સંસદ ભવન

વિકિપીડિયામાંથી
સંસદ ભવન
સંસદ ભવન
રાજપથ દેખાતું સંસદ ભવન
સંસદ ભવન is located in Delhi
સંસદ ભવન
ભૂતપૂર્વ નામહાઉસ ઓફ પાર્લામેન્ટ
અન્ય નામોપાર્લામેન્ટ બિલ્ડિંગ
સામાન્ય માહિતી
સ્થિતિકાર્યરત
સ્થાપત્ય શૈલીલ્યુટેન્સ દિલ્હી
સરનામુંસંસદ માર્ગ, નવી દિલ્હી, ભારત
નગર અથવા શહેરનવી દિલ્હી
દેશ ભારત
અક્ષાંશ-રેખાંશ28°37′02″N 77°12′29″E / 28.617189°N 77.208084°E / 28.617189; 77.208084
બાંધકામની શરૂઆત૧૯૨૧
ખૂલેલ૧૯૨૭
માલિકબ્રિટિશ ભારત (૧૯૨૭–૧૯૪૭)
ભારત સરકાર (૧૯૫૦–હાલમાં)
રચના અને બાંધકામ
સ્થપતિઇરવિન લ્યુટેન્સ અને હર્બટ બેકર
અન્ય માહિતી
બેઠક ક્ષમતા૭૯૦

સંસદ ભવન નવી દિલ્હીમાં આવેલી ભારતીય સંસદની ઇમારત છે. તે રાષ્ટ્રપતિ ભવનથી ૭૫૦ મીટરના અંતરે સંસદ માર્ગ પર સેન્ટ્રલ વિસ્ટાની સામે આવેલી છે. તેની નજીકમાં ઇન્ડિયા ગેટ, નેશનલ વોર મેમોરિયલ, પ્રધાનમંત્રી કાર્યાલય અને નિવાસસ્થાન આવેલા છે. સંસદમાં લોક સભા અને રાજ્ય સભાનો સમાવેશ થાય છે.

સંસદ ભવનનું નિર્માણ બ્રિટિશ સ્થપતિઓ એડવિન લ્યુટેન્સ અને હર્બટ બેકર વડે ઇ.સ. ૧૯૨૧ થી ઇ.સ. ૧૯૨૭ દરમિયાન થયું હતું. જાન્યુઆરી ૧૯૨૭માં તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. બ્રિટિશ સત્તાનો અંત થતા બંધારણીય સમિતિ વડે તે હસ્તગત કરાયું હતું અને ૧૯૫૦માં બંધારણ અમલમાં આવતા તે ભારતીય સંસદ હેઠળ આવ્યું હતું.[૧]

સંસદની નવી ઇમારત હાલના સંસદની સામે સેન્ટ્રલ વિસ્ટા રીડેવલેપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ બાંધકામ હેઠળ છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Anisha Dutta (31 January 2020). "New Parliament complex may seat 1,350 members". મેળવેલ 1 February 2020.