સિસોદીયા

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ લેખ સિસોદીયા રાજપૂત વંશ વિષે છે. રાજપૂતોમાં વપરાતી અટક માટે સિસોદીયા (અટક) લેખ જુઓ.
મહારાણા પ્રતાપ, સિસોદીયા શાસક

સિસોદીયાભારતનું સૂર્યવંશી ગણાતું રાજપૂત કૂળ છે. જેઓએ રાજસ્થાનના મેવાડ સામ્રાજ્યમાં રાજ કર્યું. રાણા હમીર પહેલાં આ કુળ ગેહલોત કે ગહેલોત તરીકે ઓળખાતું હતું. સને ૧૩૦૩ માં અલ્લાઉદિન ખિલજીચિત્તોડ પર હુમલો કર્યો. આ યુદ્ધમાં કિલ્લામાં રહેલા તમામ રજપૂતો માર્યા ગયા થયા અને રાણી પદ્મિની એ જૌહર કર્યું. જેઓ કિલ્લાની બહાર હતા તેવા કેટલાક યોદ્ધાઓ બચી ગયા. આ બચી જનારાઓમાં સિસોડા ગામનો હમીર પણ હતો. ૨૩ વર્ષનાં મુસ્લિમ શાસન પછી તેમણે ચિત્તોડ પર ફરી શાસન સ્થાપ્યું. તેમનાં ગામ "સિસોદા" પરથી તેમનું કુળ સિસોદીયા તરીકે ઓળખાયું.

મૂળ[ફેરફાર કરો]

અન્ય ઘણાં રાજપૂત કુળની જેમ, સિસોદીયાનું મૂળ પણ સૂર્યવંશી હોવાનો દાવો કરાય છે.[૧] ૧૭મી સદીમાં મેવાડના રાજવી રાણા રાજસિંહ દ્વારા તૈયાર કરાવાયેલી “રાજપ્રશસ્તિ મહાખ્યાન“ નામક પ્રશંસનીય રચનામાં , થોડી પૌરાણિક, થોડી કાલ્પનિક, થોડી ઐતિહાસિક, સિસોદિયાની વંશાવળી આપેલી છે. આ લખાણ સિસોદીયાઓના આશ્રીત તેલંગાણા બ્રાહ્મણ કુટુંબના રણછોડ ભટ્ટ નામક લેખક દ્વારા કરવામાં આવેલું હતું. આ વંશાવળી પ્રમાણે આ રાજવંશનું મૂળ, છેક મનુ મહારાજથી શરૂ કરીને, ઈક્ષવાકુ કુળના અનુગામીઓ એવા અયોધ્યાના રાજવીઓ સુધી હોવાનું દર્શાવે છે. ઈશ્વરીય આદેશથી એક રાજવી “વિજય“ અયોધ્યા છોડી દક્ષિણ તરફ રાજ્ય સ્થાપનાર્થે પ્રયાણ કરે છે. (તેનાં રાજ્યનું ચોક્કસ ઠેકાણું દર્શાવાયું નથી). તેનાં ૧૪ અનુગામી રાજાઓ થયા, જે દરેક પોતાનાં નામ પાછળ “-આદિત્ય“ (અર્થાત સૂર્ય) પ્રત્યય લગાડે છે. તેમાંનો છેલ્લો, ગ્રહાદિત્ય, ગ્રહપુત્ર (ગેહલોત, મેદપાટનાં ગુહિલાઓ) નામનું સામ્રાજ્ય સ્થાપે છે. કહેવાય છે કે તેના પાટવી કુંવર વશપા (જે બાપ્પા રાવળ નામે પ્રસિદ્ધ છે) એ, શિવના વરદાનથી ૮મી સદીમાં “ચિત્રકુટ્ટ“ (ચિત્તોડગઢ) નો કિલ્લો જીત્યો, અને “રાવળ“ નું બિરુદ ધારણ કર્યું.[૨]

ગ્રહાદિત્ય અને વાશપ (બાપ્પા રાવળ) બંન્ને રાજસ્થાની લોકકથાઓનાં લોકપ્રિય પાત્રો છે.[૩] તેનાં અનુગામીઓમાં પણ ઘણાં જાણીતાં ઐતિહાસિક વ્યક્તિત્વો મળી આવે છે. રાજપ્રશસ્તિ વંશાવળી પ્રમાણે, તેમાંનો એક એટલે – સમરસિંહ – જે પૃથ્વીરાજ ચૌહાણની બહેન, પ્રિથિ, ને પરણ્યો હતો. તેના પૌત્ર રાહપે “રાણા“ (રાજા)નું બિરુદ ધારણ કરેલું. રાહપનાં વંશજોએ થોડો સમય “સિસોદા“ નામક ગામે વસવાટ કર્યો હતો અને તેથી તેઓ “સિસોદીયા“ તરીકે ઓળખાયા.[૨]

ફારસી દરબારી ઈતિહાસકારો પ્રમાણે, સિસોદીયાઓ નૌશિરવાનના પુત્ર નૌશિઝેદ અથવા યેઝદીગર્દ ત્રીજાની પુત્રી મહાબાનુનાં વંશજો છે.[૪]

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Joanna Williams, Kaz Tsuruta, સંપા. (2007). Kingdom of the sun. Asian Art Museum - Chong-Moon Lee Center for Asian Art and Culture. pp. 15–16. ISBN 9780939117390. Check date values in: |year= (મદદ)
  2. ૨.૦ ૨.૧ Sri Ram Sharma (1971). Maharana Raj Singh and His Times. Motilal Banarsidass. pp. 2–12. ISBN 9788120823983. Check date values in: |year= (મદદ)
  3. Dineschandra Sircar (1963). The Guhilas of Kiṣkindhā. Sanskrit College. p. 25. Check date values in: |year= (મદદ)
  4. "Essays on Indian Antiquities, Historic, Numismatic". p. 253. Unknown parameter |first૧= ignored (મદદ); Unknown parameter |last૧= ignored (મદદ)