સભ્ય:Shaikh mois/કેવીએલ પાવની કુમારી

વિકિપીડિયામાંથી
કેવીએલ પાવની કુમારી
વ્યક્તિગત માહિતી
Nationalityભારતીય
જન્મ5 માર્ચ 2003 (વય 17 વર્ષ)
વિશાખાપટ્ટનમ, આંધ્રપ્રદેશ
વજન45 kg (99 lb; 7 st 1 lb)
Sport
રમતવેઇટલિફ્ટિંગ
Coached byપી. મણિક્યાલ રાવ

કેવીએલ પાવની કુમારી (જન્મ 2 માર્ચ, 2003 વિશાખાપટ્ટનમ આંધ્રપ્રદેશ) ભારતીય વેઇટલિફ્ટર છે. તેમણે ઉઝબેકિસ્તાનના તાશકંદમાં 2020 એશિયન યૂથ અને જુનિયર વેઇટલિફ્ટિંગ ચૅમ્પિયનશિપમાં બે સિલ્વર મેડલ જીત્યા અને 2021 ટોક્યો સમર ઑલિમ્પિક્સમાં સ્થાન મેળવ્યું.[1][૧]

15મી યૂથ (સબ જુનિયર બૉય્ઝ ઍન્ડ ગર્લ્સ), બિહારના બોધગયામાં વર્ષ 2019માં આયોજિત 56મી પુરુષ અને 32મી મહિલા (જુનિયર) નૅશનલ વેઇટલિફ્ટિંગ ચૅમ્પિયનશિપમાં તેમણે બેસ્ટ લિફ્ટ ઍવૉર્ડ મળ્યા છે. યૂથ કૅટેગરી તેમણે બે નૅશનલ રેકૉર્ડ સર્જયા છે. [2][૨]

વ્યક્તિગત જીવન અને પૃષ્ઠભૂમિ[ફેરફાર કરો]

કુમારીનો જન્મ 5 માર્ચ 2003ના રોજ વિશાખાપટ્ટનમ જિલ્લાના જી કોથાપલ્લી ગામમાં એક ગરીબ ખેડૂતના ઘરે થયો હતો. ભારે આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હોવા છતાં તેમના પરિવારજનો ઇચ્છતા હતા કે તેઓ રમતગમતની ક્ષેત્રે આગળ વધે.

2011માં તેમનાં માતાપિતાએ તેમને આઠ વર્ષની વયે હૈદરાબાદની તેલંગણા સ્પૉર્ટ્સ એકૅડેમીમાં તેમને પ્રવેશ અપાવ્યો. તેમણે શરૂઆતમાં ડી શ્રીનિવાસનું માર્ગદર્શન મેળવ્યું જેમણે રમત પ્રત્યેની તેમની રુચિ કેળવવામાં મદદ કરી.

ત્યારબાદ પી મણિક્યાલ રાવે તેમને તાલીમ આપવાની જવાબદારી સંભાળી અને રાવ આજદિન સુધી તેમના કોચ છે. [3][૩]

કુમારીને તેલંગણા સ્પૉર્ટ્સ ઍકેડેમીમાં પ્રવેશ મળવાથી રમતગમતની કારકિર્દીને આકાર આપવામાં મદદ મળી.

જ્યારે તેઓ એકૅડેમીમાં તાલીમ લઈ રહ્યાં હતાં તે વર્ષો દરમિયાન તેઓ રજાઓમાં પોતાના ગામડે જવાનું ટાળતાં અને તેના બદલે તેઓ એકૅડેમીની બહાર ક્યાંક રહેવાની સગવડ શોધી લેતાં, જેથી તેઓ તેમની પ્રૅક્ટિસ ચાલુ રાખી શકે. [3][૪]

વ્યાવસાયિક સિદ્ધિઓ[ફેરફાર કરો]

નાની વયે કારકિર્દીની શરૂઆત કરવાનું ફળ તેમણે વર્ષ 2019થી મળવાનું શરૂ થયું. વર્ષ 2019માં તેઓ 15મી યૂથ (સબ જુનિયર બૉય્ઝ ઍન્ડ ગર્લ્સ) ચૅમ્પિયનશિપમાં બેસ્ટ લિફ્ટરનો ઍવૉર્ડ જિત્યાં. અને બિહારના બોધગયામાં આયોજિત પુરુષોની 56મી અને મહિલાઓની 32મી નૅશનલ વેઇટલિફ્ટિંગ ચૅમ્પિયનશિપમાં પણ તેઓ બેસ્ટ લિફ્ટરનો ઍવૉર્ડ જિત્યાં. યુથ સેક્શનમાં તેમણે બે નવા મીટ રેકૉર્ડ સર્જયા.[2][૫]

તેની પ્રથમ આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ - 2020માં ઉઝબેકિસ્તાનના તાશકંદમાં એશિયન યુથ અને જુનિયર વેઇટલિફ્ટિંગ ચૅમ્પિયનશિપમાં - તેમણે યૂથ ગર્લ્સ અને જુનિયર મહિલા વર્ગ બંનેમાં રજત પદક જિત્યાં છે. .[1][૬]

તાશકંદમાં તેમના પ્રદર્શનના આધારે 2021 ની ટોક્યો સમર ઑલિમ્પિક માટે સ્થાન નક્કી કર્યા બાદ  હવે કુમારીનો હેતુ ઑલિમ્પિક મેડલ જીતવાનો છે.[3][૭]

ચંદ્રકો[ફેરફાર કરો]

ભારતનું પ્રતિનિધિત્વ:

  • સિલ્વર : 2020 એશિયન યૂથ અને જુનિયર વેઇટલિફ્ટિંગ ચૅમ્પિયનશિપ, તાશકંદ, યુવા ગર્લ્સ કૅટેગરી
  • સિલ્વર: 2020 એશિયન યૂથ અને જુનિયર વેઇટલિફ્ટિંગ ચૅમ્પિયનશિપ્સ, તાશકંદ, જુનિયર મહિલા કૅટેગરી

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "India win five silver, six bronze medals at Asian Youth and Junior Weightlifting Championships". The New Indian Express. મેળવેલ 2021-02-17.
  2. TelanganaToday. "Pavani Kumari wins gold with record lifts". Telangana Today (અંગ્રેજીમાં). મેળવેલ 2021-02-17.
  3. "કેવીએલ પાવની કુમારી : આઠ વર્ષની ઉંમરથી વેઈટ લિફ્ટિંગ કરતાં ખેલાડી". BBC News ગુજરાતી. 2021-02-02. મેળવેલ 2021-02-17.
  4. "કેવીએલ પાવની કુમારી : આઠ વર્ષની ઉંમરથી વેઈટ લિફ્ટિંગ કરતાં ખેલાડી". BBC News ગુજરાતી. 2021-02-02. મેળવેલ 2021-02-17.
  5. TelanganaToday. "Pavani Kumari wins gold with record lifts". Telangana Today (અંગ્રેજીમાં). મેળવેલ 2021-02-17.
  6. "India win five silver, six bronze medals at Asian Youth and Junior Weightlifting Championships". The New Indian Express. મેળવેલ 2021-02-17.
  7. "કેવીએલ પાવની કુમારી : આઠ વર્ષની ઉંમરથી વેઈટ લિફ્ટિંગ કરતાં ખેલાડી". BBC News ગુજરાતી. 2021-02-02. મેળવેલ 2021-02-17.