લખાણ પર જાઓ

શાંતા

વિકિપીડિયામાંથી

શાંતા એ હિંદુ મહાકાવ્યરામાયણનું એક પાત્ર છે. શાંતા દશરથ અને કૌશલ્યાની પુત્રી હોવાનું મનાય છે કે જે રોમપદ અને વર્ષિણીને દત્તક આપવામાં આવી હતી. ભારતનાં પૌરાણિક સંત વિભાંદકના પુત્ર રીષ્યશૃંગ સાથે તેણીએ લગ્ન કર્યા હતાં. [] શાંતા અને રીષ્યશૃંગના વંશજો સેંગર રાજપૂતો છે જેમને એકમાત્ર ઋષિવંશી રાજપૂતો કહેવામાં આવે છે.

શાંતા અયોધ્યાના રાજા રાજા દશરથની પત્ની કૌશલ્યાની પુત્રી હતી. અંગદેશના રાજા રોમપદને તે દત્તક અપાઈ હતી. શાંતા ખૂબ જ સુંદર હતી તેમ મનાય છે. તે વેદ, કળા, હસ્તકળા અને યુદ્ધકળામાં પણ નિપુણ હોવાનું મનાય છે.[] તે રામની સગી બહેન જ્યારે લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્નની અડધી બહેન (half sister) મનાય છે.[]

કર્ણાટકના શ્રુંગેરી શહેરની નજીકના કિગ્ગા નગરે તેનું મંદિર આવેલું છે. અહીં તે શૂંગ ઋષિની પ્રતિમા સાથે નિવાસ કરે છે.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. Rao, Desiraju Hanumanta. "Bala Kanda in Prose, Sarga 11". Valmiki Ramayana. Valmiki Ramayan.net. મેળવેલ 22 January 2019.
  2. ૨.૦ ૨.૧ Kanuga, G.B. (1993). The Immortal Love of Rama. New Delhi: Yuganter Press. પૃષ્ઠ 48–49.