લખાણ પર જાઓ

સંસ્કૃતિકરણ

વિકિપીડિયામાંથી

સંસ્કૃતિકરણ, ભારતીય ઉપખંડમાં જોવા મળતું વિશિષ્ટ સામાજીક પરિવર્તન છે. અર્થાત્ એ પ્રક્રિયા જેમાં નિમ્ન સ્તર કે મધ્યમ સ્તરની જાતિઓ સમાજમાં ઉપર ઉઠવાનો પ્રયાસ કરે છે. આમ કરવા માટે તેઓ ઉચ્ચ કે પ્રભાવી જાતિઓના રીતિ-રિવાજો, પ્રચલનો કે અટકો અપનાવે છે. 'સંસ્કૃતિકરણ' શબ્દને ભારતીય સમાજશાસ્ત્રી એમ. એન. શ્રીનિવાસે ૨૦મી સદીના મધ્ય દશકમાં પ્રચલિત કર્યો હતો.[૧]

વ્યાખ્યા[ફેરફાર કરો]

સંસ્કૃતિકરણની વ્યાખ્યા આપતા શ્રીનિવાસ કહે છે કે, "નિમ્ન કે મધ્યમ હિન્દુ જાતિઓ પોતાની પ્રથાઓ, રીતિઓ અને જીવનશૈલીઓને ઉચ્ચ જાતિઓની દિશામાં બદલે છે, આવા પરિવર્તનો સાથે તેઓ એ સ્થિતીથી ઉચ્ચતર સ્થિતિના દાવેદાર બને છે, જે સામાજીક સ્થિતી તેમને પારંપરિક રીતે પ્રદાન થઈ છે."[૨]

સંસ્કૃતિકરણનું એક સ્પષ્ટ ઉદાહરણ કહેવાતી "નીચી જાતિ" ના લોકો દ્વારા શાકાહાર સ્વીકારવો છે, જેઓ પરંપરાગત રૂપે શાકાહારી નથી.

ઉતર ભારતમાં ૨૦મી સદીના આરંભિક દશકોમાં વિશ્વકર્મા જાતિએ બ્રાહ્મણ દરજ્જાના દાવા કર્યા હતાં. જેનો સામાન્ય રીતે અન્ય જાતિઓએ અસ્વિકાર કર્યો હતો, છતાં તેઓ ઉચ્ચ જાતિનું અનુસરણ કરતા રહ્યાં છે.[૩]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Charsley, S. (1998) "Sanskritization: The Career of an Anthropological Theory" Contributions to Indian Sociology 32(2): p. 527 citing Srinivas, M. N. (1952) Religion and Society Amongst the Coorgs of South India Clarendon Press, Oxford. See also, Srinivas, M. N.; Shah, A. M.; Baviskar, B. S.; and Ramaswamy, E. A. (1996) Theory and method: Evaluation of the work of M. N. Srinivas Sage, New Delhi, ISBN 81-7036-494-9
  2. N. Jayapalan (2001). Indian society and social institutions. Atlantic Publishers & Distri. પૃષ્ઠ 428. ISBN 978-81-7156-925-0. મેળવેલ 17 January 2013.
  3. Ikegame, Aya (2013). "Karnataka: Caste, dominance and social change in the 'Indian village'". માં Berger, Peter; Heidemann, Frank (સંપાદકો). The Modern Anthropology of India: Ethnography, Themes and Theory. Routledge. પૃષ્ઠ 128. ISBN 9781134061112.