લખાણ પર જાઓ

સભ્ય:휘뚜루마뚜루

વિકિપીડિયામાંથી

મુંબઇ મહારાષ્ટ્ર ની રાજધાની અને ભારત દેશ નું ઔદ્યોગિક પાટનગર છે. અહિંયાં લગભગ ૩૫ લાખ ગુજરાતીઓ રહે છે.

આશરે 1.3 કરોડની વસ્તી ઘરાવતું આ શહેર, ભારતનું સહુથી મોટું મહાનગર તેમજ દુનિયાનાં સહુથી વઘુ વસ્તી ધરાવતા શહેરો માંનું એક છે. મુંબઈનો શહેરી વિસ્તાર, કે જેમાં નવી-મુંબઈ તેમજ ઠાણે નો પણ સમાવેશ થાય છે, એની વસ્તી અંદાજે 1.9 કરોડની છે તથા તે દુનિયાનો 5મો વધુ વસ્તીવાળો શહેરી વિસ્તાર છે.

વિશ્વનાં નાણાંકીય વહીવટની ગણનાંમાં મુંબઈ પહેલાં દસ સ્થાનોમાંનું એક છે. ભારતનાં કુલ અર્થતંત્રમાંનાં 25 ટકાની ઔદ્યોગિક ઉપજ, 40 ટકાનો સમુદ્રી વ્યાપાર તથા 70 ટકાનો નાણાકીય વ્યવહાર મુંબઈ થકી થાય છે. ઔદ્યોગિક પાટનગર સિવાય મુંબઈને ભારતનું મનોરંજન મથક હોવાનું બિરુદ પણ હાસીલ છે. બૉલીવુડનાં મશહુર નામે જાણીતુ હિંદી ફિલ્મી જગત પણ અહીંયા સ્થિત છે કે જે દુનિયામાં સહુથી વધુ વાર્ષીક ચલચિત્રો બાહર પાઙે છે. શહેરમાં મહત્તવની નાણાંકીય સંસ્થાઓ, જેમકે ભારતીય રીઝ્રવ બેંક, મુંબઈ શેયર બજાર, રાષ્ટ્રીય શેયર બજાર તેમજ રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય કંપનીઓનાં સંસ્થાકીય મથકો સ્થપાયેલા છે. પુષ્કળ વ્યાવસાઈક તકો તેમજ ઊંચાં જીવન ધોરણનાં કારણે ભારતભરમાંથી લોકો અહીં સ્થળાંતર કરવા આકર્ષાય છે.

ભારતનાં પશ્ચિમી કીનારે, અરબી સમુદ્રના કાંઠે વસેલું મુંબઈ શહેર પ્રાકૃતિક બંદર છે. ભારતમાંથી થતી મુસાફીરોની અડધો અડધ તથા મોટાભાગની માલ-સામાનની આવાજાહી મુંબઈથી થાય છે. મુંબઈ એવા ચુનિંદા શહેરોની યાદીમાં શામેલ છે કે જેમની સરહદમાં રાષ્ટ્રીય ઊદ્યાન, સંજય ગાંધી રાષ્ટ્રીય ઊદ્યાનનો શમાવેશ થાય છે.


આ પણ જુઓ

[ફેરફાર કરો]


mumbai ek samye gujratma aavelu hatu