સભ્યની ચર્ચા:Megh.patel11

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search


1999માં વિશ્વભરમા શરૂ થયેલી બાળ કામદાર વિરુદ્ધની વૈશ્વિક ચળવળ સમયે હજ્જારો લોકો બાળ કામદાર વિરોધી એક સંદેશ

આપવા માટે જોડાયા હતા.17 માર્ચ, 1998માં પ્રારંભ થયેલી ચળવળ વિશ્વના દરેક ખૂણામાં સ્પર્શી હતી, તેમજ પુષ્કળ સતર્કતા જાગૃત કરી હતી અને લોકોએ ઊંચા ધોરણે પોતાની ભાગીદારી નોંધાવી હતી. આ ચળવણ વિકાસની પરાકાષ્ઠાએ પહોંચીને અંતે આઇએલઓ કોન્ફરન્સમાં પરિણમી હતી. ચળવળકારોનો અવાજ સાંભળવામાં આવ્યો હતો અને બાળક કામદારના ખરાબમાં ખરાબ સ્વરૂપ સામેના આઇએલઓ સંમેલનના મુસદ્દામાં પ્રદર્શિત થયો હતો. તેના પછીના વર્ષે, જિનીવામાં આઇએલઓ કોન્ફરન્સ સર્વસંમતિથી યોજવામાં આવી હતી. આજે, 169 દેશોએ સંમેલનને સ્વીકૃત્તિ આપી છે ત્યારે, તે આઇએલઓના ઇતિહાસમાં સૌથી ઝડપથી સ્વીકૃત્તિ પામનાર સંમેલન સાબિત થયું હતું. તેમાં સૌથી મોટો ભાગ આપણા સભ્ય ભાગીદારો દ્વારા ભજવવામાં આવ્યો હતો. 

"ધી ઇકોનોમિકસ ઓફ ચાઇલ્ડ લેબર" પરના અમેરિકન ઇકોનોમિક રિવ્યૂ (1998)માં એક પ્રભાવશાળી પેપરમાં કૌશિક બાસુ અને ફામ હોઆંગ વેને એવી દલીલ કરી છે કે બાળ કામદારનું મુખ્ય કારણ માતાપિતાની ગરીબી છે.તેમ હોવાથી, બાળ કામદાર વિરોધી કાયદાકીય કાનૂનના ઉપયોગ સામે તેઓ ચેતવણી ઉચ્ચારે છે અને એવી દલીલ કરે છે કે એવુ માનવાનું કારણ હોય કે બાળ કામદાર પરનો પ્રતિબંધ વયસ્કોના વેતન વધારામાં પરિણમશે તે સમયે તેનો ઉપયોગ થવો જોઇએ અને ગરીબ બાળકોના માતાપિતાને પૂરતું વળતર આપો. ભારત અને બાંગ્લાદેશસહિતના દેશોમાં બાળ કામદારોનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ થાય છે.સીએસીએલના અંદાજ અનુસાર ભારતમાં 70 અને 80 મિલીયન બાળ કામદારો છે. [19] વિવિધ રાષ્ટ્રીય કાયદાઓ દર્શાવે છે કે 14 વર્ષની નીચેનું કોઇ પણ બાળક કામ કરી ન શકે, તેમ છતાં કાયદાને ઘણી વાર અવગણવામાં આવે છે. 11 વર્ષની વયનું બાળક મિલમાં 20 કલાક રોજગારીએ જાય છે અને અમેરિકી કંપનીઓ જેમ કે હેન્સ, વોલ માર્ટ અને ટાર્ગેટ માટે ચીજો બનાવે છે. કુલ 22 ટકા બાળકામદાર દળમાં બાળ કામદારનો દર એશિયામાં 61%, આફ્રિકામાં 32% અને લેટિન અમેરિકામાં સાત ટકા તેમજ અમેરિકા, કેનેડા, યુરોપ અને અન્ય શ્રીમંત દેશોમાં એક ટકા છે. લેટિન અમેરિકામાં 17 ટકા શ્રમ દળ બાળકો છે. બાળ કામદારનું પ્રમાણ વિવિધ દેશોમાં અલદ અલગ છે અને તે દેશોમાં વિવિધ પ્રદેશોમાં પણ અલગ અલગ છે. બાળ કામદારને બંધ કરવા માટે ઘણી વાર પોલીસ જે લોકો બાળકોને કામે રાખતા હોય તેવી શંકાસ્પદ ફેક્ટરીઓમાં તપાસ કરે છે.

વિક્ટોરીયન બ્રિટનમાં બાળ કામદાર[ફેરફાર કરો]

વિક્ટોરીયન યુગ નાના બાળકોને ફેક્ટરીઓ, ખાણકામ માટે અને ચીમની સાફ કરવા માટે કામે રાખવા માટે ખૂબ કુખ્યાત બન્યો હતો.[21] ઔદ્યોગિક ક્રાંતિના પ્રારંભથી જ બાળ કામદાર અગત્યની ભૂમિકા ભજવતા આવ્યા છે, જે ઘણી વાર આર્થિક હાડમારી લાવ્યા છે, ઉદા. તરીકે ચાર્લ્સ ડિકન્સે12 વર્ષની વયે સ્થાનિક બ્લેકીંગફેકટરીમાં લેણદારની જેલમાં તેના પરિવારની સાથે કામ કર્યું હતું.ગરીબોના બાળકો પાસેથી તેઓ તેમના પરિવારનો ખર્ચો કાઢવામાં મદદ કરે તેવી અપેક્ષા રાખવામાં આવે છે, તેઓ ઘણી વખત જોખમી રોજગારી ઓછા વેતને પણ લાંબા કલાકો સુધી કામ કરતા હોય છે. [૧]


ચપળ બાળકોને ચીમની સાફ કરવા માટે રોજગારીએ રખાતા હતા; નાના બાળકોને કોટનના બોબીન મેળવવામાં; અને બાળકોને કોલસાની ખાણમાં કે જ્યાં મોટા જવુ અશક્ય હોય ત્યાં ઘૂસવા માટે રોજગારીએ રાખવામાં આવતા હતા. બાળકો નાની ખેપ કરવા, ઝાડુ વાળવા, પોલીશ કરવા અથવા માચીસ, ફૂલ અને અન્ય સસ્તા માલનું વેચાણ કરતા હતા.[23] કેટલાક બાળકોને એપ્રેન્ટીસતરીકે યોગ્ય વેપાર જેમ કે બિલ્ડીંગ અથવા ઘરગથ્થુ નોકરતરીકે કામે રાખવામાં આવતા હતા. (18મી સદીના મધ્યમાં લંડનમાં આશરે 120,000 જેટલા ઘરગથ્થુ નોકરો હતા).કામના કલાકો પણ લાંબા હતાઃ બિલ્ડરો ઉનાળામાં સપ્તાહમાં 64 કલાક અને શિયાળામાં 52 કલાક સુધી કામ કરતા હતા, જ્યારે ઘરગથ્થુ નોકરો સપ્તાહમાં 80 કલાકો સુધી કામ કરતા હતા. વેશ્યાગીરીજેવા ધંધામાં પણ મોટા પ્રમાણમાં બાળકો કામ કરતા હતા.[24] ત્રણ વર્ષની ઉંમર ધરાવતા નાના બાળકોને પણ કામે લગાડી લેવામાં આવતા.કોલસાની ખાણમાં બાળકો પાંચ વર્ષની ઉંમરે કામની શરૂઆત કરતા હતા અને સામાન્ય રીતે 25 વર્ષની ઉંમર કરતા વહેલા મૃત્યુ પામતા હતા. ઘણા બાળકો (અને મોટા)દિવસમાં 16 કલાક કામ કરતા હતા.1802 અને 1819માં ફેક્ટરીઓ અનો કોટન મિલ્સમાં વર્કહાઉસ બાળકોના કામના કલાકોને 12 કલાક સુધી નિયંત્રિત કરવા ફેક્ટરી એક્ટ પસાર કરવામાં આવ્યો હતો. આ કાયદાઓ મોટે ભાગે બિનઅસરકારક સાબિત થયા હતા અને ભારે ચળવળ, ઉદા. તરીકે 1831માં શોર્ટ ટાઇમ કમિટી બાદ રોયલ કમિશને 1833માં એવી ભલામણ કરી હતી કે 11-18 વર્ષના બાળકોએ દિવસમાં વધુમાં વધુ 12 કલાક, 9-11 વયના બાળકોએ વધુમાં વધુ આઠ કલાક અને નવ વર્ષની નીચેના વયના બાળકોને આ પ્રકારનું કામ કરવાની મંજૂરી આપવામાં આવી ન હતી. આ કાયદો જો કે કાપડ ઉદ્યોગ સુધી જ લાગુ પાડવામાં આવ્યો હતો અને ત્યાર બાદના વધુ દેખાવોને કારણે 1847માં કાયદો ઘડાયો હતો જે વયસ્કો અને બાળકોને કામના દિવસોએ 10 કલાક સુધી કામ કરવા માટે મર્યાદિત કરતો હતો.


ભારતમાં જ્યારે સરકાર મિલોમાં કામ કરનારાઓ બાળકોના મુદ્દે પાછી પાની કરતી હતી અને બાળકના હક્ક અંગેની સંસ્થાઓ સામે આંખ આડા કાન કરતી હતી ત્યારે આ હુકમ માનનીય મુખ્ય ન્યાયાધિશ દ્વારા આપવામાં આવ્યો હતો. [૨] એક સમાંતર વિકાસમાં બાળ કામદાર અને બીબીએ સામેની વૈશ્વિક ચળવણ જીએપી ઇન્ક સાથે વાટાઘાટ કરી રહી છે અને રસ ધરાવનારાઓ મિલોમાં બાળ કામદારના પ્રવેશને રોકવાની વ્યૂહરચના ઘડી કાઢનાર હતી અને દેખરેખની અને ઉપાયાત્મક પગલાં પણ લેનાર હતી. જીએપી ઇન્ક.ના સિનીયર વાઇસ પ્રસેડંટ ડેન હેન્કલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે "અમે સતત પ્રગતિ કરી રહ્યા છીએ અને હવે બાળકો સ્થાનિક સરકારની સંભાળ હેઠળ છે. આપણી નીતિની જરૂરિયાત પ્રમાણે, જે વેન્ડરો કે જેમના માટે હુકમ મૂળભૂત રીતે આપવામાં આવ્યો હતો તેમણે બાળકોને શાળાએ મોકલવા પડશે અને રોજોગારી તાલીમ આપવી પડશે, તેમને પ્રવર્તમાન વેતન આપવું પડશે અને જ્યારે તેઓ કાયદેસરની રોજગારીની ઉંમરે પહોંચે ત્યારે રોજોગારીની બાંયધરી આપવી પડશે. આપણે હવે સ્થાનિક સરકાર અને વૈશ્વિક પહેલ સાથે કામ કરીશું જેથી, અમારા વેન્ડરો તેમની જવાબદારીઓ નિભાવે છે તેની ખાતરી રાખી શકાય. [૩][૪]


બીબીસીએ તાજેતરમાં જ કાપડના ઉત્પાદનમાં બાળ કામદારોનો ઉપયોગ કરતા પ્રિમાર્ક પર અહેવાલ[૫] આપ્યો હતો.ખાસ કરીને £4.00 હાથથી એમ્બોઇડરી કરેલા શર્ટસ બીબીસી દ્વારા તૈયાર કરવામાં આવેલી દસ્તાવેજી પેનોરમા (ટીવી શ્રેણી) કાર્યક્રમનો શરૂઆતનો મુદ્દો હતો. કાર્યક્રમ વપરાશકારોને પોતાની જાતને પૂછવા જણાવે છે, "હાથ દ્વારા એમ્બ્રોઇડરી કરેલા ટોપ હું શાં માટે £4 ચૂકવું છું? આ ચીજ હસ્ત બનાવટની લાગે છે. આટલી ઓછી કિંમતે કોણે બનાવ્યું?", તેનાથી વધુ જે દેશોમાં બાળકોનું શોષણ થાય છે તે બાળ કામદાર ઉદ્યોગની તીવ્રતા દર્શાવતાકાર્યક્રમના પરિણામ સ્વરૂપે પ્રિમાર્કે પગલાં લીધા હતા અને સંબંધિત કંપનીઓની ઝાટકણી કાઢી હતી અને તેમની સપ્લાયરની રીતભાતની સમીક્ષા કરી હતી.

અલ્ટ બેનહાડૌ, મોરોક્કોમાં મે 2008માં લૂમ પર કરતી નાની છોકરી

ફાયરસ્ટોન ટાયર એન્ડ રબર કંપનીલાયબેરીયામાં રબરના પ્લાન્ટેશન સાથે સંકળાયેલી છે, જે સ્ટોપ ફાયરસ્ટોનના નામે ઓળખાતી વૈશ્વિક ઝુંબેશનું કેન્દ્ર છે.પ્લાન્ટેશન પર રહેલા કામદારોને ઊંચો ઉત્પાદન ક્વોટા પરિપૂર્ણ કરવાનો હોય છે અથવા તેમના વેતનો અર્ધા થઇ જશે, તેથી ઘણા કામદારો તેમના બાળકોને પણ કામે લઇ આવ્યા હતા. નવેમ્બર 2005માં પ્રવર્તમાન બાળ કામદાર અને તેમના માતાપિતા કે જેઓ પ્લાન્ટેશન પર બાળ કામદારો ધરાવતા હતા તેમના વતી આંતરરાષ્ટ્રીય કામદાર હક્ક ભંડોળેફાયરસ્ટોન સામે દાવો માંડ્યો હતો (આંતરરાષ્ટ્રીય કામદાર ભંડોળ વિ. ધી ફાયરસ્ટોન ટાયર એન્ડ રબર કંપની )ઇન્ડિયનપોલીસ ખાતેના મેટ્રોપોલીસના જજે 26 જૂન 2007ના રોજ ફાયરસ્ટોનની કેસને રદ કરવાની માગ ફગાવી હતી અને બાળ કામદાર દાવાઓને આગળ ધપાવતા દાવાને મંજૂરી આપી હતી.

21 નવેમ્બર 2005ના રોજ ભારતીય એનજીઓ ચળવળકાર જુનેદ ખાને પોલીસ, શ્રમ વિભાગ અને બિનસરકારી સંસ્થા પ્રથમની મદદથી ભારતની રાજધાની નવી દિલ્હીના પૂર્વ ભાગમાં બાળ કામદારોની રાહત માટે દેશનો સૌથી મોટો દરોડો પાડ્યો હતો. આ પ્રક્રિયાને કારણે સિલામપુરની ભરચક ઝૂંપડપટ્ટીમાં ચાલતી 100થી વધુ ગેરકાયદેસર એમ્બ્રોઇડરી ફેક્ટરીમાંથી 480 જેટલા બાળકોને બચાવીલેવામાં આવ્યા હતા.તેના પછી થોડા સપ્તાહો સુધી સરકાર, માધ્યમો અને એનજીઓએ નાના બાળકો એટલે કે 5-6 વર્ષની વયના પ્રત્યે ભારે ઝનૂન દાખવ્યું હતું અને બંધનમાંથી મુક્ત કરાવ્યા હતા. સમગ્ર વિશ્વમાં મોટામાં મોટી લોકશાહી હેઠળ ચાલતા બાળ કામદારના જોખમ પ્રત્યે આ મુક્તિ અભિયાને વિશ્વની આંખ ખોલી હતી.

ગેપ નોર્થ અમેરિકાના અધ્યક્ષ, માર્કા હેન્સને 28 ઓક્ટોબરે એવો પ્રતિભાવ આપ્યો હતો કે "બાળ કામદારોના ઉપયોગનો સખત વિરોધ કરીએ છીએ.આ અંગે અમે વાટાઘાટો કરી શકીએ નહી - અને અમે આ આરોપોથી ઉંડી ગર્તામાં ચિંતીત છીએ.અમે ભૂતકાળમાં આ બાબત સાબિત કરી હોવાથી, આ પ્રકારના પડકારો પરત્વે ધ્યાન કેન્દ્રિત કરતા હોવાનો ગેપનો ઇતિહાસ દર્શાવે છે અને આ પરિસ્થિતિ સામે અમારો પ્રતિભાવ અપવાદરૂપ હશે નહી. 2006માં ગેપ ઇન્કે. સંહિતાના ઉલ્લંઘન બદલ 23 ફેક્ટરીઓના કારોબાર બંધ કરાવ્યા હતા. વિશ્વભરમાં ફેલાયેલા આપણી પાસે 90 વ્યક્તિઓ છે, જેમની કામગીરી વેન્ડરની વર્તણૂંકના અમારા સંહિતાનું અનુસરણ થાય તે જોવાની છે. આપણે આ પરિસ્થિતિ પ્રત્યે સભાન હોવાથી અમે વર્ક ઓર્ડર બંધ કરી દીધા હતા અને સ્ટોર્સમાં વેચાતી પેદાશોના વેચાણને અટકાવી દીધું હતું. કંપનીઓ ઉત્પાદન કરતી ફેક્ટરીઓમાં બાળ કામદાર પર અમારા સખત પ્રતિબંધના ઉલ્લંઘન ભાગે જ છે, અમારી નીતિઓને સખ્તાઇથી લાદવા માટે તે પ્રદેશના અમારા સપ્લાયરોની અમે બેઠક બોલાવી છે. "[27]

ઓગસ્ટ 2008ના પ્રારંભમાં આઇઓડબ્લ્યુએલેબર કમિશનર ડેવીડ નેઇલે એવી જાહેરાત કરી હતી કે તેમના વિભાગને એગ્રીપ્રોસેસર્સ, કોશેર માંસ પેકીંગ પોસ્ટવિલેમાં એક કંપની શોધી કાઢી છે, જેમાં તાજેતરમાં જ ઇમીગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટદ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો, તે કંપનીએ 57 નાના બાળકો, 14 વયના લોકોને કામે રાખ્યા હતા, જે માસ પેકીંગ પ્લાન્ટમાં 18 વર્ષથી નીચેના બાળકોને કામે રાખી શકાય નહીં, તેવા રાજ્યના કાયદાનું ઉલ્લંઘન હતું. નેઇલ જાહેરાત કરી હતી કે તે કાર્યવાહી માટે આ કેસ સ્ટેટ એટોર્ની જનરલ સમક્ષ એવો દાવો કરીને ખસેડી રહ્યા છે કે તેમના વિભાગની તપાસમાં આઇઓડબ્લ્યુએના બાળક કામદાર કાયદાના તમામ પાસાઓનું આઘાતજનક રીતે ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.[૬]. એગ્રીપ્રોસેસર્સે એવો દાવો કર્યો હતો કે આરોપો સમજવા માટે તેઓને નુકસાન જતુ હતું. જેનો ઉપયોગ ચોકલેટ બનાવવામાં થાય છે તેવા કોકોઆ પાવડરના ઉત્પાદનમાં બાળ કામદારોનો ઉપયોગ થાય છે.

બાળ કામદારો, ન્યુ જર્સી, 1910

1997માં સંશોધને સુચવ્યું હતું કે ભારતના કાંચપુરમ જિલ્લા ખાતે સિલ્ક વણાટ ઉદ્યોગમાં 40,000થી વધુ બાળ કામદારો છે. તેમાં એવા પણ બાળકો કે જેઓ લૂમ માલિકોના બોન્ડેડ કામદારો હતા તેનો પણ સમાવેશ થતો હતો. રુરલ ઇન્સ્ટિટ્યુટ ફોર ડેવલપમેન્ટ એજ્યુકેશને બાળ કામદારોની સ્થિતીમાં સુધારો કરવા માટે ઘણી કામગીરીઓ હાથ ધરી હતી. એકસાથે કામ કરી, આરઆઇડીઇએ 2007 સુધીમાં બાળ કામદારોની સંખ્યા ઘટાડીને 4,000થી પણ ઓછી કરી નાખી હતી.

બાળ કામદારનો બચાવ[ફેરફાર કરો]

ફ્રાઇડમેનની થિયરી પ્રમાણે, ઔદ્યોગિક ક્રાંતિ પહેલા મોટે ભાગે તમામ બાળકો કૃષિ ક્ષેત્રે કામ કરતા હતા. ઔદ્યોગિક ક્રાંતિ દરમિયાન આમાંના ઘણા બાળકો ખેતરના કામથી ફેક્ટરીના કામે વળ્યા હતા. સમય જતા, વાસ્તવિક વેતનમાં વધારો થતા માતાપિતાને પોતાના બાળકોને કામને બદલે શાળાએ મોકલવા માટે સક્ષમ બન્યા હતા અને પરિણામ સ્વરૂપે બાળ કામદારના પ્રમાણમાં કાયદા પહેલા અને પછી એમ બન્ને રીતે ઘટાડો થયો હતો. ઓસ્ટ્રીયન સ્કુલના અર્થશાસ્ત્રીમુરે રોથબાર્ડે પણ બાળ કામદારનો એમ કહીને બચાવ કર્યો હતો કે ઔદ્યોગિક ક્રાંતિ પૂર્વે અને પછીના બાળકો અત્યંત ખરાબ પરિસ્થિતિમાં રહ્યા હતા, જેમાં તેમના માટે રોજગારી ઉપલબ્ધ ન હતી અને સ્વેચ્છિક રીતે અને આનંદથી ફેક્ટરીમાં કામે ગયા હતા. [30]

જોકે, બ્રિટીશ ઇતિહાસકાર અને સમાજવાદીઇ.પી. થોમ્પસનધ મેકીંગ ઓફ ઇગ્લીશ વર્કીંગ ક્લાસમાં બાળકના ઘરગથ્થુ કામ અને વિશાળ (વેતન)કામદાર બજારમાં ભાગીદારી વચ્ચે ગુણાત્મક તફાવત રજૂ કર્યો છે. [૭] વધુમાં પ્રવર્તમાન પ્રવાહ વિશે આગાહી કરવામાં ઔદ્યોગિક ક્રાંતિની ઉપયોગિતા વિવાદમાં છે. 1500થી પશ્ચિમી સમાજમાં બાળકો અને બાળપણના લેખક ઇકોનોમિક હિસ્ટોરીયન હાઇ કનીંગહામ તેમાં નોંધે છે કે:

"પચાસ વર્ષો અગાઉ કદાચ એવું માનવામાં આવ્યું હશે કે, ઓગણીસમી સદીના અંત ભાગમાં અને વીસમી સદીના શરૂઆતના વર્ષોમાં વિક્સીત દેશોમાં બાળ મજૂરીમાં ઘટાડો નોંધાયો હતો, આથી વિશ્વના અન્ય દેશો પણ તેનો સ્વીકાર કરવામાં આવશે. તેવું કરવામાં તેની નિષ્ફળતા અને વિકસિત દેશમાં પુનઃ તેની દેખા દેવી તે અર્થતંત્રમાં તેની ભૂમિકા સામે પ્રશ્નો ઊભા કરે છે, ચાહે તે રાષ્ટ્રીય હોય કે વૈશ્વિક." [32]
મેઇનેમાં ખેતરમાં કામ કરી રહેલા બાળ કામદારો, ઓક્ટોબર 1940


બીગ બિલ હેવુડ, અગ્રણી કામદાર સંચાલક અને વેસ્ટર્ન ફેડરેશન ઓફ માઇનર્સના નેતા અને ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સ ઓફ ધ વર્લ્ડના સ્થાપક સભ્ય અને નેતા એ જાહેર રીતે દાવો કર્યો હતો કે "જે બાળકોનો રમવાનો સમય ચોરી લે છે તે ખરાબમાં ખરાબ ચોર છે!" [૮] યુનિવર્સિટી ઓફ હ્યુસ્ટોનના અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક થોમસ ડિગ્રેગોરીએ કાટો ઇન્સ્ટિટ્યુટ, સ્વાતંત્ર્યવાદી વૈચારિક સંસ્થા કે જે વોશિંગ્ટન ડી.સીમાં પોતાનું કામકાજ સંભાળતા હતા તેમના આર્ટિકલમાં જણાવ્યા અનુસાર "એ સ્પષ્ટ થઇ ચૂક્યુ છે કે તકનીકી અને આર્થિક ફેરફારો બાળકોને કામના સ્થળેથી બહાર કાઢવામાં અને શાળામાં ધકેલવાના મુખ્ય ઘટકો છે. ત્યાર બાદ તેઓ પરિણામલક્ષી વયસ્ક બનવા અને લાંબુ આયુષ્ય જીવવા અને તંદુરસ્ત જિંદગી જીવવા મોટા થઇ શકે છે. જોકે, બાંગ્લાદેશ જેવા ગરીબ દેશોમાં કામ કરતા બાળકો ઘણા પરિવારો માટે આવશ્યક છે, કેમ કે 19મી સદીથી જ તે આપણા વારસામાં છે. આથી, બાળ મજૂરી સામેની લડત જરૂરી હોવાથી, તેની સામે વિવિધ પગલા ભરવા આવશ્યક છે, પરંતુ કમનસીબે રાજકીય અવરોધો પણ ઘણા છે. [34]

  1. બાર્બરા ડેનિયલ્સ, વિક્ટોરીયન યુગમાં ગરીબી અને પરિવારો
  2. હાઇ કોર્ટ ઓર્ડર, [૧]
  3. પત્ર, [૨]
  4. સમાધાન, [૩]
  5. http://news.bbc.co.uk/1/hi/magazine/7468927.stm
  6. http://www.nytimes.com/2008/08/06/us/06meat.html?hp હિટ પ્લાન્ટમાં ઓછી વયના બાળકો હોવાનું પૂછપરછમાં બહાર આવ્યું હતું.
  7. ઇ.પી. થોમ્પસન,ધી મેકીંગ ઓફ ધ ઇંગ્લીશ વર્કીંગ ક્લાસ , (પેન્ગ્વીન, 1968), પીપી. 366-7
  8. વોબ્બલાઇઝ! વિશ્વના ઔદ્યોગિક કામદારનો ગ્રાફિક ઇતિહાસ, જેને પાઉલ બુહલે અને નિકોલ શુલમન દ્વારા એડિટ કરવામાં આવ્યો હતો. પી. 294.