શૈલી

વિકિપીડિયામાંથી

શૈલી એવો શબ્દ છે, જેનો ઉપયોગ સાહિત્ય અને ભાષણના વર્ગીકરણમાં માપદંડના મુક્ત જૂથના વર્ણન માટે અને સાથો સાથ કલા અથવા સંસ્કૃતિના અન્ય સ્વરૂપોના વર્ણન માટે પણ થાય છે. શૈલીઓની ગોઠવણ સંમેલનો દ્વારા કરવામાં આવી છે, સમય જતાં જેમ નવી શૈલીઓની શોધ થાય છે તેમ તેમાં પરિવર્તન આવે છે અને જૂની શૈલીઓનો ઉપયોગ અટકે છે. મોટાભાગે, આ સંમેલનના પુનસંયોગાત્મક અને ઋણસ્વીકારના માર્ગ દ્વારા થતું કાર્ય એક કરતાં વધારે શૈલીમાં ગોઠવાય છે.

જ્યારે શૈલી શબ્દનો વિસ્તાર સામાન્ય રીતે કલા અને સંસ્કૃતિ સુધી મર્યાદિત છે, તે વ્યક્તિના તેના વાતાવરણ સાથે અને વાતાવરણમાંની ક્રિયા-પ્રતિક્રિયાઓને પણ વ્યાખ્યાયિત કરે છે. આ ક્રિયાપ્રતિક્રિયાઓ અને વાતાવરણો શૈલી તરીકે ઓળખવાની દિશામાં તેને ચોક્કસપણે આવર્તિત કરે છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

શૈલીની વિભાવનાનો ઉદ્દભવ એરીસ્ટોટલ અને પ્લેટો દ્વારા નિર્મિત વર્ગીકરણ પદ્ધતિ દ્વારા થયો છે. પ્લેટોએ સાહિત્યને ત્રણ પરંપરાગત શૈલીનેઃ પદ્ય, નાટક અને ગદ્યમાં વિભાજિત કર્યું,જેનો સ્વીકાર પ્રાચીન ગ્રીસમાં થયો હતો. પદ્યનું પુન વિભાજન મહાકાવ્ય, ઊર્મિકાવ્ય અને નાટકમાં થયું છે. આ વિભાજન એરિસ્ટોટલ અને પ્લેટો દ્વારા બનાવવામાં આવેલાં જૂથ તરીકે ઓળખાય છે. તેમ છતાં, તેઓ એકલાં નહતાં. વૈશ્વિક સ્તરે સ્વીકૃત આ પદ્યના સ્વરૂપોમાં ઘણાં શૈલી અંગેના સિદ્ધાન્ત શોધી કાઢનારાઓએ ફાળો આપ્યો હતો. એવી જ રીતે, ઘણાં સિદ્ધાંતો શોધનારાઓએ શૈલી અને તેના ઉપયોગ અંગે તત્તવનિરૂપણ કરવાનું ચાલુ રાખ્યું હતું, જેના કારણે શૈલીનો પ્લેટો અને એરીસ્ટોટલ દ્વારા વિકાસ થયો અને તેનું વધુ વિસ્તરણ થયું, એવું જાણીતું થયું છે.

પરંપરાગત અને અદ્દભૂત રસ ધરાવતી શૈલીનાં સિદ્ધાંતો[ફેરફાર કરો]

પશ્ચિમી ઇતિહાસમાં શૈલીની સૌથી પહેલાં નોંધાયેલી પ્રણાલી પ્લેટો અને એરીસ્ટોટલ પહેલાં લઈ જઈ શકે છે. જિરાર્ડ જેનેટ્ટે શૈલીના ઇતિહાસ અંગેનું તેમનું અર્થઘટન "ધી આર્કીટેક્સ્ટ"માં વિગતવાર જણાવ્યું છે. તેમણે પ્લેટોને વિષય વસ્તુને બદલે નકલ કરવાની પ્રથા દ્વારા ત્રણ નકલ, અનુકરણ અને પ્રખ્યાત શૈલીના સર્જન તરીકે વર્ણવ્યાં છે. આ ત્રણ અનુકરણ શૈલીઓમાં નાટ્યમય સંવાંદ, નાટક, શુદ્ધ વૃત્તાંત, અતિશયોક્તિયુક્ત લખાણ અને બે મહાકાવ્યોનું મિશ્રણનો સમાવેશ થાય છે. પ્લેટોએ ઊર્મિ કાવ્યને બિન-અનુકરણીય, બનાવટ, પ્રથા તરીકે બાકાત રાખી છે. શુદ્ધ વૃત્તાંતને જીવંત પ્રથા તરીકે ગણી તેની સૌ પ્રથમ બાદબાકી કરતાં પ્લેટોનાં તંત્ર કરતાં એરીસ્ટોટલ કેવો સુધારો કર્યો છે, તેની વધુ ચર્ચા જેનેટ્ટે કરી છે. પછી તેમણે તંત્રનો ભેદ પારખવા બે વધારાના માપદંડ ઉપયોગમાં લીધા. પહેલો માપદંડ વસ્તુ ચઢિયાતી હોય કે ઉતરતી તેનું અનુકરણ થવું જોઈએ. બીજો માપદંડ રજૂઆતનું માધ્યમઃ શબ્દો, હાવભાવ, અથવા કવિતાનું છે. આવશ્યકપણે, પ્રકાર, વસ્તુ અને માધ્યમના ત્રણ પ્રકારો એક્સવાયઝેડ અક્ષરેખા સાથે નિહાળી શકાય છે. માધ્યમના માપદંડને બાકાત કરી, એરીસ્ટોટલના તંત્રને ચાર પ્રકારની પરંપરાગત શૈલીઃ શોકાન્તિક નાટક, મહાકાવ્ય, રમૂજી અને અનુકરણીય શૈલીમાં વર્ણવ્યાં છે. જેનેટ્ટે પરંપરાગત પદ્ધતિમાંથી કાઢી નાખવામાં આવેલાં શુદ્ધ વૃ્ત્તાંત પ્રથાને ફરીવખત મૂકી ઊર્મિ કાવ્ય સાથે સંકલિત કરી સમજાવ્યું. ઊર્મિ કાવ્ય, જે એક વખત બિનઅનુકરણીય ગણાતું હતું, તે અનુકરણ કરવાવાળી લાગણી તરીકે ગણાઈ, જેનેટ્ટ દ્વારા બનાવેલો ત્રીજો આર્કીટેકસ્ટ શબ્દ બન્યો, જે નવા લાંબા સમય સુધી ત્રિપક્ષીય તંત્રઃ ઊર્મિપ્રધાન, મહાકાવ્ય, મિશ્ર વર્ણન અને નાટ્યાત્મક, વાર્તાલાપ સાથે ટકી રહ્યું છે. "જર્મન રોમેન્ટીકવાદના સાહિત્યિક સિદ્ધાંતો પર વર્ચસ્વ ધરાવતી" (જેનેટ 38), નવી પ્રણાલી વિસ્તરણ અને પુનરાવર્તનના અસંખ્ય પ્રયત્નો દ્વારા તૈયાર થઈ છે. આ પ્રયત્નોમાં ફેડરીચ શ્લીગલના ત્રણ જૂથનાં કાલ્પનિક સ્વરૂપમાં ગીત, વાસ્તવિક સ્વરૂપ, નાટ્યાત્મક અને કાલ્પનિક-વાસ્તવિક સ્વરૂપ, મહાકાવ્યનો સમાવેશ થાય છે. તથાપિ, ત્રિપક્ષીય પ્રણાલીને વિસ્તારવાના વધુ મહાત્વાકાંક્ષી પ્રયત્નો નવી વર્ગીકરણ પ્રણાલીની વધતી જટિલતાનું પરિણામ છે. જેનેટ્ટે આ વિવિધ પ્રણાલીઓને મૂળ ત્રિપક્ષીય કરાર સાથે સરખામણી કરીને પ્રતિભાવ આપ્યા છે. તેનું બંધારણ જે પાછળથી આવ્યાં છે, તેના કરતાં ચઢિયાતું છે, મૂળભૂત ફાંટ તેઓ તેમના વ્યાપક અને ચડતા–ઊતરતા દરજ્જાવાળા વર્ગીકરણ જેવી છે, જે દરેક વખતે તાત્કાલિક સંપૂર્ણ રમતને રમવા અશક્તિ અને મડાગાંઠ દર્શાવે છે. (જેનેટ્ટ 74).

સમકાલીન શૈલીના સિદ્ધાંતો[ફેરફાર કરો]

અતિશયોક્તિયુક્ત સ્થિતી[ફેરફાર કરો]

જે. એમ. બારીનું કાર્ય કોઈ એક શૈલીમાં મૂકવા જેટલું સખત મહેનત ભર્યું વિખ્યાત હતું.

1968માં, લ્લોયડ બીત્ઝરે દાવો કર્યો કે "ધી રિટૉરિકલ સિચ્યુએશન" નામના તેમના લેખમાં અતિશયોક્તિયુક્ત સ્થિતીઓ દ્વારા વાર્તાલાપને નિર્ધારિત કરવામાં આવ્યો છે. એક અતિશયોક્તિયુક્ત સ્થિતી એ હકીકતનો સંદર્ભ છે જે દરેક પરિસ્થિતી પાસે અતિશયોક્તિયુક્ત પ્રતિભાવ આપવાની ક્ષમતા રહેલી છે. તેઓ જે વાર્તાલાપનું નિર્ધારણ કરે છે તે સંદર્ભની પાછળ રહેલી પ્રકૃતિને સમજવા જુએ છે. બીત્ઝર કહે છે, "આ એવી પરિસ્થિતી છે જે અસ્તિત્વમાં રહેલો વાર્તાલાપ કહેવાય છે" (બીત્ઝર 2). આ પ્રમાણે, આ પરિસ્થિતી કેવા પ્રકારનો અતિશયોક્તિયુક્ત પ્રતિભાવ મળે છે તેની પર નિયંત્રણ કરે છે. દરેક પરિસ્થિતી પાસે યોગ્ય પ્રતિભાવ હોય છે જેમાં અતિશયોક્તિયુક્ત લખાણ ક્યાં તો તેની પર કામ કરે છે, અથવા તો તેની પર કામ કરતું નથી (બીત્ઝર). વાર્તાલાપના સર્જનમાં આજ્ઞાવાચક પ્રકૃતિની સ્થિતી રહેલી છે, એવું તેઓ વ્યક્ત કરે છે, કારણ કે વાર્તાલાપ ચોક્કસ પરિસ્થિતીને પ્રતિભાવ આપવાથી ઉદ્દભવે છે. વાર્તાલાપ વિષય વસ્તુના અર્થ પર આધારિત હોઈ બદલાતો રહે છે, તે પરિસ્થિતીને આધારે સર્જાય છે, અને આ કારણસર, તે "પરિસ્થિતીને આધારે બંધબેસતો" હોય છે (બીત્ઝર 4).

બીત્ઝર અનુસાર, અતિશયોક્તિયુક્ત પરિસ્થિતીનું અસ્તિત્વ એવે વખતે આવે છે, જ્યારે તેઓ ક્યાં તો પુખ્ત હોય અને દૂર જવાની તૈયારી હોય અથવા પુખ્ત હોય અને તેનું અસ્તિત્વ રહેવાનું હોય ત્યારે આવી શકે છે. બીત્ઝર અતિશયોક્તિયુક્ત પરિસ્થિતોઓને ત્રણ સમાવિષ્ટ તત્તવોઃ તાકીદની જરૂરિયાત, શ્રોતા, અને દબાણ વડે વર્ણવે છે. બીત્ઝર એક અતિશયોક્તિયુક્ત પરિસ્થિતીમાંથી 6 જરૂરી લાક્ષણિકતાઓ દર્શાવે છે, જે વાર્તાલાપના સર્જન માટે નિર્ધારિત કરવામાં આવે છે. વાર્તાલાપનું સર્જન કરવા માટેની સ્થિતીને અતિશયોક્તિયુક્ત પરિસ્થિતી કહેવાય છે, તે સ્થિતીને યોગ્ય એવા પ્રતિભાવોને આમંત્રિત કહે છે, પરિસ્થિતીની આવશ્યક જરૂરિયાતો માટે પ્રતિભાવો મળે છે, તાકીદની જરૂરિયાત જે વાર્તાલાપનું સર્જન કરે છે તે વાસ્તવમાં તે વાસ્તવમાં સ્થિર બને છે, અતિશયોક્તિયુક્ત સ્થિતી સરળ અથવા જટિલ માળખાની રજૂ કરે છે, સર્જન થયા બાદ અતિશયોક્તિયુક્ત સ્થિતી ઉદ્દભવ્યા બાદ તે ક્યાં તો નકારવામાં આવે છે અથવા આગ્રહપૂર્વક વળગી રહે છે. બીત્ઝરનો મુખ્ય તર્ક વિભાવના છે જે અતિશયોક્તિયુક્ત વિવરણ "વાસ્તવમાં મૂલ્યવાન પરિવર્તનો પર અસર કરવા" ઉપયોગમાં લેવાય છે (બીત્ઝર 14).

1984માં, કારોલિન મિલરએ અતિશયોક્તિયુક્ત પરિસ્થિતીઓના સંદર્ભમાં શૈલી અંગે તપાસ કરી. તેણીએ દાવો કર્યો કે "પરિસ્થિતીઓ સામાજિક માળખાગત છે જે "વિભાવના"ની નહીં પણ "વ્યાખ્યા"નું પરિણામ છે" (મિલર 156). બીજા શબ્દોમાં, આપણે જરૂરિયાત પ્રમાણે આપણી પરિસ્થિતીને વ્યાખ્યાયિત કરીએ છીએ. મિલર, કંઈક અતિશયોક્તિયુક્ત શું બનાવે છે તે સંદર્ભની બીત્ઝરની દલીલ અંગે કશુંક બાંધતી દેખાય છે, જે પરિવર્તનમાંથી મનમાં કંઈક સૂઝવાની ક્ષમતા છે. બીત્ઝરે અગાઉથી જે નિર્માણ કર્યું હતું અને શૈલીના સર્જનમાં મર્યાદિત દ્રષ્ટિથી વિરૂદ્ધ, મિલર એવું માને છે કે શૈલીઓ સામાજિક માળખાઓ દ્રારા સર્જાય છે. તેણી બીત્ઝર સાથે સહમત છે કે ભૂતકાળના પ્રતિભાવો દર્શાવી શકે કે તાજેતરની સ્થિતી સાથે યોગ્ય પ્રતિભાવ કયો છે, પણ મિલર એ વાત પકડી રાખે છે કે અતિશયોક્તિયુક્ત, "શૈલી વસ્તુના કેન્દ્રમાં હોવી જોઈએ અથવા વાર્તાલાપના સ્વરૂપમાં હોવી જોઈએ પણ ક્રિયા કરતી વખતે ક્રિયા પરિપૂર્ણ કરવા માટેનો ઉપયોગ થાય છે" (મિલર 151). ત્યારથી તેનું ધ્યાન ક્રિયા પર કેન્દ્રિત થયું છે, તેને નકારી ન શકાય કે માનવો "સ્થિતીના સંદર્ભ" પર આધારિત હોય છે સાથો સાથ તેમને આ ક્રિયા કરવા માટે પ્રેરિત બનાવે છે (મિલર 152). આવશ્યકપણે, આપણે પ્રકારો અનુસાર "જોડકા જોડી" "આપણે પુનરાવર્તનનું સર્જન કરીએ છીએ", અથવા એક સરખા પ્રતિભાવોનું સર્જન કરીએ છીએ (મિલર 157). મિલર "પ્રકારો"ને "સુસંગત સરખાપણું ઓળખવા" પ્રમાણે વ્યાખ્યાયિત કરે છે (મિલર 156-7). આપણે પરિસ્થિતીને સામાજિક સંબંધ દ્વારા દુભાષિત કરવાના પ્રયત્ન બાદ પ્રકારો આવે છે, જેને કારણે આપણે " પરંપરા" ને સાથે જોડાયેલાં રહીએ છીએ (મિલર 152). મિલર પુનરાવર્તનને અડચણ તરીકે ગણવા માંગતી નથી, પણ તેના કરતાં તેણી તેને "માનવીય પરિસ્થિતી"ની અંદર જુએ છે (મિલર 156). જેવી રીતે લગભગ નવો પ્રકાર લાવવામાં આવે છે (મિલર 157), ભૂતકાળની રોજિંદી ક્રિયા નવી રોજિંદી ક્રિયા સાથે સંકળાઈ જવાની મંજૂરી આપે છે, તેથી ચક્રને એવી તે ચાલુ રાખવું જેથી તે હંમેશા પરિવર્તન માટે ખુલ્લુ રહે. બીજી રીતે, મિલરનો દ્રષ્ટિકોણ માનવીય તરીકે હકીકત સાથે સુસંગત છે, આપણે આદત પ્રમાણેના પ્રાણીઓ છીએ, જે સખત પણે કેટલાંક "માહિતીના ભંડાર"ને પકડી રાખે છે (મિલર 157). તેમ છતાં, પરિવર્તનને ફેરફાર તરીકેની ગણના કરવામાં આવે છે, અને નવા "પ્રકારો" ના સર્જન દ્વારા (મિલર 157) આપણે હજી પણ "પરંપરા"ઓ જાળવી શક્યા છે (મિલર 152) અને એક સરખા સમયે ફેરફારો પણ લાવી શક્યા છે.

શૈલીનું પરિસ્થિતી વિજ્ઞાન[ફેરફાર કરો]

જૈવિક પ્રણાલીઓ

2001માં, એનીસ બાવર્શીનું પુસ્તક "શૈલીનું પરિસ્થિતી વિજ્ઞાન" શૈલીને જૈવિક પ્રણાલીઓ તરીકે શીખવવાની દલીલ કરે છે. તેઓ શૈલીના પુનસર્જન માટે કેવી રીતે લખી શકાય તેના નિદર્શન માટે શૈલીની ઈકોસીસ્ટમ સાથે સરખામણી કરે છે. શૈલી પોતે જ જૈવિક પ્રણાલીઓ તરીકે વર્તે છે, તે પોતાનું અર્થઘટન જાતે કરી અને શૈલીનું સર્જન કરે છે. બાવર્શી તેમના મુદ્દાને વધુ સ્પષ્ટપણે દર્શાવવા માટે ડોક્ટરની ઓફિસને જૈવિક પ્રણાલી તરીકે ગણાવવાનો તુક્કાનો ઉપયોગ કરે છે. તેમણે આ વ્યાખ્યાયિત કરવા માટે દર્દીના તબીબી ઇતિહાસના ફોર્મને શૈલી તરીકે નક્કી કર્યું. આપણે શૈલીને ઓળખીએ છીએ, તેથી અપેક્ષાઓ ગોઠવાયેલી છે. પહેલેથી લાદવામાં આવેલી અપેક્ષાઓ અંગે અભિપ્રાય બાંધી લેતાં, આપણે આ શૈલી અનુસાર વર્તન કરીએ છીએ. આ શૈલી સૂક્ષ્મ વાતાવરણથી બનેલી હોય છે, દરેકમાં ડોક્ટર, દર્દી અને નર્સ સંકલાયેલા હોય છે, જે જૈવિક પ્રણાલીનું સમગ્ર સ્વરૂપ છે. પરિણામરૂપે, બાવર્શી કહે છે આપણ અતિશયોક્તિયુક્ત જીવો છે જે આ જૈવિક પ્રણાલીઓમાં કાર્ય કરે છે. આપણે આપણી આસપાસના અતિશયોક્તિયુક્ત વાતાવરણથી આકાર પામીએ છીએ અને આપણે તે પ્રમાણે કાર્ય કરીએ છીએ. આપણે આપણી પાસે રજૂ થતી અતિશયોક્તિયુક્ત છાપમાંથી આપણી છાપ એકત્રિત કરીએ છીએ, જે આપણા કાર્યો અને ગ્રહણશક્તિને આકાર આપે છે. તેઓએ તાકીદની જરૂરિયાત, પ્રેરણા અને મનસુબા સાથે પણ પરિચય કરાવ્યો છે. પ્રેરણા કલ્પાનાના સ્તરે ઉપજે છે અને તાકીદની જરૂરિયાત આપણા કાર્યને આકાર આપે છે. (બાવર્શી)

શૈલી સાથે તાલમેળ[ફેરફાર કરો]

મોટેભાગે લોકો પરિસ્થિતી જે લાક્ષણિકતાઓને રજૂ કરે છે, તે શૈલી આધારિત લાક્ષણિકતાઓને ઓળખતાં હોય છે. અમેરિકાના એમી ડેવિટ્ટ જ્યારે આ કહે છે, "એક શૈલી તેની ઔપચારિક નિશાનીઓને કારણે નિર્દિષ્ટ છે" (ડેવિટ્ટ 10). તેમ છતાં એણી એ પણ કહે છે, "ઔપચારિક નિશાનીઓ વ્યાખ્યાયિત કરી શકાઈ છે, કારણ કે એક શૈલી નિર્દિષ્ટ છે" (ડેવિટ્ટ 10). કોઈ ચોક્કસ શૈલી તરીકે જ્યારે આપણે કશીક વસ્તુને નામ આપીએ ત્યારે આપણે પણ આ સરખી લાક્ષણિકતાઓનો ઝંડો લહેરાવી, શૈલી શું હોઈ શકે તે આપણે પહેલેથી જ માનીને તેમના ફાળો આપીએ છીએ. આ બે વિધાનો દર્શાવે છે કે કેવી રીતે શૈલીની અંદર આદાનપ્રદાનનું કાર્ય થાય છે. ડેવિટ્ટે કરિયાણાની દુકાનની યાદીના ઉદાહરણના ઉપયોગ વડે વ્યક્તિ અનુસાર પરિસ્થિતી અને શૈલીના તાલમેળની પ્રકૃતિ દર્શાવી છે. આ ઉદાહરણ દ્વારા એક પ્રશ્ન ઊભો થાય છે, શું કરિયાણાની યાદી સાથે કંઈ છે કારણ કે તે યાદી કરિયાણાની છે અથવા શું તે કરિયાણાની યાદી છે કારણ કે એક વ્યક્તિ કહે છે આ કરિયાણાની યાદી છે અને તેથી અમે યાદી પરની તમામ વસ્તુઓને કરિયાણા તરીકે ઓળખીએ છીએ? આ ઊભા થયેલાં પ્રશ્નના દરેક શક્ય જવાબ એકબીજાથી વિરોધાભાસી છે, તેમ છતાં તે બંને સાચા છે. તેવી જ રીતે, પુનરાવર્તન થતી એવી જ રીતે ઉદ્દભવતી અતિશયોક્તિયુક્ત પરિસ્થિતીની લાક્ષણિકતાઓ વ્યક્તિગત સ્તરે ઓળખી શકાય છે જેમ તેઓ અગાઉથી શૈલી અંગે પહેલેથી જ જાણ છે તેમ તે લાક્ષણિકતાઓની પૃષ્ટિ કરે છે. શૈલીના અતિશયોક્તિયુક્ત કારણો એવી રીતે ક્રિયા કરે છે જેમ બંન્ને વસ્તુઓ જે વ્યાખ્યાયિત કરેલી છે અને તે શૈલી દ્વારા વ્યાખ્યાયિત કરેલી છે. બીજા શબ્દોમાં, શૈલી અને અતિશયોક્તિરૂપ પરિસ્થિતીઓ એક બીજાના સાથે તાલમેળ ધરાવે છે. ડેવિટ્ટ શૈલીના પ્રવૃત્તિના તંત્ર અને તેના સહભાગીની પરિસ્થિતી, વિષયવસ્તુ અને વાક્ય પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જે તમામ પરસ્પર એવું સર્જન કરે છે કે " કોઈ પણ એક પાસું અન્યને સંપૂર્ણપણે વ્યાખ્યાયિત કરતું નથી." (ડેવિટ્ટ)

શૈલીઓનો પૂર્વેતિહાસ[ફેરફાર કરો]

1975માં લખાયેલું, કેથલીન જેમૈસનની "અતિશયોક્તિયુક્ત અડચણ તરીકે શૈલીનો પૂર્વેતિહાસ" નિવેદન કરે છે કે વાર્તાલાપ અતિશયોક્તિયુક્ત પરિસ્થિતીને આધારે અને સાથો સાથ શૈલીઓના પૂર્વેતિહાસને આધારે નક્કી થાય છે. શૈલીઓનો પૂર્વેતિહાસ એ શૈલીઓનો ભૂતકાળ છે જેનો ઉપયોગ તાજેતરના અતિશયોક્તિયુક્ત પ્રતિભાવોના સ્પરૂપ અને આકારના પાયા તરીકે થાય છે. જ્યારે આપણે તેને અનિશ્ચિત પરિસ્થિતીમાં મૂકીએ છીએ, ત્યારે અતિશયોક્તિયુક્ત લખાણ તેના પ્રતિભાવનું માર્ગદર્શન આપવા માટે શૈલીઓના પૂર્વેતિહાસ જેવી સમાન પરિસ્થિતીનું રેખાંકન કરી શકે છે. તેમ છતાં, જ્યારે શૈલીઓના પૂર્વેતિહાસ પર રેખાંકન કરવાનું હોય ત્યારે સાવચેતી રાખવી જોઈએ કારણ કે ઘણી વખત શૈલીઓનો પૂર્વેતિહાસ સશક્તિ અડચણો પ્રભાવ પાડવા માટે સક્ષમ છે (જેમૈસન 414). શૈલીઓના પૂર્વેતિહાસનો ઉદ્દેશ્ય પરિસ્થિતીની માંગ સાથે સુસંગત પ્રતિભાવ આપવા માટે અતિશયોક્તિયુક્ત લખાણને માર્ગદર્શન પૂરો પાડવાનો છે, અને જ્યારે શૈલીઓના પૂર્વેતિહાસની રચના થઈ હોય ત્યારે જો પરિસ્થિતીની માંગ તે સમાન ન હોય તો પરિસ્થિતી માટેનો પ્રતિભાવ અયોગ્ય હોઈ શકે (જેમૈસન 414).

પોપનો પરિપત્ર, પ્રારંભિક સંઘ રાજ્યનું સરનામુ, અને કોગ્રેંસના પ્રતિભાવો, વાર્તાલાપના આ ત્રણ ઉદાહરણો દ્વારા, તેણી દર્શાવે છે કે કેવી રીતે શૈલીઓનો પૂર્વેતિહાસ દરેકની અંદર શોધી શકાય છે. આ ઉદાહરણો સ્પષ્ટ કરે છે કે કેવી રીતે એક અતિશયોક્તિયુક્ત લખાણ ભૂતકાળના અનુભવોને આધારે રેખાંકિત કરી શકાશે, જ્યારે તેઓને અનિશ્ચિત પરિસ્થિતીમાં મૂકવામાં આવે છે કે ક્યારે તેઓ કેવા પ્રકારનું વર્તન કરશે અથવા કેવો પ્રતિભાવ આપશે તેના માટે માર્ગદર્શન પૂરું પાડે છે. જેમૈસન સમજાવે છે, આ ત્રણ ઉદાહરણોનો ઉપયોગ દ્વારા, જે શૈલીઓનો પૂર્વેતિહાસ પસંદ કરવામાં આવે છે, તે વર્તમાન પરિસ્થિતી માટે હંમેશા યોગ્ય હોતો નથી. તેણી ચર્ચા કરે છે કે શૈલીઓનો પૂર્વેતિહાસ અતિશયોક્તિયુક્ત લખાણ પર કેવા સશક્ત અડચણો નાખે છે અને તેમને "શૈલીના પૂર્વેતિહાસને બેડીઓ દ્વારા બાંધવા"નું કારણ બની શકે છે (જેમૈસન 414). તેણી કહે છે, આ બેડીઓ બંધનમાંથી નાસી છૂટવા માટે મુશ્કેલભરી હોય તે સ્તરની હોઈ શકે છે. જેમૈનસન વિનંતી કરે છે ભૂતકાળની ઉપર વર્તમાનનો પ્રતિભાવ આપવાનો હોય ત્યારે સાવચેતી રાખવાની પરિણામને કારણે વિનંતી કરે છે, જે કોઈ એકની પસંદના શૈલીના પૂર્વેતિહાસને અનુસરતુ હોઈ શકે. તેણી ફરી વખત જણાવે છે કે તેણીનું વિધાન "યોગ્ય શૈલીના પૂર્વેતિહાસની પસંદગી અતિશયોક્તિયુક્ત લખાણને પરિસ્થિતીગત માંગની સાથે સુસંગત પ્રતિભાવ તરફનું માર્ગદર્શન પૂરું પાડે છે" જેના દ્વારા ઉદ્દેશ્યપૂર્વકનું પરિણામ મળે છે (જેમૈસન 414).

સામાજિક અડચણ[ફેરફાર કરો]

બીત્ઝરની તાકિદની જરૂરિયાત અંગેની વ્યાખ્યા પ્રમાણે અપૂર્ણતાને તાકીદ દ્વારા નોંધમાં લેવાય છે....કંઈક પૂર્ણ કરવા માટે રાહ જોવી પડે (બીત્ઝર 6) જેને તાકીદની જરૂરિયાત અનુભવાય પછીના પગલાં તરીકે સામાજિક કાર્યના મિલરના વિચાર સાથે જોડવામાં આવે છે. મિલરે પણ શૈલીઓના પુનરાવર્તનનાં સિદ્ધાંત તરફ ધ્યાન દોર્યું છે, જેમૈસનના નીરિક્ષણને આધારિત કે શૈલીઓનો પૂર્વેતિહાસ નવી શૈલીઓમાં તેમનો માર્ગ શોધી કાઢે છે. વધુ અગત્યનું એ છે કે, મિલર અતિશયોક્તિયુક્ત પરિસ્થિતીને વધુ મોટા ચિત્ર પર લઈ જાય છે, જેમાં આ તમામ ઘટનાઓ બને છે. "પરિસ્થિતીઓ સામાજિક સ્તરે તૈયાર થાય છે, જે પરિણામ છે, તે 'વિભાવના' નથી, પણ વ્યાખ્યા છે" (મિલર 156). આ પરથી, તે સમજી શકાય છે કે સમાજિક નિર્માણ પરિસ્થિતીઓને નક્કી કરે છે અને, તેથી, તાકીદની જરૂરિયાતનું પણ સામાજિક સ્તરે નિર્માણ થાય છે.

શૈલીને સામાજિક સંદર્ભમાં પણ સમજવાની જરૂરિયાત છે, જે દરેક પુનરાવર્તિત પરિસ્થિતીમાં વધુ સારો અર્થ પૂરો પાડે છેઃ તે આવશ્યકપણે તફાવત માટે પરવાનગી આપે છે, જો કે અગાઉની શૈલીઓની વર્તમાનમાં અને નવી શૈલીઓમાં ભૂમિકા રહેલી છે. આ ભેદ દ્વારા, શૈલી સમયની સાથે સામાજિક સંબંધમાં પરિવર્તનો ચાલુ રાખવાની જેમ જ ફેરફાર ચાલુ રાખવા મંજૂરી આપે છે. "બાતીમી આપનાર અને તેનું સામાજિક વાતાવરણ સતત પણે અન્યની પર પુનઉત્પાદનની પ્રક્રિયામાં સંકળાયેલાં હોય" એવી રીતે આ બને તેનો વિકલ્પ બાવર્શી વર્ણવે છે (બાવર્શી 69). લખાણના ઉદાહરણમાં બાવર્શીએ રજૂ કર્યું છે, "લખવું એ માત્ર સરળપણે સામાજિક કાર્ય નથી કારણ કે તે કોઈ સામાજિક સંબંધને પરિણામે બને છે, જેમાં તે કામ કરે છે" તે જ રીતે અતિશયોક્તિયુક્ત લખાણ આવશ્યકપણે આ પ્રમાણે જ કાર્ય કરે છે (બાવર્શી 70). તેથી, સામાજિક બંધારણ દ્વારા, કોઈ પણ વ્યક્તિ અતિશયોક્તિયુક્ત કાર્યને આકાર આપી શકે છે, અને કાર્યને સામાજિક સંબંધમાં વાળી શકાય છેઃ "આપણે આપણા લખાણોનું સર્જન કરીએ છીએ તે પ્રમાણે આપણે આપણા સંબંધોનું સર્જન કરીએ છીએ" (બાવર્શી 70).

સામાજિક કાર્ય તરીકે શૈલી[ફેરફાર કરો]

શૈલીની વિભાવના વર્ગીકરણ કરવા અને યાદીઓ બનાવવા માટે મર્યાદિત નથી. લોકો દૈનિક જીવનમાં શૈલીની અંદર અસરપરસ ક્રિયાપ્રતિક્રિયા કરે છે. ચોક્કસ શૈલીના ઉપયોગ વડે વ્યક્તિઓ દ્વારા કાર્યને પરિપૂર્ણ કરવા માટે તેનો ઉપયોગ થાય છે, કાર્યને આધારે શૈલી નિર્ધારિત બને છે (મિલર 151). લખાણ અથવા શૈલીના કાર્ય અને તેના ઉપયોગકર્તા વચ્ચે મોટું અંતર નથી. લોકો દરરોજ તાકીદની જરૂરિયાત પ્રમાણે શૈલી દ્વારા પ્રતિભાવ આપે છે. તાકીદની જરૂરિયાત "ચોક્કસ સામાજિક નમૂનાઓ અને અપેક્ષાઓનું જૂથ છે જે ચોક્કસ શૈલીની પુનરાવર્તિતી પરિસ્થિતીને સંબોધવા" માટે પ્રેરક સામાજિક મૂર્ત સ્વરૂપ પૂરું પાડે છે (મિલર 158). શૈલીને સામાજિક કાર્ય તરીકે જોતા તે "સામૂદાયિક કાર્યમાં કેવી રીતે સહભાગી થવું તે સમજવાની ચાવીઓ પૂરી પાડે છે " (મિલર 165). કારોલીન મિલર દલીલ કરે છે કે, "શૈલીના એક અતિશયોક્તિયુક્ત અવાજની વ્યાખ્યા પદાર્થ અથવા વાર્તાલાપ સ્વરૂપના કેન્દ્રમાં ન જ હોવી જોઈએ, પણ તે પરિપૂર્ણ થવા માટે ક્રિયા પર આધારિત હોવી જોઈએ" (મિલર 151).

એક વિચાર કે અતિશયોક્તિયુક્ત પરિસ્થિતીઓ શૈલીને વ્યાખ્યાયિત કરે છે એટલે કે શૈલીમાં સહભાગીઓ આમ જનતા આધારિત નિર્ણયો કરે છે અને તે વિશિષ્ટ બાબતોનું પુનરાવર્તન કરે છે. શૈલી માત્ર સ્વરૂપ અંગે જ નથી પણ તે માત્ર સરખાપણાઓનું પુનરાવર્તન જ છે. શાળાનો વર્ગ એ આનું ઉદાહરણ છે. જ્યારે વિદ્યાર્થીઓ બોલવા ઈચ્છે છે, ત્યારે તેઓ તેમની ઈચ્છા વ્યક્ત કરવા માટે તેમના હાથ ઊંચા કરે છે. ચોક્કસ સામાજિક ગોઠવણમાં બોલવા અંગેનો એકદમ સાચો પ્રતિભાવ હાથ ઊંચો કરવો છે. એક વ્યક્તિ તેના મિત્રો સાથે જૂથમાં જમવા બેઠો હોય તો તે બોલવા માટે તેનો હાથ નહીં ઊંચો કરે કારણ કે સામાજિક પરિસ્થિતી જુદી છે. મિલર નિષ્કર્ષ રજૂ કરે છે કે સામાજિક ક્રિયાઓ " સામૂદાયિક પણે ક્રિયામાં કેવી રીતે સહભાગી થવું" તે સમજવાનો પ્રતિભાવ છે (મિલર 156).

અન્ય વિદ્વાનો દ્વારા કરેલી દલીલો પર જે બીત્ઝરની દલીલો કરતાં વિરોધાભાસી પણ છે તેની પર કારોલીન મિલરે દલીલ કરતાં શૈલીને સમજવા માટેની પાંચ લાક્ષણિકતાઓ આપી (મિલર 163). તેણી માને છે તે જો કંઈક અતિશયોક્તિયુક્ત હશો તો ત્યાં ક્રિયા થશે. ત્યાં માત્ર ક્રિયા જ નહીં થાય પણ સાથે તેનું પુનરાવર્તન પણ થશે. ક્રિયાનું પુનરાવર્તન નિયમિત વાર્તાલાપના સ્વરૂપનું સર્જન કરે છે. મિલર તેમાં ઉમેરવા માંગે છે કે પરિણામ પાસે પરિસ્થિતી દ્વારા ક્રિયા પૂર્ણ થઈ છે તેની સાથે વધુ કરવાનું છે. મિલર જાણ કરે છે કે વ્યાખ્યાયિત કરેલાં નિયમોના જૂથમાં એક વ્યક્તિ ચોક્કસ સામાજિક ક્રિયા કરવાની પસંદગી કરે છે- નિયમોનું જૂથ ઉપયોગ કર્તા દ્વારા બનાવવામાં આવ્યું છે. અંતે, પરિસ્થિતી પ્રતિભાવ નક્કી કરી શકતી નથી. મિલર તેણીનો લેખને એ વિચાર સાથે પૂર્ણ કરે છે કે શૈલીઓ અંશત અતિશયોક્તિયુક્ત શિક્ષણ છે, તે તેણીના આ વિધાન દ્વારા વ્યક્ત કરે છે, "એક આવર્તક, અર્થસભર ક્રિયા, તરીકે શૈલીનો સમાવેશ સાંસ્કૃતિક વિચારશક્તિના એક ભાગમાં થાય છે " (મિલર 165). અહીં, મિલર અજાણતા શૈલીની ભવિષ્યની વિચારસરણી મૂકે છેઃ કે શૈલીઓનું સંસ્કૃતિ દ્વારા સર્જાય છે.

શૈલીની અવધિ[ફેરફાર કરો]

શૈલીની અવધિ શબ્દસમૂહ શૈલીનો સિદ્ધાંત રજૂ કરનાર રિયાર્ડ કોઈમાંથી આવ્યો છે, જેમણે લખ્યું છે કે " 'શૈલીની અવધિ' સામાન્ય રીતે સૂચક લેવામાં આવે છે કે કેવી રીતે સામાન્ય માળખાઓ વ્યક્તિગત સર્જકતા માટે અડચણરૂપ છે" (કોઈ 188). જો શૈલી એક વિષયક વર્ગીકરણ તંત્ર તરીકે કાર્ય કરે, તો તે વ્યક્તિગત સર્જનતા માટે અડચણરૂપ બની શકે છે, ત્યારથી "એક શૈલીના રૂઢ થયેલાં ઘણાં લક્ષણોની હાજરી મજબૂત શૈલીની ઓળખને માન્ય બનાવશે; ઓછા લક્ષણોની હાજરી, અથવા અન્ય શૈલીઓના લક્ષણોની હાજરી, શૈલીની ઓળખને નબળી અથવા અનિશ્ચિત પરિણામ આપશે" (શૌબર 403). વર્ગીકરણ તંત્ર હેઠળ શૈલીની વિભાવન આ પ્રમાણે છે, શૈલીમાં લખાણને મૂકવું એ આવશ્યક છે, જ્યારથી "દરેક લખાણને શૈલી પ્રમાણે વાંચવામાં આવે છે, જે તેના અર્થ સમજાવવાથી પ્રભાવી થાય છે " (શૌબર 401). વર્ગીકરણ તંત્રની વિભાવના લખાણોના પ્રતિભાવોને વિવિધ જૂથોમાં વહેંચે છે, જે એક શૈલીમાં સંપૂર્ણ રીતે બંધ બેસતું નથી કે ક કરતાં વધારે શૈલીઓના ગુણધર્મો દર્શાવવું નથીઃ "રસળતી પ્રસ્થાપિત રૂઢિઓની જેમ શૈલીઓનું દરજ્જો અડચણો ઊભી કરે છે જેમાંથી સંયુક્ત અથવા મિશ્ર શૈલીઓ ધરાવતું લખાણ તૈયાર થઈ શકે જેમાં સાંસ્કૃતિક પ્રચંડતા દૃ્શ્યમાન બને છે. આવું લખાણ ઓચિંતો હલ્લો કરવા જેવું બની શકે અથવા કોઈ વ્યક્તિ દ્વારા હોળીનું નારિયેળ પણ બની શકે સાથો સાથ અન્યો દ્વારા પ્રતિકાર સમુ પણ બની શકે" (લાકાપ્રા 220).

શૈલીની વિભાવનાની વધુ આધુનિક સમદ તરીકે "સામાજિક કાર્ય" લા મિલર (મિલર 152), શૈલીનો એક વધુ પરિસ્થિતીકીય અભિગમ શક્ય બન્યો છે. આ પરિસ્થિતીકીય અભિગમ શૈલીને વર્ગીકરણ તંત્ર, શૈલીનો "શૈલીની અવધિ"માંથી મુક્ત કરે છે. શૈલીની વિભાવનામાં અતિશયોક્તિયુક્ત પરિસ્થિતીની અગત્યતા પર નિર્ભર રહેતાં શૈલીના અભ્યાસનો વધુને વધુ વિસ્તરણનું પરિણામ મળે છે, જે સાક્ષરતાના પૃથ્થકરણનો લાભ આપે છે. એક સાહિત્યના પ્રોફેસર લખે છે, "સમકાલીનનો ઉપયોગ, શૈલીના (સામાજિક કાર્ય તરીકેના) વિચારની સુધારણા કરી ચોખ્ખી હવાને શ્વસે છે, અને તે ભાષા અને સાહિત્યના શિક્ષણશાસ્ત્ર માટે દરવાજા ખુલ્લા કરી આપે છે" (બ્લેઈચ 130). શૈલીના વ્યવહારિક ઉપયોગ તરીકે સંહિતાકારક વર્ગીકરણને બદલે, નવાં શૈલીના વિચાર પર ભાર મૂકે છે, " માનવીય એજન્ટો પાસે માત્ર ભૂતકાળની ક્રિયાના પુનસર્જનની સર્જનાતમક ક્ષમતા જ નથી, જેમ કે શૈલીઓમાં બંધ બેસતી ક્રિયા, પણ તે ઉપરાંત તેમના વાતાવરણમાં તે પ્રતિભાવ પણ આપે છે, અને વધુમાં ચોક્કસ સ્વરૂપના સર્જન અને શક્ય હોય એવી અનપેક્ષિત ક્રિયા જેમ કે શૈલીઓને ફેરફાર કરીને તે વાતાવરણને પણ બદલે છે " (કીલ્લોરાન 72).

સ્થિરીકરણ, સમાંગીકરણ અને સ્થિરતા[ફેરફાર કરો]

ઓળખાયેલી શૈલીમાં સંપૂર્ણ સ્થિરીકરણ હોતું નથી અને એવાં ઉદાહરણો પણ નથી હોતાં જે સમાંગીકરણની સંપૂર્ણ ઉણપ દર્શાવતું હોય. તેમ છતાં, સ્થિરીકરણ અને સમાંગીકરણ શબ્દો વચ્ચેની સાપેક્ષ સમાનતાઓને કારણે, સ્થિરીકરણ અથવા સમાંગીકરણની માત્રા અભિપ્રાયને આધારે એક ચોક્કસ શૈલી ચાલુ રાખવામાં આવે છે. દેખીતો આવશ્યક વાર્તાલાપ હંમેશા જરૂરી હોય છે અને તેથી તે સંપૂર્ણ પણે સ્થિર ગણવામાં આવે છે. અતિશયોક્તિયુક્ત સ્થિતીમાં અથવા પૂર્વેતિહાસ શૈલીઓ કે જે અપૂર્વ મોટાભાવે સ્થિરતા તરફ અને અનુમાનિત પ્રતિભાવો તરફ લઈ જાય છે. વાર્તાલાપના આપવામાં આવેલાં કુદરતી સ્વરૂપની ગોઠવણ કરતાં બાહરની બાજુએ, કોઈ એક વ્યક્તિ વણઓળખાયેલાં વિકલ્પને કારણે અયોગ્ય પ્રતિભાવ આપી શકે. વણઓળખાયેલો વિકલ્પનું સર્જન સમાંગીકરણની ઉણપ દ્વારા થાય છે અથવા તાજેતરની અતિશયોક્તિયુક્ત પરિસ્થિતીમાં અપેક્ષાઓમાં જુદાપણું આવવાથી થાય છે. (જેમૈસન)

આપેલી પરિસ્થિતી દ્વારા સ્થિરતા અનિયંત્રિત હોય છે અને અતિશયોક્તિયુક્ત સ્થિતી ઊભી થાય તે પહેલાં તેનો જાણીજોઈને ઉપયોગ કરવામાં આવે છે. સ્થિરતા મોટાભાગે હંમેશા સ્થિરીકરણને પ્રત્યક્ષપણે અસર કરે છે, અને સમાંગીકરણ પર કોઈ સંબંધ હોતો નથી. વાર્તાલાપની પસંદગી એક ચોક્કસ મૂલ્યની સ્થિરતા આપશે, જે ચોક્કસ પસંદગી પર આધારિત હોય છે. જો એક પરિસ્થિતી વધુ સમાધાનકારક પ્રતિભાવો માંગતું હોય, તો તે પરિસ્થિતીની સ્થિરતા વધુ પ્રચલિત હોય છે, અને તેથી અપેક્ષાઓ માટેની સ્થિર માંગની સાથેનો ગુણધર્મ છે. એક બાજુ સ્થિરીકરણ કે સ્થિરતા પર વસ્તુની સીધી અસર થતી નથી. વધુમાં એક વિકલ્પ છે કે સમાંગીકરણ પર અસર થઈ છે, સ્થિરતા પર હકારાત્મક કે નકારાત્મક અસર થઈ શકે છે. જેમ સુધારેલી શૈલીના જૂથોની સાથે એક નવી શૈલી જોડાઈ અને તાકીદની એક નવી ઈચ્છા ઊભી થઈ એવી રીતે શૈલીમાં પ્રત્યક્ષ પણે સ્થિર જગ્યાની પસંદગી કહેવાતાં પસંદ કરનારની સ્થાપના કરી સમાંગીકરણના વિપરિત ફેરફાર કરવો. કેવી રીતે એક વ્યક્તિ વિવિધ હેતુઓને પરિપૂર્ણ કરે છે, તે માટે એક સરખા વિચારો વાળી થીયરીનો અમલ થઈ શકે છે, જે ક્યાં તો અલગ શૈલીઓનું સર્જન કરે છે અથવા તો આધુનિક સૂક્ષ્મ શૈલીઓનું સર્જન કરે છે. (ફેરક્લોફ)

સંસ્કૃતિ[ફેરફાર કરો]

શૈલી સંસ્કૃતિમાં બંધ બેસતી છે, પણ સમયાંતરે તેની સાથે અથડામણ થઈ શકે છે. એવાં પ્રસંગો બને છે, જેમાં એક સાંસ્કૃતિક જૂથ ગોઠવાયેલાં એક શૈલીના માળખાઓમાં તે તરફ નમતુ રહે તે પ્રમાણે રાખી ન શકે. એન્થોની પારેએ અમેરિકન ઓસ્કિમોના સામાજિક કાર્યકરોમાં "શૈલી અને ઓળખઃ વ્યક્તિગત, સંસ્થાકીય અને વિચારસરણી" અંગેનો અભ્યાસ કર્યો. આ અભ્યાસમાં, પારેએ અમેરિકન ઓસ્કિમોના સામાજિક કાર્યકરોના રેકોર્ડ રાખવાના ફોર્મની શૈલી અને સાસ્કૃતિક મૂલ્યો જે આ શૈલીની અપેક્ષાઓને સંપૂર્ણ પરિપૂર્ણ કરવા સંપૂર્ણ સક્ષમ થવાથી અટકાવે છે તે બંને વચ્ચેના મતભેદોનું વિવરણ કર્યું છે. એમી ડેવિટ્ટ સંસ્કૃતિની વિભાવનાને તેણીના નિબંધ "શૈલી અંગેના સિદ્ધાંતો"માં સંસ્કૃતિની વ્યાખ્યા "કઈ પરિસ્થિતીઓ અને શૈલીઓ સંભવ છે અથવા યોગ્ય છે", તે ઉમેરીને વધુ વિસ્તૃત બનાવે છે (ડેવિટ્ટ 34).

શૈલી માત્ર સંસ્કૃતિ સાથે જ સહઅસ્તિત્વ ધરાવતી નથી પણ તેના અગત્યના ઘટકો તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવી છે. શૈલીઓ રોજબરોજના જીવનમાં વિપુલ પ્રમાણમાં જોવા મળે છે અને લોકો અજાણતા પણે તેની અંદર કામ કરતાં હોય છેઃ લોકો તેમના પ્રાધાન્ય માટે તેને હંમેશા ઉપયોગમાં લે છે અને હંમેશા તે સમાજમાં હાજર હોય છે. ડેવિટ્ટે મિલરના પરિસ્થિતીના વિચારને સ્પર્શ્યો, પણ તેને વિસ્તૃત કર્યો અને તેમાં ઉમેર્યું કે શૈલી અને પરિસ્થિતી સાથેને સંબંધ અરસપરસનો છે. વ્યક્તિગત તરીકે તે અથવા તેણી અતિશયોક્તિયુક્ત સ્થિતીમાં આકાર આપી મેળવી શકે છે, જે વધુમાં અતિશયોક્તિયુક્ત પ્રતિભાવો કે પરિસ્થિતીની બહાર ઊભા થતાં હોય તેને અસર કરે છે. કારણ કે સામાજિક કાર્યકરો વિભિન્ન કુટુંબો સાથે નજીકથી કાર્ય કરતાં હતાં, તેઓ ઘણી માહિતીઓ કે જે રેકોર્ડ નોંધવાના આ માહિતીના ક્ષેત્રમાં પ્રમાણભૂત છે તેને ખુલ્લી પાડવા માંગતા ન હતાં. આવી માહિતીને બહાર આપતાં તેમના સમુદાયના સભ્યો સાથે નજીકના સાંસ્કૃતિક સંબંધો ભંગ થાય છે.

લોકપ્રિય સંસ્કૃતિ[ફેરફાર કરો]

શૈક્ષણિક ક્ષેત્રની બહાર, શૈલી નિયમિત રીતે સમાજની લોકપ્રિય સંસ્કૃતિને અસર કરે છે. સમૂહ માધ્યમો વિખ્યાત વિષયોના વર્ગો જેમ કે સંગીત, ફિલ્મો, ટેલિવિઝન, પુસ્તકો વગેરેને વિભિન્ન દર્શાવવા શૈલીનો ઉપયોગ કરે છે. એક શૈલીને અન્ય શૈલીથી જુદી પાડવા માટે પસંદગીવાદ અગત્યનો ભાગ ભજવે છે, સનસનાટી રજૂ કરતાં નાટકના ચાહકો રમૂજના ચાકરો કરતાં અને રોમાંચના ચાહકો કરતાં જુદા દેખાય છે. શૈલી આ લોકપ્રિય વિષયોનાં સાંસ્કૃતિક પાસાઓને ભિન્ન આકાર આપવા માટે પણ ઉપયોગમાં લેવાય છે. અમેરિકન રમૂજ ફ્રેન્ચ રમૂજ કરતાં જુદું પડે છે, એવી રીતે રાષ્ટ્રિય સંગીત આઈરીશ લોકસંગીત કરતાં વધુ નોંધનીય છે. શૈલીઓ વિષયો (જેમ કે ફિલ્મો, સંગીત, પુસ્તકો વગેરેને) અસરકારક રીતે જુદા પાડે છે, ખાસ કરીને જ્યારે સમાજ દ્વારા કોઈ ચીલો પાડ્યો હોય તેને અનુસરવાનું હોય ત્યારે. નજીકના ભાડે ફિલ્મ આપતી દુકાનમાં સૂર દ્વારા સંગીતની શોધમાં ચાલતાં, ગોઠવેલાં વર્ગીકરણ તંત્રો તરીકે રોજબરોદના જીવનમાં શૈલીઓ લાગુ પડે છે. એ ઉપરાંત કરિયાણાની દુકાનો અથવા કપડાંની દુકાનોમાં પણ શૈલીઓ કોઈ એક ચોક્કસ વિષયમાં નાના વર્ગોમાં જુદા પણું નક્કી કરવા માટે ક્રમિક પ્રવાહ સ્વરૂપે ઉપયોગમાં લેવાય છે, જે ફળ અને ડેરી વચ્ચે ભેદ દર્શાવે છે, અને નકામી વસ્તુને ત્યજવાનું સૂચવે છે.

શ્રોતાઓ[ફેરફાર કરો]

તેમ છતાં શૈલીઓ હંમેશા ચોક્કસપણે વ્યાખ્યાયિત હોતી નથી, શૈલીની ગણના એક વ્યક્તિ શું વાચશે અથવા જોશે તે નક્કી કરવાના એક અત્યંત મહત્તવના પાસાં તરીકે થાય છે. શૈલીના વર્ગીકરણ ગુણધર્મો શૈલીની વ્યક્તિગત સમજ પર આધારિત સંભવનીય વપરાશકારોને આકર્ષી શકે છે અથવા હાંકી કાઢી શકે છે.

શૈલી તેના શ્રોતાઓના મનમાં અપેક્ષાઓનું સર્જન કરે છે અને જો અપેક્ષાઓ પૂર્ણ થાય અથવા ન થાય તેના આધારે તે સફળ અથવા નિષ્ફળ જઈ શકે છે. શ્રોતા અને અનુરૂપ પ્રકાશનોમાં ઘણી શૈલીઓ વિસ્તાર પામે છે જે તેઓને ટેકો આપે છે, જેમ કે સામયિકો અને વેબસાઈટો. વિપરિતપણે પૂર્વેતિહાસ શૈલીમાં પરિવર્તન માટે શ્રોતાઓ કરી શકે અને સમગ્ર રીતે નવી શૈલીનું સર્જન કરી શકે.

વેબ પૃષ્ઠોને પણ વર્ગીકૃત કરવા માટે આ શબ્દનો ઉપયોગ થઈ શકે, જેમ કે સમાચારપૃષ્ઠ અને આનંદનું પૃષ્ઠ, જે બંને અત્યંત વિવિધ દેખાવ, શ્રોતાઓ અને ઉદ્દેશ્ય સાથે હોય છે. કેટલાંક સર્ચ એન્જિક જેમ કે વિવિસીમો ઓટોમેટેડ વર્ગીકરણમાંથી સમૂહમાં વેબપૃષ્ઠો શોધે છે, એક પ્રયત્નમાં વિવિધ શૈલીઓ દર્શાવે છે, આ શોધ યોગ્ય હોઈ શકે.

દૃશ્ય અંગેની કલાઓ[ફેરફાર કરો]

શૈલી ચિત્રકામ

શૈલી શબ્દ દૃશ્ય અંગેની કલાના ઇતિહાસમાં અને વિવેચનમાં વધુ ઉપયોગી બને છે, પણ કલાના ઇતિહાસમાં એવો અર્થ થાય છે કે ભેળસેળ થાય તેના કરતાં ઢાંકી દેવું. શૈલી ચિત્રકામ ચિત્રકામ અંગેનો શબ્દ છે જ્યાં મુખ્ય વિષયના ગુણધર્મો માણસની આંગળી છે, જેની સાથે કોઈ ચોક્કસ ઓળખ- બીજા શબ્દોમાં જોડાયેલી નથી, આંગળીઓ કોઈ વાર્તામાંની છબી કે ચરિત્ર નથી, અથવા રૂપકાત્મક વ્યક્તિકરણો નથી. ઘણી શૈલી ચિત્રકામો સામાન્ય જીવનમાંથી દેખાતા હોય છે ખાસ કરીને નીચી જાતિના લોકોની છબી બનાવવાની હોય. જેમાં જુદા પણું છેઃ આનુસંગિક આંકડાઓમાં પ્રાથમિક કુદરતી દૃશ્ય અથવા કલાત્મક ચિત્રકામ શું છે તેની ભિન્નતા દર્શાવી છે. શૈલી ચિત્રકામ વિસ્તૃત રીતે ઉપયોગમાં લઈ શકાય, જેમાં યોગ્ય રીતે શૈલી ચિત્રકામને અને અન્ય વિશિષ્ટ પ્રકારનું ચિત્રકામ જેમ કે નિર્જીવ વસ્તુ , કુદરતી દૃશ્યો, દરિયાનું ચિત્રકામ અને પ્રાણીઓનું ચિત્રકામ આવરી લેવામાં આવે છે .

શૈલીઓની શ્રેણીની વિભાવના કલાત્મક સિદ્ધાંતોમાં એક સશક્તિ વિભાવના છે, ખાસ કરીને 17મી અને 19મી સદીમાં. ફ્રાંસમાં તે સૌથી મજબૂત હતી, જ્યારે તે એકેડેમિયા ફ્રાન્સીસ સાથે જોડાયેલી હતી, જેણે શૈક્ષણિક કલામાં મુખ્ય અદા પકડી રાખી હતી. શૈલીની શ્રેણીનો ક્રમ આ પ્રમાણે છે:

ભાષાશાસ્ત્ર[ફેરફાર કરો]

ભાષાની ફિલસૂફીમાં, ફિલોસોફર અને સાહિત્યપ્રેમી વિદ્વાન મીખૈલ બાખ્ટીનના કાર્યમાં અત્યંત આગળ પડતો નિરૂપણ કરવામાં આવ્યું છે. "ભાષા શૈલીઓ" અંગે બાખ્ટીનનું મૂળભૂત નિરિક્ષણ હતુ, બોલવા અથવા લખવાના પ્રકારો જે લોકો નકલ શીખે છે, સાથે વણે થે અને તેમાં સુધારો કરે છે (જેમ કે "ઔપચારિક પત્ર" અને "કરિયાણાની યાદી", અથવા "યુનિવર્સીટીનું વ્યાખ્યાન" અને "વ્યક્તિગત ટૂચકા"). આ અર્થમાં શૈલીઓનો સામાજિકપણે વિશિષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છેઃ ચોક્કસ સંસ્કૃતિ અથવા સમુદાય દ્વારા તેને ઓળખવું અને વ્યાખ્યાયિત (હંમેશા બિનઔપચારિક પણે) કરવામાં આવી હતી. જ્યોજ લુકાસનું કાર્ય પણ સાહિત્યયુક્ત શૈલીઓના પ્રકારને સ્પર્શે છે, બાખ્ટીનની જેમ અલગ રીતે ઉભરે છે, પણ એ જ સમયની આસપાસ (1920-1930ના દાયકાઓમાં) થયું હતું. નોર્મન ફેરક્લોફે પણ શૈલીની એક સમાન વિભાવના આપે છે જે લખાણના સામાજિક સંબંધ પર ભાર મૂકે છેઃ " વિવિધ પ્રકાર દ્વારા અસરપરસનો વાર્તાલાપ" એ શૈલીઓ છે (ફેરક્લોફે, 2003: 26).

તેમ છતાં, શૈલી અંગેના ખ્યાલ માટેનો આ એક માત્ર વિકલ્પ જ છે. ચારૌડીયુ અને મેઈનજુનીયુએ શૈલીની ચાર વિશ્લેષણાત્મક વિભાવના નિર્ધારિત કરી છે.
લખાણ અંગંની શૈલી નીચેના પાસાઓ દ્વારા નિર્ધારિત કરી શકાય:

  1. ભાષાશાસ્ત્રનું કાર્ય.
  2. ઔપચારિક લક્ષણો.
  3. સંસ્થાનું મૂળ લખાણ.
  4. લખાણના ઓપચારિક અને સંસ્થાગત લક્ષણો વચ્ચેના પ્રત્યાનનની સ્થિતી વચ્ચેનો સંબંધ (ચારૌડીયુ અને મેઈનજુનીયુ, 2002:278-280).

સાહિત્ય[ફેરફાર કરો]

સાહિત્યમાં, શૈલી અગોચર વર્ગીકરણ તરીકે જાણીતી છે. આ વર્ગીકરણ વિસ્તાર કરવાની વિભાવનાનો સમાવેશ કરે છે અથવા હંમેશા સ્થિર હોય એવા વિચારનો સમાવેશ કરે છે.પશ્ચિમી ઇતિહાસમાં શૈલીના સૌથી પહેલાં નોંધાયેલા તંત્ર પ્લેટો અને એરીસ્ટોટલ સુધી પાછળ લઈ જઈ શકે છે. જેરાર્ડ જેનેટ્ટ, એક ફ્રેન્ચ સાહિત્ય સિદ્ધાંતવાદી અને ધી આર્કીટેક્સટ ના લેખક પ્લેટોને ત્રણ અનુકરણ શૈલીઓ નાટ્યમય સંવાંદ, નાટક, શુદ્ધ વૃત્તાંત, અતિશયોક્તિયુક્ત લખાણ અને બે મહાકાવ્યોનું મિશ્રણના સર્જક તરીકે વર્ણવ્યાં છે. ઊર્મી કાવ્ય, ગ્રીક સાહિત્યનું ચોથું અને અંતિમ પ્રકારનું સાહિત્ય, પ્લેટો દ્વારા બિનઅનુકરણીય પ્રકારનું હતું તેની બાદબાકી થઈ હતી. શુદ્ધ વૃત્તાંતને જીવંત પ્રથા તરીકે ગણી તેની સૌ પ્રથમ બાદબાકી કરતાં પ્લેટોનાં તંત્રમાં એરીસ્ટોટલે સુધારો કર્યો અને તેને વધુ બે વિભાગોમાં વિભાજિત કર્યાં છે. વસ્તુ ચઢિયાતી હોય કે ઉતરતી તેનું અનુકરણ થવું જોઈએ, અને શબ્દો, હાવભાવ અથવા કવિતાને જેમ રજૂઆતનું માધ્યમ છે. આવશ્યકપણે, પ્રકાર, વસ્તુ અને માધ્યમના ત્રણ પ્રકારો એક્સવાયઝેડ અક્ષરેખા સાથે નિહાળી શકાય છે. એરીસ્ટોટલના તંત્રને ચાર પ્રકારની પરંપરાગત શૈલીઃ શોકાન્તિક (ચઢિયાતુ-નાટકીય વાર્તાલાપ), મહાકાવ્ય (ચઢિયાતુ- મિશ્ર વર્ણન), રમૂજી (ઉતરતું- નાટકીય વાર્તાલાપ), અને અને અનુકરણીય (ઉતરતુ- મિશ્ર વર્ણન) માં વિભાજ્યા છે. જેનેટ્ટે રોમેન્ટીક સમયગાળા દરમિયાન ઊર્મીકાવ્યને પરંપરાગત તંત્ર સાથે પાછળથી સંકલિત કરી હવે શુદ્ધ વૃતાંત પ્રકારને ફેરબદલીમાં મૂકી સમજાવવાનું ચાલુ રાખ્યું છે. ઊર્મિ કાવ્ય, જે એક વખત બિનઅનુકરણીય ગણાતું હતું, તે અનુકરણ કરવાવાળી લાગણી તરીકે ગણાઈ, નવા ત્રિપક્ષીય તંત્રનો ત્રીજો પગ બન્યો છેઃ ઊર્મિપ્રધાન, મહાકાવ્ય, મિશ્ર વર્ણન અને નાટ્યાત્મક, વાર્તાલાપ સાથે ટકી રહ્યું છે. આ તંત્ર, જે "જર્મન રોમેન્ટીકવાદના સાહિત્યિક સિદ્ધાંતો પર વર્ચસ્વ ધરાવતી થઈ (અને તેથી તેનાથી વધુ)..." (38), નવી પ્રણાલી વિસ્તરણ અને પુનરાવર્તનના અસંખ્ય પ્રયત્નો દ્વારા તૈયાર થઈ છે. તેમ છતાં, ત્રિપક્ષીય પ્રણાલીને વિસ્તારવાના વધુ મહાત્વાકાંક્ષી પ્રયત્નો નવી વર્ગીકરણ પ્રણાલીની વધતી જટિલતાનું પરિણામ છે. જેનેટ્ટે આ વિવિધ પ્રણાલીઓને મૂળ ત્રિપક્ષીય કરાર સાથે સરખામણી કરીને પ્રતિભાવ આપ્યા છે. "તેનું બંધારણ જે પાછળથી આવ્યાં છે, તેના કરતાં ચઢિયાતું છે, મૂળભૂત ફાંટ તેઓ તેમના વ્યાપક અને ચડતા–ઊતરતા દરજ્જાવાળા વર્ગીકરણ જેવી છે, જે દરેક વખતે તાત્કાલિક સંપૂર્ણ રમતને રમવા અશક્તિ અને મડાગાંઠ દર્શાવે છે" (74). વર્ગીકરણ વિદ્યા શૈલીના અતિશયોક્તિયુક્ત વધુ પરંપરાગત મોડેલનો વિરોધ કરી શૈલી માટે માળખાકીય વર્ગીકરણ તંત્રને મંજૂર કરે છે.

સંદર્ભો[ફેરફાર કરો]

  • બાવર્શી, અનીસ. " શૈલીની જૈવિક પ્રણાલી" જૈવિક ગોઠવણીઃ સૈદ્ધાંતિક અને શૈક્ષણિક દૃષ્ટિકોણ. સંપાદક ક્રિશ્નન આર. વૈસ્સર અને સીડની આઈ. ડોબ્રીન. અલ્બાનીઃસની પ્રેસ, 2001. 69-80.
  • બીત્ઝર, લ્લોયડ એફ."અતિશયોક્તિયુક્ત પરિસ્થિતી." ફિલસૂફી અને અતિશયોક્તિ 1:1 (1968): 1‐14.
  • બ્લૈચ, ડેવિડ. "ભાષાની આવશ્યકતા અને અભ્યાસશાસ્ત્ર સાથે વિનિમય." અભ્યાસશાસ્ત્ર 1.1 (2001): 117-141.
  • ચારૌડીયુ, પી., મેઈનજુનીયુ, ડી અને આદમ, જે ડિક્શનરી દ'એનાલીસીસ ડુ ડીસ્કરસ સેઉઈલ, 2002.
  • કોઈ, રીચાર્ડ. "'ઉત્તેજના અને ઈચ્છાઓની પરિતૃપ્તિ': અતિશયોક્તિયુક્ત શૈલી પ્રક્રિયાના સમયમાં અને તેથી આગળ." શૈલી અને નવી અતિશયોક્તિ સંપાદક. એવિવા ફ્રીડમેન અને પીટર મેડવે. લંડનઃટેયલર અને ફ્રાનસીસ, 1994. 181-190.
  • ડેવિટ્ટ, એમી જે. "શૈલીનો સિદ્ધાંત" શૈલીઓનું લેખન. કાર્બોન્ડાલે: સાઉધન ઈલીનોઈઝ યુનિવર્સીટી પ્રેસ, 2004. 1-32.
  • ફેરક્લોફ, નોર્મન. વાર્તાલાપનું વિશ્લેષણ: સામાજિક સંશોધન માટે લખાણનું વિશ્લેષણ રફટેલેજ, 2003.
  • જેનેટ્ટ, જીરાર્ડ. ધી આર્કીટેક્ટઃ એક પરિચય. 1979 બેરકેલેય: યુનિવર્સીટી ઓફ કેલીફોર્નિયા પ્રેસ, 1992.
  • જેમૈઈસન, કાથલીન એમ. "પૂર્વેતિહાસ શૈલી અતિશયોક્તિયુક્ત અડચણ તરીકે." ભાષાનું ત્રિ-માસિક જર્નલ 61 (1975): 406‐415.
  • કિલ્લોરન, જોહ્ન બી. "ઘરના આંગળામાં દુષ્પ્રભાવવાળી વ્યક્તિ અને અન્ય આંકડાઓ: વ્યક્તિગત હોમ પેજ પર સ્વરજૂઆત કરતી શૈલીઓ" જીવનચરિત્ર 26.1 (2003): 66-83.
  • લાકાપ્રા, ડોમીનીક. "ઇતિહાસ અને શૈલીઃ ટીપ્પણી" નવો સાહિત્યીક ઇતિહાસ 17.2 (1986): 219-221.
  • મિલર, કાર્લોન. "સામાજિક કાર્ય તરીકે શૈલી." ભાષાનું ત્રિ-માસિક જર્નલ. 70 (1984): 151-67.
  • શૈબર, એલેન અને એલેન સ્પોલસ્કાય. "કવિતાના સર્જનનો ખોટો દેખાવ." નવો સાહિત્યીક ઇતિહાસ 12.3 (1981): 397-413.

વધું વાંચન[ફેરફાર કરો]

  • સુલીવાન, કેરી (2007) 'પ્રયોજ્ય તત્તવો? શરૂઆતના આધુનિક શીર્ષકોમાં શૈલીના સૂચકો, આધુનિક ભાષાનું સમાલોચન 102.3, pp. 641–53
  • પારે, એન્થોની. "શૈલી અને ઓળખ" અતિશયોક્તિ અને શૈલીની વિભાવના: સ્થિરતા અને પરિવર્તન માટેની રણનીતિઓ. સંપાદક રીચાર્ડ એમ. કોઈ, લોરેલેઈ લીન્ગાર્ડ, અને ટાટૈના ટેસ્લેન્કો. ક્રેસ્કીલ, એન.જે. હેમ્પટન પ્રેસ, 2002.

બાહ્ય લિંક્સ[ફેરફાર કરો]