સરદાર ભક્તિ થાપા

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
સરદાર ભક્તિ થાપા
Bhakti Thapa.jpg
વૃદ્ધ સરદાર ભક્તિ થાપા
જન્મ વિક્રમ સંવત ૧૮૦૦
લમ્જુઙ્ગ જિલ્લો, નેપાળ
મૃત્યુ દેઉથલ, ઉત્તરાખંડ, ભારત
દેશ/જોડાણ  નેપાળ
હોદ્દો સરદાર
યુદ્ધો નેપાળ-અંગ્રેજ યુદ્ધ

સરદાર ભક્તિ થાપા એ નેપાળ-અંગ્રેજ યુદ્ધના સમયમાં નેપાળની સેનામાં એક વરિષ્ઠ સૈનિક હતા. એમણે પોતાની ૮૦ વર્ષની ઉંમરમાં નેપાળ - અંગ્રેજ યુદ્ધમા દેઉથલ નામના સ્થળ પર થયેલી લડાઇમાં નેતૃત્વ કર્યું હતું. આ યુદ્ધમા અંગ્રેજો તરફથી થયેલા હુમલાને ખાળવામાં એમનું મૃત્યુ થયું હતું. એમના આ સાહસની કદર કરતાં અંગ્રેજોએ એમના શબનો પૂર્ણ સૈનિક સમ્માન સાથે અંતિમ વિધિ કર્યો હતો. એમની શહાદતના સમ્માનમા એક સ્મારક પણ બનાવવામાં આવ્યું છે, જે હાલના સમયમાં ભારત દેશના ઉત્તરાખંડ રાજ્યમાં આવેલું છે. એમને નેપાળ દેશની રાષ્ટ્રિય વિભૂતિ માનવામાં આવે છે.