સભ્યની ચર્ચા:Rishabh.rsd

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

સ્વાગત![ફેરફાર કરો]

પ્રિય Rishabh.rsd, શુભ રાત્રી, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!

 • જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
 • વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
 • સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
 • લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
 • આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
 • ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
 • નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
 • ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
 • આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
 • અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
 • જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.

-- Aniket (ચર્ચા) ૧૪:૩૨, ૧૫ એપ્રિલ ૨૦૧૯ (IST)[ઉત્તર]

તમારા વિષે મળેલી ફરીયાદ બાબત[ફેરફાર કરો]

પ્રિય Rishabh.rsd, અન્ય સભ્યએ તમારી ગેરવર્તણુક વિષે ફરીયાદ કરી છે. ગુજરાતી વિકિ પર આપનું સ્વાગત છે પણ આપણે સ્વછંદે ફેરફાર કરી શકતા નથી. મહેરબાની કરીને આવા ફેરફારો કરવાનું ટાળો. સહકારની આશા સાથે આભાર. --A. Bhatt (ચર્ચા) ૧૦:૫૨, ૨૮ જુલાઇ ૨૦૧૯ (IST)[ઉત્તર]

પ્રિય Rishabh.rsd, અન્ય સભ્યએ તમારી ગેરવર્તણુક વિષે ફરી વખત ફરીયાદ કરી છે. આપ જો આપની વર્તણુક સુધારશો નહી તો આપના પર ન છુટકે પ્રતિબંધ લગાવવો પડી શકે છે. --A. Bhatt (ચર્ચા) ૧૮:૫૫, ૧ ઓગસ્ટ ૨૦૧૯ (IST)[ઉત્તર]
ગેરવર્તણુંક પ્રત્યે ની ક્ષમા @Aniket:
ગેરવર્તણુંક માટે એક વખત ક્ષમા આપી શકાય. વારવાંર નહી. આપને આ છેલ્લી વખત કહી રહ્યો છું કે અન્ય સભ્યોની મળેલી ફરીયાદોને આધારે તમારા પર કાયમી પ્રતિબંધ લાગી શકે છે. કાલ સવાર સુધીમાં તમારા વર્તનમાં જો ફેરફાર નહી થાય તો કાયમી પ્રતિબંધ મૂકવામાં આવશે. આભાર. --A. Bhatt (ચર્ચા) ૧૮:૩૧, ૭ ઓગસ્ટ ૨૦૧૯ (IST)[ઉત્તર]

ગુજરાતી ભાષા ની વ્યાકરણ તથા જોડણી ની મર્યાદા જાળવવી.[ફેરફાર કરો]

નમસ્તે, હાલમાં જ મેં આપનો બનાવેલો વીર સંવતનો લેખ જોયો જેમાં મોટા ભાગે મશીન ભાષાંતરનો ઉપયોગ થય્લો છે અને વ્યાકરણની દ્રષ્ટિએ પણ બંધ બેસતું નથી.

૧. મેં મારી રીતે તેને મઠાર્યો તો છે પણ ક્ષતિ ખૂબ જ છે, ફરી થી મશીન ભાષાંતરનો ઉપયોગ ટાળવો. ૨. આ છેલ્લી વખત કહી દઉં છું કે માનવાચક શબ્દનો પ્રયોગ ન કરવો. વિકિ પર ક્યાંય પણ બુધ્ધને ભગવાન બુધ્ધ કીધાં નથી, રામ ને ભગવાન શ્રી રામ કીધાં નથી તેથી તે મર્યાદા જાળવવી. આપે અગાઉ પણ આચાર્ય હેમચંદ્રાચાર્ય ના લેખમાં જી લગાવી ને ભાંગફોડ કરી હતી જે ધ્યાનમાં જ છે. ૩. મહાવીર સ્વામી લખવું એ સમ્માન જ છે અને યોગ્ય જ છે. તેની આગળ ખોટેખોટું ભગવાન વિશેષણ રુપે ચઢાવવું નહિં. ૪. આપ જ્યારે કોઈ પણ એડિટ કરો તો તેનો સારાંશ આપવો જરૂરી છે તેથી અન્ય સભ્યો ને તે વિશે ખ્યાલ આવે. ૫. ગુજરાતી ભાષા જો કદાચ ન ફાવતી હોય તો તેને શીખવાનો પ્રયત્ન કરીને જ પૃષ્ઠ બનાવવું જેથી અન્ય એડિટર ને કામ કરવામાં તકલીફ ન પડે.

અનિકેત ભાઈ ની સૂચનાને ફરીથી કહેવાનો અર્થ નથી, ગુજરાતી વિકિ નાં પ્રબંધક તરીકે તેઓ વિકિની પોલિસી ન અનુસરવા બદલ તમને બ્લોક પણ કરી શકે છે. હર્ષિલ મહેતા (ચર્ચા) ૧૫:૪૭, ૯ ઓગસ્ટ ૨૦૧૯ (IST)[ઉત્તર]

તમારા વિકિપીડિયાને વધુ સમૃદ્ધ બનાવવા માટે આવનારી સંશોધન પ્રવૃત્તિઓમાં ભાગ લઈને અમને મદદ કરો[ફેરફાર કરો]

પ્રિય @Rishabh.rsd:,

વિકિપીડિયામાં તમારા મહત્વના યોગદાનો માટે આભાર!

તમારા વિકિપીડિયાને વધુ સમૃદ્ધ બનાવવા માટે આવનારી સંશોધન પ્રવૃત્તિઓમાં ભાગ લઈને અમને મદદ કરો. આ તક માટે વધુ જાણવા માટે, કેટલાંક પ્રશ્નોનો જવાબ આપો અને અમે યોગ્ય ઉમેદવારોને મોજણી કરવા માટે સંપર્ક કરીશું.

આભાર, BGerdemann (WMF) (ચર્ચા) ૦૧:૩૦, ૯ જુલાઇ ૨૦૨૦ (IST)[ઉત્તર]

આ મોજણી અન્ય સેવા વડે કરવામાં આવશે, જે વધારાની શરતોને આધીન છે. અંગતતા અને માહિતીને સાચવવાની શરતો માટે, મોજણીનું અંગતતા લખાણ જુઓ.