સભ્યની ચર્ચા:Kartik
સ્વાગત!
[ફેરફાર કરો]પ્રિય Kartik, શુભ રાત્રી, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!
- જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
- વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
- સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
- લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
- આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
- ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
- નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
- ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
- આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
- અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
- જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.
Vkvora2001 ૦૦:૨૭, ૨૦ ફેબ્રુઆરી ૨૦૦૮ (UTC)
પ્રકાશનાધિકાર ભંગ
[ફેરફાર કરો]પ્રિય મિત્ર કાર્તિક, આપે ચઢાવેલી બે ફાઇલો મેં હાલમાં દૂર કરી છે, જે પૈકીની એક હતી સંદ્રકાંત બક્ષીની તસવીર કે જે દિવ્ય ભાસ્કરમાંથી લેવામાં આવી હતી, અને બીજી હતી ગુજરાતી લેક્સીકૉન વેબસાઇટનો સ્ક્રીન શોટ, આ બંને ફાઇલો વિકિપીડિયાની નિતિ મુજબ પ્રકાશનાધિકાર ભંગ કરનારી છે. આપ ફક્ત એવું જ કામ અહીં અપલોડ કરી શકો છે, જે આપનું મૌલિક હોય્, એટલેકે એવા ફોટા કે જે આપે જાતે પાડ્યા હોય અથવા એવા ફોટા/ચિત્રો/ડ્રોઇંગ્સ કે જે પબ્લિક ડૉમેમઇનમાં હોય અથવા તો તેના ઉપર કોઇ પ્રકાશનાધિકાર (Copyright/s) ના હોય. આપને કોઇ શંકા હોય કે વધુ માર્ગદર્શનની જર્ય્ય્ર હોય તો સંપર્ક કરતાં ખચકાશો નહી.--ધવલચર્ચા/યોગદાન ૧૬:૨૬, ૨૯ સપ્ટેમ્બર ૨૦૦૮ (UTC)
મારી કોમેન્ટ
[ફેરફાર કરો]દિવ્ય ભાસ્કર વાળું ચિત્ર તો બરાબર છે, પણ ગુજરાતીલેક્સિકોન.કોનનો સ્ક્રિનશોટ તો મેં જાતે જ લીધેલ છે. આ રીતે તો વિકિપીડિયા પર કોઇ સ્ક્રિનશોટ મૂકી શકાય તેમ નથી. સ્પષ્ટતા કરશો.
- કાર્તિકભાઈ, ના, એવું નથી કે વિકિપીડિયા પર કોઈ સ્ક્રીન શોટ ના મુકી શકાય, અહીં એવા સ્ક્રીનશોટ્સ આપણે મુકી શકીએ કે જે પ્રકાશનાધિકારથ્ઈ મુક્ત હોય. કોઈ પણ સોફ્ટવેર (જેમકે લીનક્સ) કે કોઈ અન્ય વેબસઈટ કે જે પ્રકાશનાધિકારથ્ઈ મુક્ત હોય તેના સ્ક્રીન શોટ્સ મુકવામાં કોઇ વાંધો નથી, ગુજરાતીલેક્સીકોન (અને મોટા ભાગની બધીજ વેબસાઇટ્સ) પ્રકાશનાધિકારથી સુરક્ષિત હોય છે, અને હોવી જ જોઈએ, કેમકે તે તેઓનું મૌલિક કામ હોય છે, માટે તેને અહિં ના મુકી શકીએ.--ધવલચર્ચા/યોગદાન ૧૨:૩૪, ૫ ફેબ્રુઆરી ૨૦૦૯ (UTC)
- હમમ. તો પછી એપલ કે માઇક્રોસોફ્ટની સાઇટનાં સ્ક્રિનશોટ વિકિપીડિયા પર કેમ છે એ મને પ્રશ્ન થાય છે--121.246.78.142 ૦૩:૩૮, ૬ ફેબ્રુઆરી ૨૦૦૯ (UTC)
- ના હોવા જોઇએ, મને ખબર નથી કે ક્યાં છે અને કેમ છે, કેમ ના હોવા જોઈએ તે જાણવા માટે કોમન્સની અપલૉડ નીતિ અને સ્ક્રીનશોટ્સ અપલોડ કરવા માટેની વધુ માહિતિ જુઓ. ગુજરાતી વિકિને વિકિ કોમન્સની મિડિયા પોલિસિ લાગુ પડે છે, જો સભ્યોનો એવો મત હોય કે તેમ ના થવું જોઈએ તો આપણે તે વિષે વિસ્તૃત ચર્ચા કરીને નિર્ણય કરી જોઇએ.--ધવલચર્ચા/યોગદાન ૧૩:૩૬, ૬ ફેબ્રુઆરી ૨૦૦૯ (UTC)
વિકિપીડિયા મીટઅપ - અમદાવાદ
[ફેરફાર કરો]કાર્તિકભાઈ, તમારા બ્લૉગ પર મેં આ વિષે વાંચ્યું. હું આટલે દૂર બેસીને કશું કરી શકું તેમ નથી, પરંતુ તમે ત્યાં રહીને તમારા બહોળા નેટવર્કને કારણે ઘણું કરી શકશો. હું ગયા વર્ષે અમદાવાદ આવ્યો હતો ત્યારે નિયમિત યોગદાન કરનારા મિત્રો સાથે મળીને અનૌપચારિક મીટાપ પ્લાન કર્યું હતું, જે અન્ય મિત્રોનાં અંગત કારણોસર સફળ થયું નહી. આ વર્ષે ભારત આવી શકું તેમ નથી, અને ખબર નથી કે આવતા વર્ષે પણ ત્યાં આવી શકવાની હાલત હશે કે કેમ. પરંતુ, આવા કોઈક આયોજનમાં આવવા માટે મન તો ખૂબ તત્પર હોય છે. જીમી વેલ્સની મુંબઈ મુલાકાત પણ ચુક્યાનો અફસોસ છે. ઈમેલથી આપણે ચોક્કસ આ વીષે વધુ વાત કરીશું. ઑલ ધ બેસ્ટ!--ધવલચર્ચા/યોગદાન ૧૨:૧૬, ૮ નવેમ્બર ૨૦૧૦ (UTC)
આપના પ્રતિભાવની આવશ્યકતા
[ફેરફાર કરો]મિત્ર કાર્તિકભાઈ, મેં તાજેતરમાં ચોતરા ઉપર બે ચર્ચાઓ શરૂ કરી છે જે વિકિપીડિયાની નીતિઓ નિર્ધારિત કરવામાં અને આવશ્યક ફેરફારો માટે જરૂરી છે. આપને વિનંતી છે કે જો શક્ય હોય તો ચોતરા પર Mailing List અને ચિત્રો ચઢાવવા અંગેની નીતિ પર ફેરવિચાર અંગેની ચર્ચામાં ભાગ લઈ આપના અભિપ્રાયો જણાવશો. આ અભિપ્રાયો જેટલા વહેલા જણાવી શકશો તેટલા ઝડપથી આપણે ફેરફારો અહીં લાવી શકીશું. પરિવર્તન એ સૃસ્ટિનો નિયમ છે, અને આપણું ગુજરાતી વિકી વિકસી રહ્યું છે એટલે આપણે વખતો વખત આપણી નીતિઓ ઘડતા રહેવું પડે અને નવા ફેરફારો લાવતા રહેવું પડે. આમ કરતી વખતે અહીં રહેલા બહુમતિ સક્રિય સભ્યોની સહમતી મેળવવી હું આવશ્યક માનું છું, અને માટે આપનો મત જાણવાની ઉત્કંઠા છે.--ધવલચર્ચા/યોગદાન ૧૩:૧૦, ૫ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)