લખાણ પર જાઓ

શ્વેત ક્રાંતિ

વિકિપીડિયામાંથી
અમૂલ ડેરી પ્લાંટ, આણંદ, ગુજરાત

ઇ.સ. ૧૯૬૪માં તત્કાલિન પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીને કેટલ ફીડ પ્લાંટનું ઉદઘાટન કરવા માટે આમંત્રિત કર્યા હતા. યોજના અનુસાર તેઓને તેજ દિવસે પરત થવાનુ હતું, પરંતુ તેઓ સહકારી મંડળીની સફળતા જાણવા ત્યાંજ રોકાયા. તેઓએ ડો. વર્ગીસ સાથે સહકારી મંડળીનુ નિરીક્ષણ કર્યુ અને તેની કામગીરી થી ખુબજ પ્રભાવિત થયા. જ્યાં અમૂલ ખેડુતોથી ફક્ત દૂધજ એકત્રીત કરતુ ન હતું પણ તેમની આર્થિક સ્થિતિ પણ સુધારતુ હતું. નવી દિલ્હી પહોંચીને તેમણે ડો.કુરિયન ને અમૂલના પ્રતિરૂપને આખા દેશમાં અમલ કરવા કહ્યું. આના પરિણામ સ્વરૂપ ૧૯૬૫ માં રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડની સ્થાપના થઇ. આ સમયે દૂધની માંગ પણ વધુ હતી. ભારત પણ શ્રીલંકાની જેમજ દૂધનો સર્વાધિક આયાતકાર બની ગયો હોત, જો એન.ડી.ડી.બી અને સરકારે પૂરતા પગલા ના લીધા હોત. તે સમયે સૌથી મોટી સમસ્યા ધન એકત્ર કરવાની હતી. આ માટે ડો. કુરિયને વર્લ્ડ બેંક ને લોન માટે રાજી કરવાની કોશિશ અને વગર શર્તે ઉધાર મેળવવા પ્રયત્ન કર્યા. જ્યારે વર્લ્ડ બેંકના અધ્યક્ષ ૧૯૬૯ માં ભારત દર્શને આવ્યા ત્યારે ડો. કુરિયને કહ્યુ હતુ "તમે મને ધન આપો અને આ વિશે ભુલી જાઓ" થોડા સમય પછી વર્લ્ડ બેંકે તેમને ઋણની સ્વીક્રૃતિ આપી દીધી. આ મદદ ઓપરેશન ફ્લડ કે શ્વેત ક્રાંતિનો હિસ્સો હતો. ઓપરેશન ફ્લડને ત્યારબાદ ત્રણ ચરણમાં કાર્યરત કરવામાં આવ્યું હતું.

આ સંયુક્ત પ્રયાસો ના ફળસ્વરુપે આજે અમૂલ પોતાના લગભગ ૫ લાખ દૂધ ઉત્પાદકોને દૈનિક ૧,૪૪,૨૪૬ ડેરી કો-ઓપરેટીવ સંસ્થાનોમાં દૂધ પહોચાડે છે. અમૂલે આજે ભારતને વિશ્વનો સૌથી મોટો દૂધ ઉત્પાદક બનાવ્યો છે.[૧][૨]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Katar Singh. Rural Development: Principles, Policies and Management. ISBN 81-7036-773-5. મેળવેલ 24 April 2017.
  2. Pendleton, Andrew; Narayanan, Pradeep. "The white revolution : milk in India" (PDF). Taking liberties: poor people, free trade and trade justice. Christian Aid. પૃષ્ઠ 35. મેળવેલ 11 September 2012.[હંમેશ માટે મૃત કડી]