લખાણ પર જાઓ

સભ્ય:Sushant savla/મીઠો

વિકિપીડિયામાંથી

મીઠો, મીઠો ઢાઢી અથવા મીઠો ભગત એ મધ્યકાલીન કૃષ્ણ કીર્તન કરનાર, જન્મે એક મુસલમાન ભક્ત કવિ હતા. []

મીઠા ભગત નો જન્મ ૧૭૯૪ની આસપાસ લીંબડી ગામે ઢાઢી મુસલમાન કુળમાં થયો હતો. તેમના પિતાનું નામ સાહેબો હતું. તેમનું મન વૈષ્નવ ધર્મ પ્રત્યે વળેલું હતું. []

એક એવી કથા પ્રચલિત છે કે મીઠો ઢાઢીને સુરેન્દ્રનગરના રાજાએ શ્રી કૃષ્ણ સાથે પોતાના પણા ગુણગાન કરવા જણાવ્યું હતું, તેમ અરવાનો મીઠો ઢાઢીએ ઈનકાર કર્યો હતો.[]

તેમનું અવસાન ઈ.સ. ૧૮૭૨માં થયું. []

સાહિત્ય રચનાઓ

[ફેરફાર કરો]

કૃષ્ણ ભક્તિ તથા જ્ઞાન બોધ દેનારી ઘણી ગરબી, રાસ, થાળ, ભજન આદિ લખ્યાં છે.[] 'સાંભળ સૈયર વાતડી' એ તેમની રચેલી લોકપ્રિય કૃતિ છે. તેમની કૃતિઓ આ પુસ્તકોમાં પ્રકાશિત થયેલી છે:[]

૧. લીંબડી નિવાસે ભક્ત મીઠાના કેટલાંક કાવ્યો (ઈ.સ.૧૯૨૭)
૨.અભમાલા
૩.ગુજરાતી જૂનાં ગીતો - ગુજરાતીસાહિત્ય પરિષદ અહેવાલ
૪.નભોવિહાર - રામનારાયણ પાઠક(ઈ.સ.૧૯૬૧)
૫.પ્રમાનંદ પ્રકાશ માલા (સં. ૨૦૩૦)
૬.બૃહદ્ કાવ્ય દોહન
૭.ભજનિક કાવ્ય સંગ્રહ (ઈ.સ ૧૮૮૭)
૮.ભસાસિંધુ
૯.શ્રીમદ્ ભગવતી કાવ્ય (ઈ.સ. ૧૮૮૯)
૧૦. સતવાણી

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ગુજરાતી સાહિત્ય કોષ. અમદાવાદ: ગુજરાતી સાહિત્યપરિષદ. ૧૯૮૯. પૃષ્ઠ ૩૧૬.
  2. "Following in the Lord's footsteps - Times of India". The Times of India. મેળવેલ 2018-12-14.
  3. Paniker, K. Ayyappa (1997). Medieval Indian Literature: Surveys and selections (અંગ્રેજીમાં). Sahitya Akademi. ISBN 9788126003655.