સંસ્કાર

વિકિપીડિયામાંથી

સંસ્કાર શબ્દના ગુજરાતી ભાષા પ્રમાણે વિવિધ અર્થ મળે છે. જેમ કે, કેળવણી, અસર, શુદ્ધિ, વિધિ વગેરે. ધર્મની રીતે સંસ્કાર એટલે વિધિ એવો ભાવાર્થ માનીને વિવિધ પ્રકારનાં સંસ્કારો દર્શાવાયા છે. જેમ કે, હિન્દુ ધર્મમાં મીમાંસા શાસ્ત્ર અને શિલ્પ શાસ્ત્ર મુજબ સોળ વૈદિક સંસ્કાર, મનુસ્મૃતિ પ્રમાણેના બાર સંસ્કાર, અંગિરા ઋષીના મત પ્રમાણે પચીસ સંસ્કાર જેટલા સંસ્કારોની યાદી મળે છે. જૈન ધર્મમાં પણ સોળ સંસ્કાર ગણાવાયા છે. શીખ ધર્મમાં એક સંસ્કાર દર્શાવાયો છે જે અમૃત સંસ્કાર કહેવાય છે. આમ ધાર્મિક વિધિના રૂપે ગણાવાતા વિવિધ સંસ્કારો જાણવા મળે છે. આ ઉપરાંત હિંદુ દર્શન શાસ્ત્રના એક ભાગ ન્યાય દર્શન પ્રમાણે સંસ્કાર એ ચોવીસ ગુણોમાંનો એક ગુણ છે. અહીં ઉપરોક્ત વિવિધ સંસ્કારોની યાદી છે.[૧]

હિન્દુ ધર્મ[ફેરફાર કરો]

હિન્દુ ધર્મ પ્રમાણે મનુષ્યના ભલા માટે કરવામાં આવતી વિધિ કે ધાર્મિક રિવાજો એટલે સંસ્કાર. બાળક ગર્ભમાં હોય ત્યાંથા તે અવસાન પછી પરલોકમાં જાય ત્યાં સુધીના તેને સુખી કરવાના વિવિધ સંસ્કારો દર્શાવાયા છે. જેમાંથી હાલ પ્રચલિત કે બહુમાન્ય એવા સોળ સંસ્કારો નીચે પ્રમાણે છે:

 1. ગર્ભાધાન સંસ્કાર
 2. પુંસવન સંસ્કાર
 3. સીમંતોન્ન્યન સંસ્કાર
 4. જાતકર્મ સંસ્કાર
 5. નામકરણ સંસ્કાર
 6. નિષ્ક્રમણ સંસ્કાર
 7. અન્નપ્રાશન સંસ્કાર
 8. વપન (ચૂડાકર્મ) સંસ્કાર
 9. કર્ણવેધ સંસ્કાર
 10. વેદારંભ સંસ્કાર
 11. ઉપનયન સંસ્કાર
 12. કેશાન્ત સંસ્કાર
 13. સમાવર્તન સંસ્કાર
 14. વિવાહ સંસ્કાર
 15. વિવાહગ્નિપરિગ્રહ સંસ્કાર
 16. અગ્નિ સંસ્કાર

મનુસ્મૃતિ પ્રમાણે બાર સંસ્કાર[ફેરફાર કરો]

હિન્દુઓનાં સ્મૃતિગ્રંથ એવા મનુસ્મૃતિમાં નીચે પ્રમાણે બાર સંસ્કાર દર્શાવાયા છે. ગર્ભાધાન, પુંસવન, સીમંતોન્નયન, બલિ, જાતકર્મ, નામકરણ, નિષ્ક્રમણ, અન્નપ્રાશન, ચૌલ, ઉપનયન, (બ્રહ્મચર્યાદિ ચાર વ્રત), સમાવર્તન, વિવાહ.

અંગિરા ઋષીના મત પ્રમાણે પચીસ સંસ્કાર[ફેરફાર કરો]

ગર્ભાધાન, પુંસવન, સીમંતોન્નયન, વિષ્ણુબલિ, જાતકર્મ, નામકરણ, નિષ્ક્રમણ, અન્નપ્રાશન, ચૌલ, ઉપનયન, શાક્કવર, વ્રાતિક, ઔપનિષધ, કેશાંત, સમાવર્તન, વિવાહ, આગ્રપણ, અષ્ટકા, શ્રાવણી, આશ્વપુજી, માર્ગશીર્ષી, પાર્વણ, ઉત્સર્ગ, ઉપાકર્મ, પંચ મહાયજ્ઞ

શિલ્પ શાસ્ત્ર પ્રમાણે સોળ સંસ્કાર[ફેરફાર કરો]

ગર્ભાધાન, પુંસવન, સીમંતોન્નયન, જાતકર્મ, નામકરણ, વેધન, દર્શન, પ્રાશન, ચૂડાકર્મ, ઉપનયન, સંકર, કર્મ પ્રવેશ, પ્રસ્થાન, અંત્યવિધિ, પિંડીકરણ અને શ્રાદ્ધ.

ભગવદ્ગોમંડળમાં ઉલ્લેખીત સોળ સંસ્કાર[ફેરફાર કરો]

(૧) ગર્ભાધાન, (૨) પુંસવન, (૩) અનવલોભન, (૪) વિષ્ણુબલિ, (૫) સીમંતોન્નયન, (૬) જાતકર્મ, (૭) નામકરણ, (૮) નિષ્ક્રમણ, (૯) સૂર્યાવલોકન, (૧૦) અન્નપ્રાશન, (૧૧) ચૂડાકર્મ, (૧૨) ઉપનયન, (૧૩) ગાયત્ર્યુપદેશ, (૧૪) સમાવર્તન, (૧૫) વિવાહ અને (૧૬) સ્વર્ગારોહણ.

જૈન ધર્મ[ફેરફાર કરો]

જૈન ધર્મમાં નીચે પ્રમાણેના સોળ સંસ્કારની યાદી મળે છે.

ગર્ભાધાન, પુંસવન ( અઘરણી ), જન્મસંસ્કાર, સૂર્યચંદ્રદર્શન, ક્ષીરાસન, ષષ્ટીપૂજન, સૂચિકર્મ, નામકરણ, અન્નપ્રારાશન, કર્ણવેધ, કેશવપન, ઉપનયન, વિદ્યારંભ, વિવાહ, વ્રતરોપ સંસ્કાર, અંતકર્મ સંસ્કાર.

શીખ ધર્મ[ફેરફાર કરો]

શીખ ધર્મમાં એક સંસ્કાર વિધિ દર્શાવાય છે. અમૃત સંસ્કાર

સંદર્ભો[ફેરફાર કરો]

 1. "સંસ્કાર". ગુજરાતી લેક્સિકોન. મેળવેલ 24 જૂન 2017.