લખાણ પર જાઓ

શારદા મુખર્જી

વિકિપીડિયામાંથી
(શ્રીમતી શારદા મુખર્જી થી અહીં વાળેલું)

શારદા મુખર્જી (૧૯૧૯-૨૦૦૭[સંદર્ભ આપો]) ભારતીય સામાજીક કાર્યકાર અને રાજકારણી હતા જેઓ ૧૯૬૦ના દાયકામાં લોક સભાના સંસદ અને પછીથી આંધ્ર પ્રદેશ અને ગુજરાતના રાજ્યપાલ રહ્યા હતા.

તેમનો જન્મ શારદા પંડિત તરીકે મહારાષ્ટ્રના કુટુંબમાં ૨૪ ફેબ્રુઆરી ૧૯૧૯ના રોજ થયો હતો. તેમના કાકા રણજીત એસ. પંડિતે જવાહરલાલ નેહરુના બહેન વિજ્યાલક્ષ્મી પંડિત સાથે લગ્ન કર્યા હતા. તેમના માતા સરસ્વતીબાઇ પંડિત ફિલ્મ કલાકાર દુર્ગા ખોટેના બહેન હતા. તેમના લગ્ન ૧૯૩૯માં સુબ્રતો મુખર્જી સાથે થયા હતા, જેઓ પછીથી એર ચીફ માર્શલ બન્યા હતા. તેમને એક પુત્ર હતો. ૧૯૬૦માં તેમના પતિના આકસ્મિક મૃત્યુ પછી તેઓ રાજકારણમાં પ્રવેશ્યા. તેઓ ૩જી અને ૪થી લોકસભામાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તરફથી ૧૯૬૨થી ૧૯૭૧ દરમિયાન રત્નાગિરી લોકસભા મતવિસ્તારમાં ચૂંટાયા હતા.[]

૧૯૭૭ થી ઓગસ્ટ ૧૯૭૮ વચ્ચે તેઓ આંધ્ર પ્રદેશ અને ૧૯૭૮થી ૧૯૮૩ દરમિયાન ગુજરાતના રાજ્યપાલ રહ્યા હતા.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "1962 India General (3rd Lok Sabha) Elections Results".

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]
સરકારી હોદ્દાઓ
પુરોગામી
કે. કે. વિશ્વનાથન
ગુજરાતના રાજ્યપાલ
૧૯૭૮ – ૧૯૮૩
અનુગામી
પ્રો. કે. એમ. ચાંડી