શૂન્યાવકાશ
વિજ્ઞાનની સમજ પ્રમાણે પૃથ્વી ઉપર દરેક જગ્યાએ હવા અસ્તિત્વમાં હોય છે, જે સ્થળ કે પાત્ર આપણને સામાન્ય બુદ્ધિ પ્રમાણે ખાલી લાગે છે, અને વ્યવહારૂ ભાષામાં તે ખાલી તરીકે ઓળખાય છે, તે વૈજ્ઞાનિક તર્ક પ્રમાણે હવાથી ભરેલાં હોય છે. આમ, જે જગ્યા કે પાત્રમાં હવા પણ ગેરહાજર હોય તેને શૂન્યાવકાશ કે શુન્ય અવકાશ તરીકે વ્યાખ્યાઇત કરવામાં આવે છે.
એક ગેર સમજ એવી છે કે, જ્યાં ગુરુત્વાકર્ષણ બળ શૂન્ય હોય તેને જ શૂન્યાવકાશ તરીકે ઓળખાય.