શારદા મંદિર, મૈહર

વિકિપીડિયામાંથી
શારદા માતા મંદિર, મૈહર, સતના જિલ્લો, મધ્ય પ્રદેશ

શારદા મંદિર, મૈહર ભારત દેશના મધ્ય ભાગમાં આવેલ મધ્યપ્રદેશ રાજ્યના સતના જિલ્લાના મુખ્ય મથક સતનાથી દક્ષિણ દિશામાં આવેલ મૈહર નગર નજીક આવેલ ત્રિકૂટ પર્વત સ્થિત એક પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ છે. તળેટીથી મંદિર સુધી પહોંચવા માટે ૧૦૬૩ પગથિયાં બનાવવામાં આવેલ છે. આ મંદિર દેશ-વિદેશમાં પ્રસિદ્ધ હોવાને કારણે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોવાથી વર્તમાન સમયમાં રોપ-વેની સુવિધા પણ ઉપલબ્ધ છે.

આ પર્વત પર માતાના મંદિર સિવાય કાળભૈરવી, હનુમાન, કાલિકા, ગૌરીશંકર, શેષનાગ, ફૂલમતિ માતા, બ્રહ્મદેવ અને જલાપા દેવી મંદિરો પણ આવેલ છે[૧].

આ ઐતિહાસિક મંદિર ખાતે શારદા માતાની મૂર્તિની સ્થાપના વિક્રમ સંવત ૫૫૯ના વર્ષમાં આદિ શંકરાચાર્ય દ્વારા કરવામાં આવી હતી, જે મૂર્તિ પરના દેવનાગરી લિપિમાં કોતરાયેલ શિલાલેખમાં જોવા મળે છે. આ ઉપરાંત એમાં દર્શાવવામાં આવેલ છે કે સરસ્વતીના પુત્ર દામોદર જ કળિયુગના વ્યાસ મુનિ કહેવાશે. એ. કનિંગ્ધમ નામના ઇતિહાસકારે આ સ્થળ માટે સંશોધન કરેલ છે. આ મંદિર ખાતે પ્રાચીન કાળથી બલિ ચઢાવવાની પ્રથા ચાલતી હતી, જેના પર ઇ. સ. ૧૯૨૨માં સતનાના રાજા બ્રજનાથ જૂદેવ દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો[૨].

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "માં મેહર શારદા મંદિર: રાત્રે અહીં રોકાનાર સવારે મળે છે મૃત હાલતમાં". દિવ્ય ભાસ્કર, ધર્મદર્શન પૂર્તિ. ૨૦ માર્ચ ૨૦૧૮. મેળવેલ ૨૯ માર્ચ ૨૦૧૮.[હંમેશ માટે મૃત કડી]
  2. "मैहर देवी का मंदिर: ये है माँ शारदा का इकलौता मंदिर, यहाँ आज भी आते हैं आल्हा और उदल". www.ajabgjab.com. ૨૪ જુલાઈ ૨૦૧૫. મેળવેલ ૨૯ માર્ચ ૨૦૧૮. Check date values in: |date= (મદદ)

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]