સભ્યની ચર્ચા:કાયસ્થ વિક્કી

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

સ્વાગત![ફેરફાર કરો]

પ્રિય કાયસ્થ વિક્કી, સુપ્રભાત, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!

  • જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
  • વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
  • સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
  • લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
  • આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
  • ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
  • નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
  • ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
  • આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
  • અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
  • જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.

-- Aniket (ચર્ચા) ૧૦:૨૫, ૨૪ સપ્ટેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]

• કુદરતી - પ્રકૃતિ સાથે થતી છેડછાડ આવનારા દિવસોમાં માઠા પરિણામ નોતરે તેવી ભયંકર ભીતિ સેવતા ભરૂચવાસીઓ.....[ફેરફાર કરો]

• ભરૂચ શહેર પૂર્વ તરફના નર્મદા નદીનાં વિશાળ પટમાં પવિત્ર નર્મદા જળ ઓછું અને રેતી વધારે ..ભરૂચવાસીઓ માટે આવનારા દિવસો કેવા કપરાં હશે તેની નિશાની બતાવે

        છે...!!

• રેતી ખનન મુદ્દે શુકલતીર્થ ગામમાં કેટલાક સમયથી ૧૦-૧૨ પૈડાવાળા ભારદારી વાહનોના કારણે માર્ગ સલામતી અંગે ચાલતા ગજગ્રાહ બાબતે જીલ્લા કલેકટર અને પ્રાંત

       અધિકારીને ગ્રામજનો દ્વારા આપયેલું આવેદન : ગ્રામજનોમાં માર્ગ અકસ્માત થવાના ભયથી દહેશત 

• દિવસે દિવસે નર્મદાનો સુકો ભઠ બનતો જતો રેતાળ પટ જાણે કે રેતી ઉલેચવાનું આર્થિક સંશાધન • મીઠા પાણીના જળ પ્રવાહમાંથી પણ શહેરી વિસ્તારો તેમજ ઔદ્યોગિક એકમો માટે પાણી ઉલેચાઈ રહ્યું છે..!! • કુદરતી - પ્રકૃતિ સાથે થતી છેડછાડ આવનારા દિવસોમાં માઠા પરિણામ નોતરે તેવી ભયંકર ભીતિ સેવતા ભરૂચવાસીઓ  નર્મદાના પાણીના મુદ્દે ભરૂચ અને દક્ષિણ ગુજરાતના ચૂંટાયેલા અને રાજકીય પક્ષોના હોદેદારો સૌરાષ્ટ્ર અને કચ્છના ચૂંટાયેલા જન્પ્રતીનીધીઓની જેમ બહારવટે ચઢવાની ત્રેવડ

       અપનાવે તેવી ભરૂચવાસીઓમાં થઇ રહેલી આંતરિક ચર્ચાઓ 

 ભરૂચ જીલ્લામાં નર્મદાના પાણીનો પ્રવાહ ઓછો થવાના કારણે વિશાલ રેતાળ પટમાંથી જવાબદાર તંત્રની વ્યવસ્થિત નિશ્રામાં જ ઘણી ચાલાકીથી ભ્રષ્ટાચાર આચરીને માઈન્સ –

       પરયા વર્ણ તેમજ માર્ગ સલામતી વિભાગના કાયદાઓ, જાહેરનામાઓ, નિયમોને – શરતોને નેવે મુકીને  રેતી – મોરમ - માટી ઉલેચવાનું ભૂ- માફિયાઓનું ચાલી રહેલું 
       નેટવર્ક..?? તંત્ર સમયાંતરે રેત માફિયાઓ સામે દેખાડા પૂરતા એકાદ-બે કેશ સરકારી રેકર્ડ પર બતાવીને સંતોષ માનવામાં માહિર ..!!!

 નામ.સુપ્રીમ અદાલતના નિર્દેશોનું પાલન કરવવામાં તેમજ લીઝધારકોને હરાજી સમયની શરતોનું પાલન કરાવવામાં જવાબદાર વહીવટી તંત્રના આંખ મીચામણા..  જે તે નદી પટના ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતો, નાગરિકોને માર્ગ સલામતીનો સતત સતાવી રહેલો ભય.. સવારે ૬ થી સાંજના ૬ સધીના નિયમોનું પાલન કેમ થતું નથી તેમજ

       નશાબંધી ધારાના નવા કાયદાનું પાલન કરાવવામાં આવે તો કેટલાય અકસ્માતો નિવારી શકાય તેમ છે પરંતુ આ બધું જવાબદાર તંત્રની ઇચ્છાશક્તિ  ઉપર જ નિર્ભર છે.

 જ્યાં દરિયાની ખારાશ નર્મદાના મીઠા જળ પ્રવાહને આભડી ગઈ છે તેવા નદીના રેતાળ પટમાંથી ખારાશવાળી રેતી બાંધકામ ણ વાપરી શકાય તેમ છતાં તેનું પાલન કરાવવામાં

       તંત્ર નિષ્ફળ..??

 યાંત્રિક બોટથી રેતી કાઢવા પર પ્રતિબંધ છતાં જવાબદાર વિભાગનો કોઈ માઈનો લાલ નર્મદાના રેતી પટના વિસ્તારોમાં ફરકવા તૈયાર નથી..?? કેવી કમનશીબી ..?? જાગૃત

       નાગરિકોની તંત્ર દ્વારા થઇ ઉપેક્ષાવ્રુત્તી..

 જીલ્લાના જવાબદાર તંત્રના અમલદારો અને કર્મચારીઓની અપ્રમાણસર મિલકતોની તપાસ થાય તો જબરું મોટું સરકારને ચૂનો ચોપડવાનું ભરૂચ જીલ્લનું માઈન્સ વિભાગનું

       કૌભાંડ બહાર આવે તેવી આશંકા..!! 

ભરૂચ ભરૂચ જીલ્લામાં શહેરથી પૂર્વમાં ચંદ્રાકારે વહેતી માં ! નર્મદા વિષે પુરાણોમાં “રેવા” – “સોમોદભાવા”-“મેકાલ્કાન્યકા” ના નામથી પ્રસિદ્ધ છે. પથ્થરોમાંથી વહેતી હોવાથી “રવ” યાને આવાજ કરે છે તેથી નર્મદાનું નામ : “રેવા” પડ્યું રેવ ક્રીયાપાદનો અર્થ “કુદકા મારતા ચાલવું” તેવો થાય છે. અને નર્મ જેની અદા છે એટલે કે નર્મ- આનદ અને દા અર્થાત –આનંદ આપનારી નર્મદા એ આનંદદાયિની છે. પરંતુ ભરુચ જીલ્લામાં નદી કાંઠાના વિસ્તારોમાં રેવાનો રવ-રવ અવાજ..અને આનંદ નાગરીકો માટે ભૂતકાળ બને એવી ભીતિ સેવાય રહી છે. ભૂસ્તર વિજ્ઞાનીઓના મતે નર્મદા ભારત વર્ષની અતિ પ્રાચીનતમ નદીઓમાંની એક નદી છે એવું કહેવાય છે કે હજારો સૈકા પૂર્વે જયારે આજના ભ્રુપુષ્ઠની ચોક્કસ રચના પણ થયેલી ન હતી તે કાળમાં નર્મદા વહેતી હતી. આજે ભરૂચ શર્હેરથી પૂર્વ વિસ્તારના ઉત્તર તટ પ્રદેશના ભાડભૂત, મનાડ , વિગેરે તેમજ ભરૂચ શહેર અને મકતમપુર, ઝાડેશ્વર, તવરા, કડોદ, શુકલતીર્થ, મંગલેશ્વર, કબીરવડ, નિકોરા, અંગારેશ્વર. ધર્મશાળા, ઝનોર, નાંદ અને સામે દક્ષિણ તટ પ્રદેશમાં સરદાર બ્રીજ અને હાલમાં નવા બંધાયેલા કેબલ બ્રીજથી માંડી છેક ચાણોદ કરનાળી અને ભાલોદ . ઓરસંગ ,તીથોદ્રા , ઝગડિયાના કેટલાક પ્રદેશો નર્મદા નદીમાં જે પાણી છોડવાનો નિયમ પ્રમાણે સતત જળપ્રવાહ વહેતો રહેવો જોઈએ તેનો સતત અભાવથી છેલ્લા કેટલાક વર્ષોથી સતત અભાવથી નર્મદા નદીના બંને તટ પ્રદેશની ગ્રામ્ય જનતાને અનુભવાઈ રહ્યો છે. આજે પણ ગ્રામ્ય જનતાને સરદાર સરોવર બંધની યોજાનાથી ચોમાસા દરમિયાન પૂરનાં પાણીથી ખેતી અને જાનમાલને ભારે નુકશાન થતું હતું તેમાં સાનુકુળતા તો મળી છે, જયારે બીજી તરફ સરદાર સરોવર બંધ બંધાતા, તેની ઉંચાઈ વધતા અને ગરુડેશ્વર ખાતે આડબંધ બંધાતા કેટલાક વર્ષોથી પાણીના પ્રવાહના અભાવથી અને દરિયાના ભરતીના પાણીની ખારાશ નર્મદાના મીઠા અને ઓછા જળપ્રવાહના પાણીમાં ભળવાના કારણે દિવસે દિવસે ખારાશની જમાવટ રેતાળ પટમાં જામતી રહી છે અને દરિયાની ખારાશ ભૂગર્ભ જળને પણ પ્રભાવિત કરી પ્રદુષિત કરી રહી છે. નર્મદાના નદી પટમાં કુદરતી મીઠા પાણીનો જળપ્રવાહ નિયમાનુસાર સતત વહેતો રહેવો જોઈએ તે કેટલાક વર્ષોથી નહિ વહેતા ભરૂચ અને નર્મદા જીલ્લાના નદી તટના ગામડાઓનાં ખેડૂતો માટે ચિંતાનો વિષય છે તો કેટલાક ગામડાઓના નદી કાંઠાથી અડધાથી એક કીલોમીટરના અંતરે ઓછા પાણીના પ્રવાહથી વહેતી નર્મદા દિવસે દિવસે તેનું આકર્ષણ અને ઐતિહાસિકતા-પૌરાણિકતા ગુમાવી રહી હોવાની નદી તટના ગામડાઓને સતાવી રહી છે તો યાત્રાળુઓ, પરિક્રમાવાસીઓ નર્મદાના પવિત્ર જળમાં સ્નાન માટે આવતા, શ્રાધ - પિતૃ તર્પણ માટે આવતા અને કેટલાક નર્મદાના ઐતિહાસિક, પૌરાણિક, સંસ્કૃતિક માહાત્મ્ય ધરાવતા પવિત્ર માનબિંદુ સમા સ્થાનકો નર્મદા નદીમાં મીઠાં પાણીના અભાવના કારણે શ્રધ્ધાળુંઓની સંખ્યામાં પણ ઘણો ઘટાડો નોંધાયો છે. જે પહેલા હતી તેવી નર્મદાની નૈસર્ગીકતા – પ્રકૃતિમય રમણીય પ્રાકૃતિકતા ગુમાવી રહી છે તે ક્યારે આવશે ? તેની ચિંતા ભરૂચ અને નર્મદાવાસીઓને સતત સતાવી રહી છે. શુકલતીર્થ ગ્રામજનો દ્વારા હાલમાં જ જીલ્લા કલેકટર અને પ્રાંત અધિકારીને એક લેખિત આવેદન પત્ર આપવમાં આવેલ છે જેમાં જણાવેલ છે કે ગામના શૈક્ષણિક સંકુલ પાસેથી જે રેતીના ભારદારી વાહનો પસાર થાય છે તેના કારણે બાળકોને અકસ્માત થવાનો ભય તેમજ સતત ઉડતી રેતી અને ધૂળના કારણે શ્વાસોશ્વાસના રોગો થવાની શક્યતા, રસ્તાઓને નુંકશાન, રહેણાક સોસાયટી વિસ્તારના નાગરિકોને વાહનોની અવર ર-જવરથી અકસ્માતનો ભય તેમજ ખેડૂતોના વ્યક્ત કરી છે. આવેદન પત્રમાં અનેક ચોકાવનારી બાબતો જણાવેલ છે જેમાં .. • તા૨૫/૦૭/૨૦૧૭ નાં રોજ શુકલતીર્થ ગ્રામપંચાયતમાં સામાન્ય સભામાં ઠરાવ વિષય ૫(૨) ૧૦ વ્હીલવાળા હાઈવા ટ્રક પસાર થવા બાબત જે લીઝ અંગેની સરકારશ્રી ના જવાબદાર વિભાગ તરફથી શરતો નો અમલ ન થતો હોય તેમજ કાયદા ની વિરુધ્ધ હોય, અને સાર્વજનિક તમામ પ્રકારની સલામતીને અવગણીને અને કેટલાકને લાભની તક આપવાના આશયથી જ આ ઠરાવ કરવામાં આવેલ હોય તેને રદ કરવો. અમો ગ્રામજનો તા૨૫/૦૭/૨૦૧૭ નાં રોજ હાજર હતા શુકલતીર્થ ગ્રામપંચાયત દ્વારા યોજવામાં આવેલ જલારામ મંદિરે ગામસભામાં ઠરાવ વિષય ૫(૨) ૧૦ વિલ વાળા હાઈવા ટ્રક પસાર થવા બાબત ની કોઈ પણ ચર્ચા થયેલ નથી. હાયવા ટ્રક પસાર કરવા દેવા હોય તો જાહેરનામું પ્રસિદ્ધ કરાવે. વધુમાં શુકલતીર્થ ગામમાં પ્રવેશવાના માર્ગ તેમજ આઉટ-પોસ્ટ પોલીસ સ્ટેશન થઇ નર્મદા હાઇસ્કુલ, શુકલતીર્થ શૈક્ષણિક સંકુલ તરફ જવાના રાહદારી તેમજ ગામના તેમજ આસ-પાસના ગામોમાંથી વિદ્યાર્થીઓની અવર-જવરવાળા રસ્તા પરથી નદી પટમાં રેતીની લીઝમાં જવા-આવવા માટે ભારદારી વાહનો (હાઈવા, ટ્રક, ટ્રેક્ટર, જે.સી.બી.,) ના દિવસમાં ૫૦૦ થી ૭૦૦ ટ્રકોનું વાહન થાય છે ક્યારેક વાહનચાલકો દ્દવારા નશો કરી વાહનો હંકારતા હોય માર્ગ અકસ્માતનો પુરેપુરો ભય રહેલો છે.અને જે રોડ ઉપરથી ૧૦ વિલ વાળા હાઈવા ટ્રક પસાર થાય છે જે રસ્તો ૧૬ ટન કેપેસિટી સુધી નો જ બનેલ છે માટે આવા હેવી લોડેડ જેમાં ૩૫ટન થી પણ વધુ પણ વધુ વજનના વાહનો પસાર થવાથી રોડ ને વ્યાપક પ્રમાણ માં નુકસાન થાય છે. આ ગ્રામ પંચાયત શુક્લતીર્થના જાત્રા પ્લોટ પરના ધાર્મિક મેળાની જગ્યા હોય અને અહી યાત્રાળુઓં નદીએ સ્નાન કરવા આવતા હોય ત્યારે નદી માં દુબી જવાનો ભય રહેલ છે.

મોજે ગામ શુકલતીર્થ ખાતે આવેલ વિવિધ ગોચરની જમીન માં તેમજ જાત્રા પ્લોટ માં થયેલ તમામ દબાણોની તપાસ ફરજ પરના રેવન્યુ તલાટી મારફત કરાવવા બાબત ......મોજે ગામ શુકલતીર્થ તા,જી ભરૂચ ખાતે ગોચરના કુલ ૯ નંબર આવેલા છે. જે રેવન્યુ સર્વે નંબર ૧૧૦,૧૧૨,૧૧૮,૧૦૬૪-અ,બ,૨૩૭,૨૪૪-અ-,બ-૧,૨૩૭,૧૩૭૮,૧૩૮૦ છે તથા મેળા માટે ની જાહેર જગ્યા છે તે સર્વે નંબર -૧૧૮ પણ રેવન્યુ સર્વે નંબર આવે છે . હાલ માં આ બધા સર્વે નંબરો માં મોટા પાયે દબાણ થયેલ છે જે અંગે આપના અધિકાર શેત્ર માં આવતા હોય આપશ્રી ફરજ પરના રેવન્યુ તલાટી પાસે આ વિષય ની તપાસ કરી કરાવી યોગ્ય કાર્યવાહી કરો એવી અમારી ગ્રામજનો વતી નમ્ર અરજ આપને છે આ સબધે વિશેષમાં જણાવવાનું કે, નામદાર હાઇકોર્ટમાં થયેલ પી.આઈ.એલ. નંબર : ૬/૨૦૧૧ મુરજી લખા બારોટ – વિરુધ – ગુજરાત સરકાર બાબતે નામદાર હાઇકોર્ટ તરફથી આપવામાં આવેલ નિર્દેશ અનુસાર “ The kerala protection of river banks and regulation of removel of Sand Act, 2001” ની જોગવાઈ કેટલા અંશે લાગુ કરી શકાય તે અંગેનો અભ્યાસ કરવા માટે વન અને પર્યાવરણ વિભાગના અગ્ર સચિવશ્રી નાં અધ્યક્ષ સ્થાને એક કમિટીની રચના કરવામાં આવેલ, તેમાં તા : ૮/૮/૨૦૧૨ ના રોજ યોજવામાં આવેલ બેઠકમાં સાદી રેતીનાં ખનનમાં કેટલાક નિયંત્રણો લાગુ કરવાની વિચારણા કરવામાં આવી હતી અને બેઠકમાં સૂચવાયેલા નિર્ણયો પૈકી રાજ્યમાં સાદી રેતીનાં ખનિજ ખોદકામ માટે નિયંત્રણો લાગુ કરવા ગાઈડ લાઈન બહાર પાડવાની બાબત સરકારશ્રીએ વિચારણામાં હતી અને આ સંબંધે સાદી રેતીના ખનન માટે ગાઈડ લાઈન બહાર પાડવા આવેલ છે સરકારશ્રીના તા:૨૭/૧૨/૨૦૧૨નાંપત્રાંક:પી.આઈ. એલ./૨૦૧૧/એચ.સી.૧૪(૬) /૭, સચિવાલય,ગાંધીનગર 1. મુદા નંબર : ૩ માં સ્પષ્ટ દર્શાવવામાં આવેલ નિયમ “ જે સ્થળોએ નદીના પાણી સાથે ખારા પાણી ભળી જવાની શક્યતા હોય તેવા સ્થળોએ સાદી રેતીનું ખનન થઇ શકશે નહિ.” અને આવી ભરુચ વિસ્તરના નદી કાંઠાના નદીના રેતાળ પટમાંથી જ્યાં દરિયાઈ ખારાશ અવાર-નવાર ભળતી હોવા છતાં આ ખારાશવાળી રેતીનો વપરાશ બાંધકામમાં મોટા પાયે થઇ રહ્યો છે પરિણામે ભૂકંપ ગ્રસ્ત વિસ્તાર હોવા છતાં જિલામાં જાનહાની અને નુકશાન થવાની શક્યતાઓ નકારી શકાતી નથી. આમ અગમચેતીના ભાગરૂપે કાચા તેમજ અન્ય વિસ્તારોમાં ગુજરાતમાં થયેલા ભૂકંપ સમયે આ પ્રકારની ખારાશવાળી રેતીનો વપરાશ કરવા પર પ્રતિબંધ જો ફરમાવેલ હોય તેમ છતાં ભરૂચ શહેરથી પૂર્વમાં કડોદ, તવરા , શુકલતીર્થ , મંગલેશ્વર અને પશ્ચિમ વિસ્તારના ભાડભૂત , માનડ વિ. તેમજ જ્યાં દરિયાના ખારાશ વાળા પાણી મીઠા પાણીમાં પ્રવેશતા હોય તેવા વિસ્તરની રેતી અને ખનન કેમ થાય છે ?

R T I Act 2005 તારીખ ૨૧/૧૨/૨૦૧૭ ના રોજ ભુસ્તર ઓફીસ ભરૂચ તફથી મળેલ માહિતી મુજબ શુકલતીર્થ લીઝ ધારકો એ એન્વાયરમેન્ટ સર્ટિફિકેટ માટે અરજી હજી કાર્યવાહી હેઠળ છે જે પ્રમાણે આજ દિન સુધી કોઈ પણ લીઝ ધારકો એ એન્વાયરમેન્ટ સર્ટિફિકેટ મેળવેલ નથી

જે શુકલતીર્થ ગામ ના પ્રવેશ દ્વારથી ભરૂચ જતા રસ્તા ઉપર હેવી લોડેડ વાહનો (હાઈવા ) જેમાં ૩૫ ટનથી પણ વધુ વજનના વાહનો પસાર થવાથી રોડ અને નાળા વારંવાર બેસી જાય છે અને નુકસાન થાય તેમ છે માટે સરકારશ્રી એ બનાવેલ નાળા અને રોડ વકે સરકારી અને પંચાયત તાબા હેઠળની સાર્વજનિક મિલકતોને નુકસાન ન થાય તે માટે હાયવા ટ્રક પસાર થતા અટકાવવાની તાકીદે જરૂર હોય યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી અને શુકલતીર્થ ગ્રામપંચાયત હવે પછીના ઠરાવ તાલુકા વિકાસ અધિકારી અથવા તો સંલગ્ન કચેરી ની મંજુરી / માર્ગદર્શનથી થાય જેથી બિનઅધિકૃત ઠરાવ કરવાનું બંધ થાય. અને આ બાબત અન્વયે ને મોકલેલ પત્ર શુકલતીર્થ ગ્રામ પ્રવેશ જલારામ મંદિરથી પોલીશચોકી થઇ નર્મદા હાઈસ્કુલ જાત્રા પ્લોટ તરફ જવાનો રાહદારી રસ્તો આવેલ છે.જ્યાં ગામ ના લોકો ની અવરજવર વાળો રસ્તો હોવાથી આખો દિવસ સાદી રેતીના અસખ્ય ટ્રક, ભારદારી હાઈવા ગામમાંથી વ્યાપક પ્રમાણ માં ચાલે છે.

રેતીના ટ્રક, હાઈવા બંધ કરાવી અને રાત્રીના સમયમાં પણ હેવી ટ્રક , હાયવા રહેઠાણ વિસ્તાર માંથી પસાર થાય છે જે સરકારશ્રીના સવારે ૬.૦૦ થી સાંજના ૬.૦૦ નિયમ અને સહર્તનો ભંગ થતો હોય RTO ની નિગરાની હેઠળ સમયાંતરે અન્ય વિસ્તારમાં સંયુક્ત રીતે જે કાર્યવાહી થાય તેવી કાર્યવાહી કરવા નમ્ર રજ સહ વિનતી છે.


અમો શુકલતીર્થ ગામના જાગૃત નાગરિક હોય અને શાળામાં ૧૧૬૦ જેટલા વિદ્યાથીઓ અભ્યાસ કરે છે સૌથી વધુ OBC, SC, ST તેમજ આર્થિક રીતે પછાત જ્ઞાતિના વિદ્યાર્થીઓ અને સંકલ તેમજ સ્કુટર અને ખાનગી ભાડાના વાહનોમાં અને બસમાં અભ્યાસ અર્થે આ રસ્તાનો ઉપયોગ કરે છે તેમજ, ખેડૂતો અને ખેત મજુરો પણ આ રસ્તા પરથી પસાર થતા વાહનો દ્વારા માર્ગ અકસ્માતોનો ભય રહેલો છે. આ અંગે જણાવીએ તો અગાઉ પણ માર્ગ અકસ્માતોમાં કેટલાક ઇસમોની શારીરિક અપંગતા તેમજ નોકરી ધંધાર્થે જનાર નાગરિકોને તબીબી સારવારનો આર્થીક બોજ સહન કરવો પડ્યો છે. એક જાગૃત નાગરિક તરીકે અમારી પણ ફરજ બનતી હોય છે ત્યારે સરકારશ્રીના વહીવટમાં કેટલાક સ્થાપિત હિતો આ પ્રકાર નું અસલામતી ભર્યું અને કાયદા તેમજ શરતોનું સતત ઉલ્લંઘન થતું હોય તે અનુસંધાને જાહેર વહીવટમાં પારદર્શિતા લાવવા અમારી નૈતિક રજૂઆતને દયાને લેવા વિંનતી. પરંતુ હાલમાં આ મુદ્દાને રાજકીય રંગ આપી/ અપાવી સ્થાનિક તેમજ તાલુકા, જીલ્લા સ્તરના રાજકારણીઓ ના સમર્થન અને વગથી સરકારી તંત્રના અધિકારીઓ પર દબાણ લાવી/લાવડાવી ઈરાદાપુર્વાકનો ઇસ્સ્યું બનાવવમાં આવી રહ્યો હોય પ્રવેશ –રાહદારી માર્ગ તેમજ શૈક્ષણિક સંકુલ પાસેથી પસાર થતા રેતીના ભારદારી વાહનોની માર્ગ સલામતી તેમજ બાળકોના આરોગ્ય સંબંધી પશ્નને સાર્વજનિક હિતમાં ઉકેલ મળે

મેં.શ્રી અમોને યોગ્ય ન્યાય આપી રસ્તા ઉપર થતા અકસ્માત અટકાવામાં અને સાર્વજનિક સલામતીના હિતમાં મદદરૂપ થાવ એવી આગ્રહભરી વિંનતી કરીએ છે. આ બાબતને જવાબદાર તંત્ર તરફથી કોઈ કાનૂની કાર્યવાહી કે ઉચિત પગલાં ભરવામાં નહિ આવે તો અમોને આ અમારી અરજી નું દિન ૭ માં કોઈ કાર્યવાહી ના થાય તો અમો ગ્રામજનો ગાંધી ચીદ્યા માર્ગે આદોલન કરીશું જેની આપશ્રી એ ગંભીર નોધ લેવી .


અમો નીચે સહી કરનારાઓ અમારી રાજીખુશીથી અક્કલ હોશિયારીથી કોઈ પણ જાતના દાબ દબાણ, રાગદ્વેષ, કિન્નાખોરી કે કનડગતના આશય વિના બીનકેફી હાલતમાં સહીઓ કરેલ છે જે અમોને કબુલ, મંજુર અને બંધનકર્તા છે અને તે કોઈની વિરુદ્ધમાં નહિ પરંતુ સાર્વજનિક સલામતીના હિતમાં અને કાયદાના તેમજ સરકારશ્રીએ નિયુક્ત કરેલી શરતોના હિતમાં છે જે બરાબર છે સરકાર દ્વારા કીશાન લક્ષી અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે પરંતુ જ્યાં જલ-જમીન અને વાયુ પરદુષણની માત્રામાં વિકાસના ઓથા હેઠળ કાનૂની રાહે “ક્લાઈમેટ ચેન્જ “ માટેના જે પ્રયાસો થવા જોઈએ તે નહિ થતા નર્મદા ડેમ થી ભરૂચ તરફ બંને કાંઠાના પૂર્વના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોની ફળદ્રુપ જમીનોમાં વધતી દરિયાઈ ખારાશના કારણે ફળદ્રુપતા ગુમાવશે એવી દહેશત ખેડૂતોને સતાવી રહી છે. મીઠા પાણીના કારણે ઔદ્યોગિક એકમોને તેમની મશીનરીને દરિયાઈ ખરાશવાળું પાણી વપરાશમાં લેવાથી થતા નુકશાન બાબતે ચિંતા વ્યક્ત થઇ રહી છે અને તેને ઉકેલવાના પ્રયાસો થાય એ જરૂરી પણ છે પરંતુ “જગતનો તાત” અનેક સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યો છે અને સતત ઘટતા જતા મીઠા જળપ્રવાહમાં કેટલાક સમયથી ખારાશની નવી મોકણ ખેડૂતોને સતાવી રહી છે સાથે સાથે જેઓની રોજી રોટીનો આધાર જ માછીમારી ઉપર નિર્ભર છે એવા સરકારે આપેલા સાગરખેડું સમાજના જીવન ધોરણના પ્રશ્નને અને તેમની વાસ્તવિક અને સાચી પરિસ્થિતિને પણ ગંભીરતાથી ધ્યાને લેવામાં આવે એવી લોકમાંગ પણ આવેદન અને આંદોલનાત્મક સ્વરૂપે ઉઠવા પામી છે. રાજ્ય અને કેન્દ્ર સરકારનાં અર્થતંત્રને મજબુત કરવામાં ભરૂચ જીલ્લાની મહત્વની ભૂમિકા રહી છે તેની સામે ભરૂચ જિલ્લાના ખેડૂતોને, નાગરિકોને “તળાવ વાળો તરસે મરે” તેવી દશા છેલ્લા કેટલાક સમયથી અનુભવાઈ રહી છે..!! અમદાવાદ સાબરમતીમાં નર્મદાના પાણી, સૌરાષ્ટ્રના આજી ડેમમાં પાણી, સૌની યોજના સાકાર બનાવી અને કચ્છ રાજસ્થાન સુધી પાણી પહોંચાડવામાં ત્યાના જન પ્રતિનિધીઓએ પોતાનું બહારવટું ખમીર બતાવ્યું જયારે બીજી તરફ કેટલાય સમયથી ભરૂચ અને નર્મદના વિસ્તરોમાં નર્મદાના પાણી ના મળવા તેમજ દરિયાઈ ખારાશના કારણે ઉભી થયેલી કે કરવામાં આવેલી પરિસ્થિતિ અંગે પણ કેટલાકને છોડીને સ્થાનિક નેતાઓની જે ઉપજ હોવી જોઈએ તેવું અન્ય જન્પ્રતીનીધિઓ અને જનતા જેવું ખમીર બતાવવાનો સમય ક્યારે આવશે ? ભરૂચ શહેરથી પૂર્વ તરફના ગ્રામ્ય વિસ્તારોમાં થતી ખેતીમાં કેળ, શેરડી, શાકભાજી અને બાગાયતી -ખેતી પાકની ગુણવત્તા અને તેની માંગ સારા પ્રમાણમાં રહી છે વિદેશમાં પણ કેળાની ઉંચી જાતની ગુણવતામાં પણ દરિયાઈ ખારાશની અસર જોવા મળી રહી છે ત્યારે કીશાનોના પાક ઉપર થતી અસરો બાબતે પણ કૃષિ મેળા દરમિયાન ખેડૂતોની આ સમસ્યાને પણ હલ કરવાના નૈતિક પ્રયાસો થવા જરૂરી છે. માછીમારી પર નિર્ભર કેટલાય પરિવારો નર્મદના મીઠા જળમાં દિવસે દિવસે આભડી રહેલી દરિયાઈ ખારાશના કારણે રોજગારી માટે તલસી રહ્યા છે અને જીવન જીવવા માટે બીજા રોજગારની તલાશમાં મજબુર બની રહ્યા છે. સ્વાધ્યાય પરિવારના પ્રણેતા વંદનીય પાંડુરંગ દાદાના અશીતી વંદનાનો કડોદ શુકલતીર્થમાં કાર્યક્રમ યોજાયો હતો તે દરમિયાન પીવાના પાણી માટે પ્રબંધ કરવામાં આવેલ જેના માટે વિવિધ વિસ્તારોમાંથી નદીના પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને તે પાણીમાં ઓછા પ્રમાણમાં શુદ્ધ પીવાલાયક ટી.ડી.એસ.ચકાસણી કરી તેમાં તેની માત્રા સારા પ્રમાણમાં પીવાલાયક નોધવામાં આવી હતી જે આજે કેટલાક સમયથી બદતર હાલતમાં પરિણમવા પાછળનું કારણ “નદી તો વહેતી જ ભલી” તેવું વયો વૃદ્ધ નાગરિકો જણાવી રહ્યા છે.