લખાણ પર જાઓ

શ્યામલ મુનશી

વિકિપીડિયામાંથી

શ્યામલ મુનશી ગુજરાતી ગાયક, સ્વરરચનાકાર અને સંગીત-નિર્દેશક છે, કે જેમણે પોતાના ભાઈ સૌમિલ મુનશી સાથે મળીને ગુજરાતી સુગમ સંગીતક્ષેત્રે મહત્ત્વનું યોગદાન કરેલ છે. તેમના યોગદાન બદલ 'ગુજરાત ૧૦૦ પાવર લિસ્ટ ૨૦૦૫-૦૬'માં તેમનો સમાવેશ કરવામાં આવ્યો હતો.[]

શ્યામલ મુનશીનો જન્મ ૧૪ એપ્રિલ ૧૯૬૨ના રોજ પરેશભાઈ અને ભક્તિબહેનને ત્યાં થયો હતો. તેઓ વ્યવસાયે પ્લાસ્ટિક સર્જન છે. તેમના લોકપ્રિય આલબમોમાં 'ચંચલ', 'શીતલ', 'નિર્મલ' અને 'કોમલ' એમ ચાર સંગીતશ્રેણીઓનો સમાવેશ થાય છે. તેમણે પોતાના ભાઈ સૌમિલ મુનશી સાથે મળીને 'સ્વરસેતૂ' નામની કલાસંસ્થા સ્થાપેલ છે, જેના નેજા હેઠળ ગુજરાત અને ગુજરાતની બહાર સુગમ સંગીતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.[]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ મૂળે, બાળકૃષ્ણ માધવરાવ (૨૦૦૯). "મુનશી સૌમિલ; મુનશી શ્યામલ". માં ઠાકર, ધીરુભાઈ (સંપાદક). ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૨૪ (પ્રથમ આવૃત્તિ). અમદાવાદ: ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૬૮૭–૬૮૮. OCLC 837900118.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]