શ્રેણી:ભારતની ઋતુઓ
Appearance
આ શ્રેણી હેઠળ આવતા લેખો ભારત દેશની ઋતુઓ વિશે માહિતી ધરાવે છે. પ્રાચીન સાહિત્ય પ્રમાણે ભારતમાં વસંત, ગ્રીષ્મ, વર્ષા, શરદ, હેમંત અને શિશિર એમ છ અલગઅલગ ઋતુઓનાં વર્ણન મળે છે. જેને ભારતીય પંચાગ મુજબના મહીનાઓ સાથે આ રીતે સાંકળી શકાય.
ઋતુ | મહિના | ઋતુનો અનુભવ |
---|---|---|
વસંત | ફાગણ અને ચૈત્ર | સપુષ્પ વનસ્પતિને પુષ્પ આવે અને ગરમી વધતી જાય |
ગ્રીષ્મ | વૈશાખ અને જેઠ | ગરમી ચરમસીમાએ પહોચે અને જેઠ મહીનાથી હવામાં ભેજનું પ્રમાણ થોડુ વધે |
વર્ષા | અષાઢ અને શ્રાવણ | વરસાદના મુખ્ય મહિના |
શરદ | ભાદરવો અને આસો | વરસાદ વિહિન પણ વાદળછાયા ભેજવાળા દિવસો આસોના અંત સુધીમાં મોડી રાત્રે ગુલાબી ઠંડીની અસર વર્તાય |
હેમંત | કારતક અને માગશર | ઠંડીના દિવસો, વહેલી સવારે ધુમ્મસ છવાય |
શિશિર | પોષ અને મહા | પાનખરના દિવસો |