જશવંત ઠાકર
જશવંત ઠાકર | |
---|---|
જન્મની વિગત | |
મૃત્યુ | 25 December 1990 | (ઉંમર 75)
રાષ્ટ્રીયતા | ભારતીય |
શિક્ષણ | બી.એ. |
શિક્ષણ સંસ્થા | એલ્ફિન્સ્ટન કૉલેજ |
વ્યવસાય | નાટ્યકાર, દિગ્દર્શક, મંચ અભિનેતા |
સંતાનો | અદિતી દેસાઈ (પુત્રી) |
પુરસ્કારો |
|
જશવંત ઠાકર (૫ મે ૧૯૧૫ – ૨૫ ડિસેમ્બર ૧૯૯૦) એ ભારતીય અભિનેતા, નાટ્યકાર અને ગુજરાતી રંગભૂમિના દિગ્દર્શક હતા. તેમણે અનેક સફળ નાટકોનું દિગ્દર્શન અને અભિનય કર્યો હતો. તેમને ૧૯૬૮માં સંગીત નાટક અકાદમી પુરસ્કાર, ૧૯૭૭માં રણજિતરામ સુવર્ણ ચંદ્રક અને ૧૯૮૬માં સોવિયેત લેન્ડ ઍવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
જીવનપરિચય
[ફેરફાર કરો]જશવંત ઠાકરનો જન્મ ૫ મે, ૧૯૧૫ના રોજ તત્કાલીન ખેડા જિલ્લાના (વર્તમાન આણંદ જિલ્લો) મહેલાવ ગામે દયાશંકર ઠાકર અને લલિતાબહેનને ત્યાં થયો હતો. તેમના પિતાની સિટી સર્વે અધિકારી તરીકેની કારકિર્દીને કારણે તેમણે નડિયાદ અને જામનગરમાં પ્રાથમિક શિક્ષણ લીધું હતું. તેમણે નડિયાદથી મેટ્રિક પૂરું કર્યું. કલામાં રસ હોવાને કારણે ૧૯૨૮માં તેમણે જામનગરની મ્યુઝિક સ્કૂલમાં અભ્યાસ કર્યો. પંદર વર્ષની ઉંમરે તેમણે આઝાદીની લડતમાં જોડાઈને અભેદ્યમંડળની સ્થાપના કરી. ૧૯૩૨માં તેઓ બી.જે. મેડિકલ કોલેજ, અમદાવાદમાં જોડાયા પરંતુ રાષ્ટ્રવાદી પ્રવૃત્તિઓમાં જોડાવા માટે અભ્યાસ છોડી દીધો. ૧૯૩૬માં તેઓ સુરતની એમ.ટી.બી. કોલેજના આર્ટ્સ વિભાગમાં જોડાયા. ૧૯૩૮માં તેમણે મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાંથી બી.એ.ની ડિગ્રી મેળવી હતી. યુદ્ધ વિરોધી પરિષદોમાં ભાગ લેવા બદલ તેમની ધરપકડ કરવામાં આવી હતી. ત્રણ વર્ષની જેલ દરમિયાન તેમણે નાટ્યશાસ્ત્રનો અભ્યાસ કર્યો. તેઓ ભારતીય જન નાટ્યસંઘ (ઇન્ડિયન પીપલ્સ થિયેટર એસોસિએશન - આઇપીટીએ)ના પ્રારંભિક સભ્યોમાંના એક હતા. ૧૯૪૩માં તેમણે આઈપીટીએની ગુજરાત શાખાની સ્થાપના કરી.[૧] ૧૯૪૯–૫૦માં તેમણે રાજકીય પ્રવૃત્તિઓ છોડી અને નાટકનું ક્ષેત્ર પોતાની કારકિર્દી તરીકે અપનાવ્યું.[૨]
૨૫ ડિસેમ્બર ૧૯૯૦ના રોજ અમદાવાદમાં તેમનું અવસાન થયું હતું.[૨] તેમના પુત્રી અદિતી દેસાઈ પણ રંગભૂમિ દિગ્દર્શક છે.[૩]
કારકિર્દી
[ફેરફાર કરો]ઠાકરે ઊંડા અંધેરે થી, દુઃખી નો બેલી, મુદ્રારાક્ષસ, મુશક અને મનુષ્ય સહિતના ઘણા ગુજરાતી નાટકોનું મંચન કર્યું હતું. અઢાર નાટકોના અભિનય-દિગ્દર્શન પછી તેઓ ૧૯૫૦માં મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયના થિયેટર વિભાગના વડા તરીકે જોડાયા હતા. ૧૯૫૧માં તેઓ વિભાગ છોડીને ગુણવંતરાય આચાર્યના લિખિત નાટક ભજવવા રાજકોટ ગયા હતા. બાદમાં તેઓ યુનિવર્સિટી સાથે ફરી જોડાયા અને ૧૯૫૫ થી ૧૯૬૦ ની વચ્ચે, તેમણે શેક્સપિયર અને એન્ટોન ચેખોવના વિવિધ નાટકોનું દિગ્દર્શન કરવાનું ચાલુ રાખ્યું હતું.[૨][૪] ભગતની સમાધિ, માટીમાંથી સોનુ, રજીયા સુલાતાન, ગંગા પર એક રાત તેમના પ્રખ્યાત નાટકો છે. તેમણે ઘણા થિયેટરોની મુલાકાત લીધી હતી અને સ્ટેજ નાટકોના વિકાસ માટે દેશ અને વિદેશના કલાકારોને મળ્યા હતા. તેઓ થિયેટર અને દિગ્દર્શન માટે સમર્પિત હતા. તેમણે સંસ્કૃત, અંગ્રેજી અને ગુજરાતી ભાષાઓમાં ૧૨૫થી વધુ નાટકોનું દિગ્દર્શન કર્યું હતું અને કેટલાક નાટકોમાં પણ અભિનય કર્યો હતો.[૪]
નાટ્ય શિક્ષણના મૂળ તત્ત્વ (૧૯૫૭), નાટ્ય પ્રયોગ શિલ્પ (૧૯૫૯) અને લોકનાટ્ય અને ગામડું (૧૯૬૦) તેમના શૈક્ષણિક પુસ્તકો છે.[૪]
વિરાસત
[ફેરફાર કરો]ઠાકરના સન્માનમાં અમદાવાદ ખાતે બાળકો, મહિલાઓ અને ગુજરાતી ભાષા માટે કામ કરતી બિનસરકારી સંસ્થા (એનજીઓ) જશવંત ઠાકર મેમોરિયલ ફાઉન્ડેશનની સ્થાપના કરવામાં આવી હતી.[૫][૬] ૨૦૧૨માં, ફેનાટિકા થિયેટર ક્લબના દસ્તાવેજી મહોત્સવમાં તેમના પુત્રી અદિતિ દેસાઈએ ઠાકર પર આધારિત એક દસ્તાવેજી ફિલ્મ રંગભૂમિના કલાકાર રજૂ કરી હતી.[૭]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ Lal, Ananda (2004). The Oxford Companion to Indian Theatre. Oxford University Press. ISBN 978-01-956-4446-3. મૂળ સંગ્રહિત માંથી 2021-07-30 પર સંગ્રહિત. મેળવેલ 2021-07-30.
{{cite book}}
: Check date values in:|access-date=
and|archive-date=
(મદદ) - ↑ ૨.૦ ૨.૧ ૨.૨ ઠાકર, ઊર્મિલા. "જશવંત ઠાકર". In ઠાકર, ધીરુભાઈ (સંપાદક). ગુજરાતી વિશ્વકોશ. અમદાવાદ: ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ.
- ↑ David, Robin (20 February 2013). "Gandhian tells Kasturba's katha in new play". The Times of India. મૂળ સંગ્રહિત માંથી 3 August 2021 પર સંગ્રહિત. મેળવેલ 3 August 2021.
{{cite news}}
: Check date values in:|access-date=
,|date=
, and|archive-date=
(મદદ) - ↑ ૪.૦ ૪.૧ ૪.૨ Baradi, Hasmukh (2003). History of Gujarati Theatre. Meghani, Vinod વડે અનુવાદિત. New Delhi: National Book Trust, India. pp. 152–158. ISBN 978-81-237-4032-4. મૂળ સંગ્રહિત માંથી 2021-05-10 પર સંગ્રહિત. મેળવેલ 2021-05-11.
{{cite book}}
: Check date values in:|access-date=
and|archive-date=
(મદદ) - ↑ "First woman teacher to come alive on stage". The Times of India. 27 March 2013. મૂળ સંગ્રહિત માંથી 3 August 2021 પર સંગ્રહિત. મેળવેલ 3 August 2021.
{{cite news}}
: Check date values in:|access-date=
,|date=
, and|archive-date=
(મદદ) - ↑ Adhyaru-Majithia, Priya (2 July 2011). "Parishad to ensure RJs get their ka, kha right: Gujarati Sahitya Parishad's plan is to train RJs in using pure gujarati". DNA : Daily News & Analysis.
{{cite news}}
: Check date values in:|date=
(મદદ) - ↑ Desai, Kinjal (3 February 2012). "Fanatika's documentary festival has much to offer". DNA : Daily News & Analysis.
{{cite news}}
: Check date values in:|date=
(મદદ)