શ્રી નિષ્કલંક મહાદેવ કોળિયાક

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

નિષ્કલંક મહાદેવ મંદિર ભાવનગર જિલ્લાના કોળિયાક ખાતે આવેલું શિવ મંદિર છે.[૧] અહીં ભરાતો કોળિયાકનો મેળો જાણીતો છે, જે શ્રાવણી અમાસના દિવસે ભરાય છે.

હિંદુ ધર્મની માન્યતા અનુસાર મહાભારતના યુધ્ધ પછી પાંડવો અહીં આવ્યા હતા અને કોળિયાક ગામના સમુદ્ર કિનારે દેવાધિદેવ મહાદેવની સ્થાપના કરી હતી તેમજ વેદોક્ત વિધિથી ભગવાન શિવની પૂજા-અર્ચના કરી જેનાથી યુધ્ધમાં કરેલ હિંસાના પરિણામે લાગેલા કલંકથી તેમને મુક્તી મળતાં તેઓ નિષ્કલંક થયા અને તેથી આ મહાદેવને નિષ્કલંક મહાદેવ તરીકે ઓળખાય છે. આ શિવલીંગ સમુદ્રમાં આવેલ હોવાથી માત્ર ઓટના સમયે જ તેના દર્શન થઇ શકે છે. દર વર્ષે શ્રાવણ વદ ચૌદશે તથા ભાદરવી અમાસને દિવસે અહીં પરંપરાગત રીતે લોકમેળો યોજાય છે. આ દિવસે મંદિરને બાવન ગજની ધજા ચડાવવામાં આવે છે અને મંદિરના મુહૂર્ત પ્રમાણે ભાવિકો અને શ્રધ્ધાળુઓ સમુદ્રમાં સ્નાન કરે છે અને ત્યારબાદ ભગવાનના દર્શન તથા પૂજા - અર્ચના કરે છે.[૧]

આ સ્થળ ભાવનગર શહેરથી આશરે ૨૦ કિલોમીટર અંતરે આવેલું છે.[૧]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ "દરિયા વચ્ચે અલૌકિક જયોતિર્લિંગ નિષ્કલંક મહાદેવ". દિવ્ય ભાસ્કર. 2009-08-19. the original માંથી 2009-08-22 પર સંગ્રહિત. Retrieved 2020-05-28. Check date values in: |accessdate=, |date=, |archive-date= (મદદ)

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]