સર્વાનંદ કૌલ પ્રેમી
સર્વાનંદ કૌલ પ્રેમી (૨ નવેમ્બર ૧૯૨૪ - ૧ મે ૧૯૯૦) એક ભારતીય કાશ્મીરી-ભાષીય કવિ, પત્રકાર, વિદ્વાન અને સ્વાતંત્ર્ય સેનાની હતા. ૧૯૯૦માં ઇસ્લામી આતંકવાદીઓના હાથે તેમની હત્યા કરવામાં આવી હતી.[૧][૨][૩][૪]
શરૂઆતનું જીવન અને શિક્ષણ
[ફેરફાર કરો]સરર્વાનંદ ગોપીનાથ અને ઓમરાવતી કૌલના દીકરા હતા. તેઓ અનંતનાગ જિલ્લાના શોફ-શાલી ગામ (પ્રાચીન સંસ્કૃત નામ: સફ્ત-શલેશ્વર)માંથી એક કાશ્મીરી પંડિત કુટુંબ હતા. પ્રેમીના પિતા પરિવારના પહેલા સભ્ય હતા જેમણે ઉચ્ચ શિક્ષણ શિક્ષણ મેળવ્યું હતું.
અંગત જીવન
[ફેરફાર કરો]૧૯૪૮માં ઓમા સાથે તેમના લગ્ન થયા હતા. તેમના ૩ દીકરાઓ અને ૪ દીકરીઓ હતા.
અવસાન
[ફેરફાર કરો]૨૯/૩૦ એપ્રિલ ૧૯૯૦ની રાત દરમિયાન, ત્રણ નકાબધારી આતંકવાદીઓએ પ્રેમીના ઘરમાં ઘુસણખોરી કરી. આ આતંકવાદીઓએ પ્રેમી અને તેમના દીકરાનું અપહરણ કર્યું અને ૧ મે, ૧૯૯૦ પ્રેમી અને તેમના દીકરા બંનેના મૃત શરીરો મળી આવ્યા હતાં. પ્રેમી હત્યા કરવામાં આવી હતી કેમ કે તેમણે કાશ્મીરમાં ભારતીય રાષ્ટ્રવાદની હિમાયત કરી હતી.
સર્જન
[ફેરફાર કરો]તેઓ ચાર ભાષાઓને વાંચી અને લખી શકતા હતા - હિન્દી, ઉર્દુ, અંગ્રેજી અને કાશ્મીરી. તેઓ ફારસી અને સંસ્કૃત પણ સમજી શકતા હતા.
પ્રકાશિત પુસ્તકો
[ફેરફાર કરો]- કલમી પ્રેમી
- પયંમી પ્રેમી
- રુઈ જેરી
- ઓશ ત વુશ
- ગીતાંજલી (અનુવાદ)
- રુસ્સી પાદશાહ કથા
- પંચ છદર (કાવ્યસંગ્રહ)
- બખતી કુસૂમ
- આખરી મુલાકાત
- માથુર દેવી
- મિર્ઝા કાક (જીવન અને કામ)
- મિર્ઝા કાક જી વખસ
- કાશ્મીરની દીકરી
- ભગવદ્ ગીતા (અનુવાદ)
- તાજ
- રૂપા ભવાની
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "A Poet of hope". મેળવેલ 2018-08-21.
- ↑ "Real Tragedy of Kashmir". મેળવેલ 2018-08-21.
- ↑ "The Unsung Hero of Kashmiriyat - Sarwanand Kaul Premi - Early Times Newspaper Jammu Kashmir". મૂળ માંથી 2018-08-21 પર સંગ્રહિત. મેળવેલ 2018-08-21.
- ↑ Editorjknews. "JKCA pays tributes to the Sarwanand Koul Premi on his 27th death anniversary". મૂળ માંથી 2018-08-21 પર સંગ્રહિત. મેળવેલ 2018-08-21.