્ષ ૨૦૧૬-૨૦૧૭) ગુજરાત સરકારના વન અને આદિજાતિ કલ્યાણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી[૧] હતા.
તેમનો જન્મ ૧૬ સપ્ટેમ્બર, ૧૯૬પના રોજ નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ડેકઇ ગામ ખાતે થયો હતો. તેઓ નર્મદા જિલ્લાની નાંદોદ બેઠક પરથી વર્ષ ૨૦૧૨ની ચૂંટણીમાં જીત મેળવી ૧૩મી વિધાનસભાના સભ્ય બન્યા હતા, પરંતુ વર્ષ ૨૦૧૭ની ચૂંટણીમાં તેમનો પરાજય થયો હતો. વર્ષ ૨૦૦૦ થી ૨૦૦૩ દરમિયાન ભાજપના નાંદોદ તાલુકા યુવા મોરચાના કારોબારી સભ્ય તરીકે તેમ જ વર્ષ ૨૦૦૩ થી ૨૦૦૭ દરમિયાન નાંદોદ તાલુકા પ્રમુખ તરીકે પણ સેવા આપી છે. તેઓ ગુજરાત ભાજપ આદિજાતિ મોરચાના પ્રદેશ કારોબારી સભ્ય પણ છે. વર્ષ ૨૦૧૨માં તેઓ પ્રથમ વાર વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી અને જીત્યા હતા[૨].
શબ્દશરણ તડવીના પિતા ભાઈલાલભાઈ આજીવન સર્વોદય કાર્યકર તરીકે કાર્યરત રહ્યા હતા. તેમની જેમ જ શબ્દશરણ તડવી પણ સહકારી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે. તેઓ વર્ષ ૧૯૯૫ થી વડોદરા ગ્રામવિકાસ સંઘ(ખાદી પ્રવૃત્તિ) ખાતે પણ કાર્યરત રહ્યા છે. આ સંસ્થામાં જ તેઓ મંત્રી, ટ્રસ્ટી અને ઉપપ્રમુખપદે પણ રહી ચૂક્યા છે.
તેમનો મુખ્ય વ્યવસાય ખાદી-પ્રવૃત્તિ અને ખેતી છે. તેમણે સહકારી ડિપ્લોમા સુધીનો અભ્યાસ કર્યો છે. તેમના પરિવારમાં પત્ની, બે પુત્ર અને એક પુત્રી છે. તેઓ ખાદી પ્રવૃત્તિ અને વાંચનનો શોખ ધરાવે છે.
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ "રૂપાણીના પ્રધાનમંડળમાં સવર્ણોનો દબદબોઃ જાણો કઈ જ્ઞાતિના ક્યા પ્રધાનનો સમાવેશ ?". એબીપીએસ અસ્મિતા ચેનલ. ૭ ઓગસ્ટ ૨૦૧૬. મૂળ માંથી 2016-10-29 પર સંગ્રહિત. મેળવેલ ૦૬ જુન ૨૦૧૮. Check date values in:
|access-date=
(મદદ) - ↑ "વ્યક્તિ વિશેષઃ શબ્દશરણ તડવી". ગુજરાત સમાચાર સમાચારપત્ર. ૧૯ ઓક્ટોબર ૨૦૧૬. મેળવેલ ૦૬ જુન ૨૦૧૮. Check date values in:
|access-date=
(મદદ)