શિવનેરી કિલ્લો

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
શિવનેરી
शिवनेरी
જુન્નર, પુણે જિલ્લો, મહારાષ્ટ્ર
MainEntranceGate.jpg
મુખ્ય પ્રવેશદ્વાર, શિવનેરી કિલ્લો
શિવનેરી is located in ભારત
શિવનેરી
શિવનેરી
મહારાષ્ટ્રમાં શિવનેરી કિલ્લો
શિવનેરી is located in મહારાષ્ટ્ર
શિવનેરી
શિવનેરી
શિવનેરી (મહારાષ્ટ્ર)
અક્ષાંશ-રેખાંશ19°11′56″N 73°51′34″E / 19.1990°N 73.8595°E / 19.1990; 73.8595
પ્રકારસ્મારક
સ્થળ વિષે માહિતી
આધિપત્યભારત ભારત સરકાર
ના તાબામાંFlag of the Maratha Empire.svg મરાઠા સામ્રાજ્ય (૧૭૧૬-૧૮૨૦)
British Raj Red Ensign.svg બ્રિટિશ શાસન (૧૮૨૦-૧૯૪૭)
ભારત ભારત સરકાર (૧૯૪૭-)
જાહેર જનતા
માટે ખુલ્લું
હા

શિવનેરી કિલ્લો ભારતના મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલ એક કિલ્લો છે. શિવનેરીનો આ પ્રાચીન ગઢ મહારાષ્ટ્ર રાજ્યના જુન્નર ગામ નજીક, પુણે શહેર થી લગભગ ૧૦૫ કિલોમીટર જેટલા અંતરે આવેલ છે. ભારત સરકાર દ્વારા આ કિલ્લાને ૨૬ મે, ૧૯૦૯ના દિને રાષ્ટ્રીય રક્ષિત સ્મારક તરીકે જાહેર કર્યું છે.[૧]

૧૯ ફેબ્રુઆરી, ૧૬૩૦ના દિને આ કિલ્લા ખાતે શિવાજી મહારાજનો જન્મ થયો હતો.

આ કિલ્લાની ચારે બાજુએ, મુશ્કેલ ચઢાણ હોવાથી, તેના પર જીત મેળવવી અત્યંત કઠીન છે. કિલ્લા પર શિવાઈ દેવીનું નાનું મંદિર તેમ જ  બાળ-શિવાજી અને માતા જીજાબાઈની પ્રતિમાઓ છે. આ કિલ્લાનો આકાર ભગવાન શિવજીની પિંડી જેવો છે. 

શિવનેરી કિલ્લો જુન્નર ગામમાં આવેલ છે. જુન્નર ગામમાં થી આ કિલ્લો જોઈ શકાય છે. આ ગઢ ખૂબ જ વિશાળ નથી. ઈ. સ. ૧૬૭૩ના વર્ષમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીના ડૉ. જ્હોન ફ્રાયરે આ કિલ્લાની મુલાકાત લીધી હતી. તેમણે પોતાની નોંધમાં, આ કિલ્લો હજાર પરિવારો માટે સાત વર્ષ ચાલી શકે, એટલી સિધા-સામગ્રી છે એમ ઉલ્લેખ કર્યો છે.

રસપ્રદ સ્થળો[ફેરફાર કરો]

  • શિવાઈ માતા મંદિર: સાત દરવાજાઓ ધરાવતા આ ગઢના માર્ગમાં, આવતા પાંચમા એટલે કે સિપાઈ દરવાજો, પાર કર્યા બાદ મુખ્ય રાહ છોડી, જમણી બાજુ આગળ જતાં શિવાઈ દેવીનું મંદિર આવેલ છે. આ મંદિરની પાછળના ભાગમાં ૬ થી ૭ ગુફાઓ છે. આ ગુફાઓ રહેવા માટે અનુકૂળ નથી.
  • અંબરખાના
  • પાણીની ટાંકી: આ કિલ્લાના વિસ્તારમાં ગંગા, યમુના અને અન્ય નામની પાણી માટે ઘણી ટાંકીઓ છે.
  • શિવકુંજ
  • શિવ જન્મસ્થાન ઈમારત
  • કડેલોટ કડા

કેવી રીતે જશો ?[ફેરફાર કરો]

  • મુંબઈ થી માલસેજ માર્ગ દ્વારા: જુન્નર આવતા માલસેજ ઘાટ પાર કર્યા બાદ ૮ થી ૯ કિલોમીટર પર 'શિવનેરી ૧૯ કિ.મી.' નિર્દેશ આપતું બોર્ડ રસ્તાની એક તરફ દેખાય છે. આ માર્ગ ગણેશખીંડી થઈ શિવનેરી કિલ્લા સુધી જાય છે. ગઢ પર પહોંચવા માટે મુંબઇથી એક દિવસ લાગે છે.

છબીઓ[ફેરફાર કરો]

પુસ્તકો[ફેરફાર કરો]

  • ડૉ. લહુ કચરુ ગાયકવાડ. शिवनेरीची जीवनगाथा [શિવનેરીચી જીવનગાથા] (મરાઠીમાં). - શિવનેરીનો ઇતિહાસ વર્ણવતું પુસ્તક.

સંદર્ભ[ફેરફાર કરો]