શરણ રાની માથુર

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

શરણ રાની માથુર અથવા શરણરાણી માથુર (હિન્દી:शरण रानी; અંગ્રેજી:Sharan Rani Backliwal) (નવમી એપ્રિલ ૧૯૨૯ - આઠમી એપ્રિલ ૨૦૦૮) ભારતીય શાસ્ત્રીય સંગીત ક્ષેત્રના વિદ્વાન અને સુપ્રસિદ્ધ સરોદવાદક હતાં[૧][૨]. તેઓ એકમાત્ર એવા સંગીતકાર હતા કે જે સરોદ ઉપરાંત પખવાજ અને તબલાં સાથે સંગત કરતા હતા. તેણી પ્રથમ મહિલા સરોદવાદક હતા. તેમણે દ્રુપદ પરંપરા આગળ વધારી હતી. તેણી પાસે ૩૭૦ જેટલાં સંગીતના સાધનો હતાં. તેણી પાસે ૧૫મી સદી થી ૧૯મી સદી સુધીનાં વિવિધ સંગીતવાદ્યોનો સંગ્રહ હતો, જે એમણે રાષ્ટ્રીય સંગ્રહાલયને અર્પણ કર્યો હતો. હાલમાં આ વાદ્ય-સંગ્રહ દિલ્હી ખાતે આવેલા સંગીત વાદ્ય સંગ્રહાલય (મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ મ્યુઝિયમ)માં રાખવામાં આવેલ છે. એમને પદ્મશ્રી, પદ્મભૂષણ વગેરે સન્માન વડે પુરસ્કૃત કરવામાં આવ્યા હતા[૩]. ૧૯૯૨ના વર્ષમાં તેણીએ સરોદના ઉદ્‌ભવ, ઈતિહાસ તથા વિકાસને આવરી લેતું એક પુસ્તક પણ લખ્યું હતું[૪]. એમના સંગ્રહ પૈકીનાં ૪ (ચાર) વાદ્યો પસંદ કરી ઈ. સ. ૧૯૯૮ના વર્ષમાં ટપાલ-ટિકિટ પણ બહાર પાડવામાં આવી હતી.

નવમી એપ્રિલ, ૧૯૨૯ના દિવસે દિલ્હી ખાતે જન્મેલ શરણ રાની માથુરનું અવસાન દિલ્હીમાં જ આઠમી એપ્રિલ ૨૦૦૮ના દિવસે થયું હતું.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "Sharan Rani passes away: (1929 - 2008)". ITC Sangeet Research Academy.
  2. "When the music faded: Sharan Rani Backliwal, India's first woman sarod exponent, is no more". The Hindu. Apr 11, 2008. Check date values in: |date= (મદદ)
  3. "Padma Vibhushan, Padma Bhushan, Padma Shri awardees" (अंग्रेज़ी માં). द हिन्दू. २७ जनवरी २००१. Retrieved ८ दिसम्बर २०१३. Unknown parameter |trans_title= ignored (મદદ); Check date values in: |accessdate=, |date= (મદદ)CS1 maint: Unrecognized language (link)
  4. "संगीत जगत ने खोए दो अनमोल रत्न". जागरण. Unknown parameter |accessyear= ignored (|access-date= suggested) (મદદ); Unknown parameter |accessmonthday= ignored (મદદ)

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]