સૂર

વિકિપીડિયામાંથી

અવાજનાં સ્થૂલ સ્વરૂપને સ્વર અથવા સૂર કહે છે. સાધારણ ગાયન-વાદનમાં સ્થૂલ સ્વર પ્રયોજાય છે. અને ખાસ રાગ-રાગીણીઓનાં સાચાં સ્વરૂપો બતાવવામાં શ્રુતિઓનો ઉપયોગ થાય છે. ૨૨ શ્રુતિઓમાંથી અમુક શ્રુતિનાં નકકી કરેલ અંતરે શુધ્ધ તેમજ વિકૃત સ્વરો મનાય છે.

મુખ્ય સાત સ્વરોમા અનુક્રમે;

  • ષડજ
  • રિષભ
  • ગાંધાર
  • મધ્યમ
  • પંચમ
  • ધૈવત
  • નિષાદ

જોવા મળે છે. ગાતી વખતે તે સ્વરોને ટુંકાવીને ક્રમાનુસાર 'સા રે ગ મ પ ધ નિ' આ રીતે ઉચ્ચારાય છે. સ્વરનાં શુધ્ધ અને વિકૃત એમ બે પ્રકાર છે.