વિકિપીડિયા:સંદર્ભ

વિકિપીડિયામાંથી
(સંદર્ભ આપો થી અહીં વાળેલું)
આના પર જાવ: ભ્રમણ, શોધો

અહીં લખાયેલા વિધાનની પ્રમાણિતતા સ્થાપિત કરવા માટે જ્યાંથી આ વિગત મેળવાયેલ હોય તેનો સંદર્ભ આપવો જરૂરી છે. (એ જરૂરી નથી કે હંમેશા મુળ સંદર્ભ જ અપાય), પ્રકાશિત કે અપ્રકાશિત. ગ્રંથસુચિક સત્યાર્થતા માટે પુસ્તક, લેખ, વેબપેજ કે અન્ય અપ્રકાશિત સંદર્ભ આપી શકાય. બંન્ને પ્રકારનાં સંદર્ભો કરાયેલા વિધાનનેં સ્પષ્ટ કરે તેવી પૂરતી માહિતી ધરાવતા હોવા જોઇએ. વૈજ્ઞાનિક પ્રમાણિતતા, કાનુની પ્રમાણિતતા, પૂર્વ કલા, અને માનવીયતા માટે વિવિધ પ્રમાણિતતા પ્રણાલી અને શૈલી વપરાય છે.

સંદર્ભ આપવા માટે જરૂરી વાક્યનાં અંતે <ref>અહીં જરૂરી સંદર્ભ,જેમકે પુસ્તકનું નામ,વેબપેજની કડી વગેરે </ref> આ પ્રમાણે લખવું, તથા લેખને અંતે ==સંદર્ભ== એવું મથાળું બાંધી અને તેની હેઠળ {{reflist}} અથવા {{સંદર્ભયાદી}} લખવું. આથી મુખ્ય લેખમાં, આપેલ સંદર્ભનો ક્રમાંક દેખાશે અને તેને સબંધીત લખાણ "સંદર્ભ" મથાળા હેઠળ દેખાશે. વધુ મદદ માટે પ્રબંધકશ્રી નો સંપર્ક કરવો.