શર્વિલક

વિકિપીડિયામાંથી

શર્વિલકરસિકલાલ પરીખ લિખિત એક ગુજરાતી નાટક છે. આ નાટકને ૧૯૬૦નો ગુજરાતી ભાષા માટેનો સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો.[૧]

નાટક વિશે[ફેરફાર કરો]

રસિકલાલ પરીખ ગુજરાતી રંગભૂમિ પર ભજવી શકાય એવું એક શિષ્ટ નાટક રચવા માંગતા હતા. આથી તેમણે આ નાટક રચી તેને જયશંકર (‘સુંદરી’), જશવંત ઠાકર અને દીના ગાંધી જેવાં અભિનયવિદો અને પ્રો. આઠવલે તથા પ્રો. રા. વિ. પાઠક પાસે ચકાસણી માટે મોકલ્યું હતું. આને કારણે આ નાટકને પ્રસિદ્ધ કરવામાં ૨૫ થી ૩૦ વર્ષ લાગ્યા હતા.[૧]

આ નાટક ૫ ખંડ અને ૨૫ અંશો ધરાવે છે. આ નાટક બે સંસ્કૃત નાટકો દરિદ્ર ચારુદત્ત (લેખક ભાસ) અને મૃચ્છકટિક (લેખક શૂદ્રક)ને આધારે રચવામાં આવ્યું હતું. આ નાટકમાં તેના સ્ત્રોત સંસ્કૃત નાટકના અમુક સંસ્કૃત શ્લોકનો સીધો ગુજરાતી અનુવાદ લેવામાં આવ્યો છે. શર્વિલક, મદનિકા, વસંતસેના, ચારૂદત્ત, માધવ, શકરાણી, મંત્રી ભરત રોહતક, શકાર વગેરે આ નાટકના પાત્રો છે. પ્રમુખ પાત્રોનું અંતમાં મૃત્યુ દર્શાવતું આ નાટક એક કરૂણાતિંકા છે.[૧]

કથા વસ્તુ[ફેરફાર કરો]

સંસ્કૃતનાટક મૃચ્છકટિક અને ચારુદત્તમાં એક શર્વિલકની એક ગૌણ કથા ધરાવે છે. આ કથાનો અધાર લઈ આ નાટક રચવામાં આવ્યું છે. આ નાટક શર્વિલકની સાહસ અને ક્રાંતિને સ્વતંત્ર નાટ્યસ્વરૂપ દર્શાવે છે. શર્વિલકે રાજ્યપરિવર્તન માટે રચેલા ષડ્‌યંત્ર અને તેને બજવણી આ નાટકમાં દર્શાવાઈ છે.[૨]

પ્રયોગ[ફેરફાર કરો]

જશવંત ઠાકરે આ નાટક ભજવવાના કેટલાક પ્રયોગો કર્યા હતા.[૧]

સન્માન[ફેરફાર કરો]

આ નાટકને ૧૯૬૦નોગુજરાતી ભાષા માટેનો સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો.[૩]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ "શર્વિલક – ગુજરાતી વિશ્વકોશ" (અંગ્રેજીમાં). મેળવેલ 2021-11-01.
  2. "સવિશેષ પરિચય: રસિકલાલ પરીખ, ગુજરાતી સાહિત્ય પરિષદ". www.gujaratisahityaparishad.com. મેળવેલ 2021-11-04.
  3. "Akademi Awards (1955-2015)". Sahitya Akademi. મૂળ માંથી ૪ માર્ચ ૨૦૧૬ પર સંગ્રહિત. મેળવેલ ૧૩ માર્ચ ૨૦૧૭.