સર્વમિત્ર સિકરી

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

ન્યા. સર્વમિત્ર સિકરી (જન્મએપ્રિલ ૨૬, ૧૯૦૮- અવસાન:સપ્ટેમ્બર ૨૪, ૧૯૯૨) ભારત દેશના સર્વોચ્ચ ન્યાયાલયના તેરમા મુખ્ય ન્યાયાધીશ હતા. તેમણે પોતાની વકીલાતની શરુઆત લાહોર ઉચ્ચ ન્યાયાલય ખાતેથી ઈ. સ. ૧૯૩૦ના વર્ષમાં કરી હતી. તેઓની ૧૯૬૪ના વર્ષમાં સર્વોચ્ચ ન્યાયાલય ખાતે નિયુક્તી કરવામાં આવી હતી અને જાન્યુઆરી ૨૨, ૧૯૭૧ થી એપ્રિલ ૨૫, ૧૯૭૩ વચ્ચેના સમયમાં તેઓ સર્વોચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ રહ્યા હતા. તેમણે કરેલા કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ સરકારના ખટલાનો ફેંસલો ભારત દેશના બંધારણીય ઇતિહાસમાં એક મહત્વનો પડાવ ગણાય છે.