સંત સોફિયા દેવળ, કીવ

વિકિપીડિયામાંથી
સંત સોફિયા દેવળ, કીવ
El exterior actual es el resultado de la remodelación del siglo XVII
વેબસાઇટhttps://st-sophia.org.ua/en/home/ Edit this on Wikidata


સંત સોફિયા દેવળ અથવા સેન્ટ સોફિયા કેથેડ્રલયુક્રેનના કીવ શહેરમાં આવેલું કીવન રુસ[upper-alpha ૧]નું સ્થાપત્ય સ્મારક છે, જે ભૂતપૂર્વ શહેરના સૌથી જાણીતા સીમાચિહ્નોમાંનું એક છે અને યુક્રેનનું પ્રથમ વિશ્વ ધરોહર સ્થળ છે, જેને કીવ ગુફા મઠ સંકુલની સાથે વિશ્વ ધરોહર સૂચિમાં સ્થાન આપવામાં આવ્યું છે.[૧] દેવળ (કેથેડ્રલ)માં તેની મુખ્ય ઇમારત ઉપરાંત, બેલ ટાવર અને હાઉસ ઓફ મેટ્રોપોલિટન જેવા સહાયક માળખાના સમૂહનો સમાવેશ થાય છે. ૨૦૧૧માં આ ઐતિહાસિક સ્થળને યુક્રેનના પ્રાદેશિક વિકાસ મંત્રાલયના અધિકારક્ષેત્રમાંથી યુક્રેનના સંસ્કૃતિ મંત્રાલયને સોંપવામાં આવ્યું હતું.[૨]

દેવળનું સંકુલ રાષ્ટ્રીય અભયારણ્ય 'સોફિયા ઓફ કિવ'નો મુખ્ય ઘટક અને સંગ્રહાલય છે, જે રાજ્ય સંસ્થા છે અને દેવળ સંકુલની જાળવણી માટે જવાબદાર છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

આ દેવળનું નામ કોન્સ્ટેન્ટીનોપલ (હાલના ઇસ્તંબુલ)માં ૬ઠ્ઠી સદીના હાગિયા સોફિયા (હોલી વિઝડમ) દેવળના નામ પરથી રાખવામાં આવ્યું છે, જે સોફિયા નામના ચોક્કસ સંતને બદલે પવિત્ર શાણપણને સમર્પિત હતું. ઇમારતનો પ્રથમ પાયો ૧૦૩૭ અથવા ૧૦૧૧માં નાખવામાં આવ્યો હતો,[૩] પરંતુ તેને પૂર્ણ થવામાં બે દાયકા લાગ્યા હતા. એક માન્યતા અનુસાર, યારોસ્લાવ ધ વાઈઝે ૧૦૩૬માં વિચરતા પેચેનેગ્સ [upper-alpha ૨] લોકો સામે નિર્ણાયક વિજયની ઉજવણી કરવા માટે સંત સોફિયા કેથેડ્રલના બાંધકામને પ્રાયોજિત કર્યું હતું.[૪] ૩૦ વર્ષ સુધી કેથેડ્રલનો અભ્યાસ કરનાર ઇતિહાસકાર ડૉ.નાદિયા નિકિટેન્કોના જણાવ્યા અનુસાર, આ કેથેડ્રલની સ્થાપના ૧૦૧૧માં યારોસ્લાવના પિતા ગ્રાન્ડ પ્રિન્સ ઓફ કીવન રુસ, વ્લાદિમીર ધ ગ્રેટના શાસન હેઠળ કરવામાં આવી હતી. યુનેસ્કો અને યુક્રેન બંને દ્વારા ડૉ.નાદિયાના તારણનો સ્વીકાર કરવામાં આવ્યો છે, અને ૨૦૧૧માં સત્તાવાર રીતે કેથેડ્રલની ૧૦૦૦મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી હતી.[૫] આ રચનામાં ૫ નેવ્સ [upper-alpha ૪], ૫ એપ્સ [upper-alpha ૫] અને (બાઇઝેન્ટાઇન સ્થાપત્યશૈલી માટે તદ્દન આશ્ચર્યજનક રીતે) ૧૩ કપોલા [upper-alpha ૬] છે. તે ત્રણ બાજુથી દ્વિ-સ્તરીય દીર્ઘાથી ઘેરાયેલું છે. 37 to 55 m (121 to 180 ft) ઊંચાઈ બાદ બાહ્ય ભાગ પ્લિન્થ્સ [upper-alpha ૭] સાથે જોડાયેલો છે. અંદરથી, તે ૧૧મી સદીના મોઝેઇક અને ભીંતચિત્રો જાળવી રાખે છે, જેમાં યારોસ્લાવના પરિવાર અને ઓરન્સનું જર્જરિત પ્રતિનિધિત્વ સામેલ છે. મૂળભૂત રીતે કેથેડ્રલ એ કિવન શાસકોની દફનવિધિનું સ્થળ હતું જેમાં વ્લાદિમીર મોનોમેક, વેસેવોલોડ યારોસ્લાવિચ અને કેથેડ્રલના સ્થાપક યારોસ્લાવ આઇ ધ વાઇઝનો સમાવેશ થાય છે, જો કે વર્તમાનમાં ત્યારબાદના શાસકોની કબર જ આજ દિન સુધી બચી શકી હતી.(જુઓ ચિત્ર)

સંત સોફિયા કેથેડ્રલ, ૧૮૮૯માં, Department of Image Collections, National Gallery of Art Library, Washington, DC

૧૧૬૯માં વ્લાદિમીર-સુઝદાલના આંદ્રેઈ બોગોલ્યુબ્સ્કી દ્વારા કીવને લૂંટી લેવામાં આવ્યા બાદ તથા ૧૨૪૦માં રોસ પર મોંગોલ આક્રમણ થયા બાદ, કેથેડ્રલ અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. ૧૬મી સદીમાં જ્યારે પોલિશ-લિથુઆનિયન રાષ્ટ્રમંડળ કેથોલિક અને રૂઢિચુસ્ત ચર્ચોને એક કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે તેના આધુનિક વૈભવમાં તેનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું હતું.

૧૫૯૫-૯૬માં ઇમારતનું સમારકામ શરૂ કરાયું હતું અને ઇમારતના ઉપરના ભાગનું સંપૂર્ણપણે પુનઃનિર્માણ કરવામાં આવ્યો હતો, જેનું મોડેલિંગ ઇટાલિયન આર્કિટેક્ટ ઓક્ટાવિઆનો માન્સિનીએ અલગ યુક્રેનિયન બેરોક શૈલીમાં કર્યું હતું, જ્યારે બાઇઝેન્ટાઇનના આંતરિક ભાગને જાળવી રાખી તેનો વૈભવ અકબંધ રાખ્યો હતો. આ કામ ૧૭૬૭ સુધી કોસેક હેટમેન ઇવાન મેઝેપાના હાથ નીચે ચાલુ રહ્યું. આ સમયગાળા દરમિયાન સંત સોફિયા કેન્દ્રિય ચર્ચની આસપાસ એક બેલ ટાવર, મઠની કેન્ટીન, એક બેકરી, "મેટ્રોપોલિટનનું ઘર", પશ્ચિમી દરવાજાઓ (ઝબોરોવ્સ્કી ગેટ્સ), એક મઠવાસી સરાય, બ્રધરહુડ સંકુલ અને બુર્સા (સેમિનારી) આ બધું જ ઊભું કરવામાં આવ્યું હતું. આ તમામ ઇમારતો, તેમજ પુનર્નિર્માણ પછીના કેથેડ્રલ, યુક્રેનિયન બેરોકની વિશિષ્ટ લાક્ષણિકતાઓ ધરાવે છે. રશિયામાં ૧૯૧૭ની ઓક્ટોબર ક્રાંતિ બાદ અને ૧૯૨૦ના દાયકામાં સોવિયેતે ધર્મ-વિરોધી ઝુંબેશ દરમિયાન, સરકારની યોજનામાં કેથેડ્રલના વિનાશ અને મેદાનને ઉદ્યાન "હીરોઝ ઓફ પેરેકોપ" (ક્રિમિયામાં રશિયન આંતરવિગ્રહમાં લાલ સૈન્યના વિજય બાદ) માં રૂપાંતરિત કરવાની હાકલ કરવામાં આવી હતી. મુખ્યત્વે ઘણા વૈજ્ઞાનિકો અને ઇતિહાસકારોના પ્રયાસથી આ કેથેડ્રલને તોડી પાડવાથી બચાવવામાં આવ્યું હતું, તેના બદલે સેન્ટ માઇકલના ગોલ્ડન-ડોમેડ મઠને ૧૯૩૫માં ફૂંકી મારવામાં આવ્યું હતું. તેમ છતાં, ૧૯૩૪માં, સોવિયેત સત્તાવાળાઓએ ચર્ચમાંથી આ માળખું જપ્ત કરી લીધું હતું, જેમાં ૧૭મી-૧૮મી સદીના સ્થાપત્ય સંકુલનો પણ સમાવેશ થતો હતો અને તેને સ્થાપત્ય અને ઐતિહાસિક મ્યુઝિયમ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું.

આ સંગ્રહાલયને ૧૯૮૮ના સોવિયત રૂબલ સિક્કા પર રશિયન શિલાલેખ સાથે દર્શાવવામાં આવ્યું છે.

૧૯૮૦ના દાયકાના ઉત્તરાર્ધથી સોવિયેત અને બાદમાં યુક્રેનિયન, રાજકારણીઓએ આ ઇમારતને રૂઢિવાદી ચર્ચમાં પરિવર્તિતનું વચન આપ્યું હતું. ચર્ચની અંદરના વિવિધ વિખવાદો અને જૂથોને કારણે તમામ રૂઢિવાદી અને ગ્રીક-કેથોલિક ચર્ચો તેના પર દાવો કરતા હોવાથી તેના પરિવર્તનને મુલતવી રાખવામાં આવ્યું હતું. તમામ રૂઢિવાદી ચર્ચોને અલગ અલગ તારીખે સેવાઓ હાથ ધરવાની છૂટ આપવામાં આવી છે. એક ગંભીર ઘટના ૧૯૯૫માં યુક્રેનિયન રૂઢિચુસ્ત ચર્ચના પેટ્રિયાર્ક વોલોડિમિરના અંતિમ સંસ્કારની હતી - કીવ પેટ્રિયાર્કેટ જ્યારે રમખાણ પોલીસને મ્યુઝિયમના પરિસરમાં દફનાવવામાં આવતી અટકાવવાની ફરજ પડી હતી અને લોહિયાળ અથડામણ થઈ હતી.[૬][૭][૮] આ પ્રકારની ઘટનાઓ પછી, કોઈ પણ ધાર્મિક સંસ્થાને હજી સુધી નિયમિત સેવાઓ માટેના અધિકાર આપવામાં આવ્યા નથી. આ સંકુલ હવે પણ યુક્રેનના ખ્રિસ્તી ધર્મનું બિનસાંપ્રદાયિક મ્યુઝિયમ છે, જેમાં મોટા ભાગના મુલાકાતીઓ પર્યટકો છે.

૨૧ ઓગસ્ટ ૨૦૦૭ના રોજ, નિષ્ણાતો અને ઈન્ટરનેટ સમુદાયના મતના આધારે પવિત્ર સોફિયા કેથેડ્રલને યુક્રેનની સાત અજાયબીમાંની એક જાહેર કરવામાં આવી હતી. સપ્ટેમ્બર ૨૦૨૩ ના રોજ, કીવ ખાતેના યુક્રેનમાં રશિયાના યુદ્ધને કારણે "જોખમની સ્થિતિમાં વિશ્વ ધરોહર" તરીકે સૂચિબદ્ધ કરવામાં આવ્યું હતું. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આ પગલું આ સ્થળ માટે સહાય અને સુરક્ષા ઉત્પન્ન કરવાનો પ્રયાસ હતો.[૯]

ચિત્રદીર્ઘા[ફેરફાર કરો]

વર્જિન ઓરન્સ, ઈ.સ. ૧૦૦૦
વર્જિન ઓરન્સ, ઈ.સ. ૧૦૦૦ 
ચર્ચ ફાધર્સ ઓર્ડર, ઈ.સ. ૧૦૦૦
ચર્ચ ફાધર્સ ઓર્ડર, ઈ.સ. ૧૦૦૦ 
ડીસિસ, ઈ.સ. ૧૦૦૦
ડીસિસ, ઈ.સ. ૧૦૦૦ 
રાજસી સમૂહ ચિત્ર. નાવની દક્ષિણ દિવાલ, સી. ઈ.સ. ૧૦૦૦
રાજસી સમૂહ ચિત્ર. નાવની દક્ષિણ દિવાલ, સી. ઈ.સ. ૧૦૦૦ 
યારોસ્લાવ ધ વાઈઝનું તાબૂત
યારોસ્લાવ ધ વાઈઝનું તાબૂત 
ઘોષણા. મહાદૂત ગેબ્રિયલ, ઈ.સ. ૧૦૦૦
ઘોષણા. મહાદૂત ગેબ્રિયલ, ઈ.સ. ૧૦૦૦ 
સંત સોફિયા જ્ઞાનના ઈશ્વર, ૧૭૦૦
સંત સોફિયા જ્ઞાનના ઈશ્વર, ૧૭૦૦ 

કેથેડ્રલ સંકુલ[ફેરફાર કરો]

સેન્ટ સોફિયા કેથેડ્રલ બેલ ટાવરની સામે ક્રિસમસની ઉજવણી
યુક્રેનિયન હૃવનિયાની બેંકનોટ્ની નોંધ પર મૂળ હોલી સોફિયા કેથેડ્રલનું મોડેલ
 • સોફિયા કેથેડ્રલ
 • સેન્ટ સોફિયા કેથેડ્રલનો બેલ ટાવર
 • હાઉસ ઓફ ધ મેટ્રોપોલિટન
 • રેમેક્ટરી ચર્ચ
 • બ્રધરહુડ બિલ્ડિંગ
 • બુર્સા (હાઈસ્કૂલ)
 • બ્લેન્ડરી
 • દક્ષિણી પ્રવેશ ટાવર
 • ઝાબોરોસ્કી ગેટ
 • મોનાસ્ટિક ઈન
 • યારોસ્લાવની લાઇબ્રેરીનું મેમોરિયલ સ્ટેલા

નોંધ[ફેરફાર કરો]

 1. કીવન રુસ એ ૯મી સદીના અંતથી ૧૩મી સદીના મધ્ય ભાગ સુધી પૂર્વીય અને ઉત્તરીય યુરોપમાં એક રાજ્ય હતું અને બાદમાં રાજાશાહીઓનું મિશ્રણ હતું.
 2. પેચેનેગ્સ અથવા પાટ્ઝીનાક્સ મધ્ય એશિયાના અર્ધ-વિચરતા તુર્કિક લોકો હતા જેઓ પેચનેગ ભાષા બોલતા હતા.
 3. ટ્રાન્સેપ્ટ (બે અર્ધપારણો સાથે) એ કોઈ પણ ઇમારતનો એક ટ્રાન્સવર્સ ભાગ છે, જે ઇમારતના મુખ્ય ભાગમાં આવેલો છે.
 4. નેવ એ ચર્ચનો મધ્ય ભાગ છે, જે (સામાન્ય રીતે પશ્ચિમમાં) મુખ્ય પ્રવેશદ્વાર અથવા પાછળની દિવાલથી, ટ્રાન્સેપ્ટ્સ,[upper-alpha ૩] અથવા ટ્રાન્સેપ્ટ્સ વિનાના ચર્ચમાં, ચાન્સલ સુધી ફેલાયેલો છે.
 5. અર્ધ ગુંબજથી ઢાંકેલો એક અર્ધવૃતાકાર અવકાશ
 6. ઇમારતની ટોચ પર પ્રમાણમાં નાનું, મોટે ભાગે ગુંબજ જેવું, ઊંચું માળખું
 7. પ્લિન્થ એ પ્રતિમા, ફૂલદાની, સ્તંભ અથવા ચોક્કસ વેદીઓના તળિયે રહેલો આધાર છે.

સંદર્ભ[ફેરફાર કરો]

 1. Kyiv Pechersk Lavra, St. Sophia Cathedral remain on UNESCO's World Heritage List, Interfax-Ukraine, 20 June 2013, http://www.interfax.co.uk/ukraine-news/kyiv-pechersk-lavra-st-sophia-cathedral-remain-on-unescos-world-heritage-list/ 
 2. "Міністерство культури України". મૂળ માંથી 11 July 2015 પર સંગ્રહિત. મેળવેલ 10 July 2015.
 3. Facts.kieve.ua સંગ્રહિત ૨૦૧૦-૦૧-૧૭ ના રોજ વેબેક મશિન
 4. "Kyiv". World Heritage Site.
 5. Booklet "The Millenary of St. Sophia of Kyiv" by Nadia Nikitenko, Kyiv 2011
 6. "Reuters Archive Licensing". Reuters Archive Licensing (અંગ્રેજીમાં). મેળવેલ 2023-06-23.
 7. "Police beat mourners at patriarch's burial". The Independent (અંગ્રેજીમાં). 1995-07-19. મેળવેલ 2023-06-23.
 8. Archived at Ghostarchive and the "Ukraine - Patriarch Volodymyr's Burial Violence". YouTube. મૂળમાંથી અહીં સંગ્રહિત 2021-07-24. મેળવેલ 2024-03-31.CS1 maint: bot: original URL status unknown (link)"Ukraine - Patriarch Volodymyr's Burial Violence". YouTube.
 9. Francis, Ellen; Han, Jintak (2023-09-16). "In photos: Centuries-old Kyiv cathedral and monastery on U.N. danger list". The Washington Post.